‘લીલા સોના’ની માફક પિસ્તાની ખેતી કરીને ગુજરાતના ખેડૂતો બની રહ્યાં છે માલામાલ – જાણો વાવણીથી લઈને તમામ માહિતી

Share post

ખેડૂતો કઈક અલગ કરી બતાવતા હોય છે. હાલમાં પણ ખેતીને લઈ ખેડૂતોને ઉપયોગી બને એવી એક જાણકારી સામે આવી રહી છે. પિસ્તાની ખેતી ટ્રાયલ બેઝ પર રાજસ્થાનમાં થયા બાદ હવે કચ્છ સહિત કેટલાંક ખારા પાટા વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો પણ પિસ્તાની ખેતી કરવાં માટેની તૈયારીઓ કરી લીધી છે. પિસ્તાની ખેતીને ‘લીલા સોના’ની ખેતી કહેવામાં આવે છે. પિસ્તાની ખેતીમાં ખુબ કમાણી થાય છે એટલે કે, હવે લોકો પિસ્તાની ખેતીને પ્રાયોગિક ધોરણે અપનાવવા માટે તૈયાર થઈ ગયાં છે.

મોંઘા ડ્રાયફ્રૂટની ખેતી ખુબ ઓછા પાણીમાં તથા ક્ષારવાળી જમીનમાં સારાં એવાં પ્રમાણમાં કરવામાં આવે છે એટલે કચ્છની જમીનમાં એની ખેતી સારા એવાં પ્રમાણમાં થઈ શકે છે. તેથી કચ્છ, પાટણ, બનાસકાંઠાના રણ કાંઠાના વિસ્તાર ઉત્તમ છે. તેથી કચ્છના ઘણાં ખેડૂતો ગાંધીનગર ખાતે ખેતીવાડીના અધિકારીઓને મળવા માટે ગયાં હતા ત્યારે ખેતીવાડી અધિકારીએ એમની ખેતી કરવા અંગે કિંમતી સૂચન કર્યું હતું. સારી રીતે ડ્રેઇન કરેલ કોઈપણ પ્રકારની જમીનમાં ખેતી થઈ શકે છે.

દેશમાં સૌપ્રથમ વખત રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે વર્ષ 2017માં પ્રયત્ન કર્યાં પછી ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવા માટેની તક ઊભી થઈ રહી છે. ઈરાનથી પીસ્તાનાં છોડ લાવવાની તૈયારી વચ્ચે આ ખેતીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પિસ્તાનું ઉત્પાદન દુનિયાના માત્ર 10 દેશોમાં કરવામાં આવે છે. જેમાં હવે ભારત પણ સામેલ થવા માટે જઈ રહ્યું છે.

દેશમાં પીસ્તા આયાત કરવામાં આવે છે :
વર્ષ 2001 માં, ભારતે કુલ 5,680 મેટ્રિક ટન પિસ્તાની આયાત કરવામાં આવી હતી, જે વર્ષ 2017 માં કુલ 9,000 મેટ્રિક ટન તથા હાલમાં કુલ 10,000 ટન જેટલી આયાત થઈ છે. કુલ 700 કરોડના પિસ્તાની આયાત કરવામાં આવે છે. ઈરાનમાં સૌથી વધારે કુલ 75 લાખ મેટ્રિક ટન છે. ત્યારબાદ તુર્કી કુલ 1.50 લાખ ટન, ચીન કુલ 74,000 ટન, સીરિયા, USA સહિત કુલ 5 બીજા દેશો રહેલાં છે. એમાં હવે ભારતનો સમાવેશ થવાં જઈ રહ્યો છે.

પિસ્તાને નર્સરીમાં ઉગાડીને રોપવામાં આવે છે :
PH 7.8 સુધીની હોય એવી જમીન માફક આવે છે. આ વૃક્ષો સહેજ સખત હોય છે પણ મોટા પ્રમાણમાં ક્ષારની શક્તિને સહન કરે છે. દિવસમાં તાપમાન 36 ° તથા શિયાળાની ઋતુમાં કુલ 7 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી કોઈ સમસ્યા અવરોધરૂપ બનતી નથી. ઠંડીમાં વૃક્ષમાં સારી રીતે વધારો થતો નથી. છોડ નર્સરીમાં 2 વર્ષ ઉગાડીને ખેતરમાં રોપવામાં આવે છે.

કેવી જમીનમાં પિસ્તાની ખેતી સારા પ્રમાણમાં થશે :
પિસ્તાની ખેતી કરવાં માટે જમીનનું સારી રીતે ખેડાણ, કાપણી તથા લાઈન સીધી હોવી જોઈએ. જેને કારણે સારી ખેડાણની પરિસ્થિતિ પ્રાપ્ત કરી શકાય. જો માટીમાં કુલ 7 ફૂટની લંબાઈમાં કોઈ કડક વસ્તુ હોય તો એને તોડી દેવી જોઈએ. કારણ કે, પીસ્તાના મૂળ ઊંડે સુધી જાય છે તથા પાણીના ભરાવાથી પ્રભાવિત થાય છે.

જરૂરી હવામાન:
પિસ્તા કે બદામને દિવસનું તાપમાન 36 ડીગ્રી સેન્ટીગ્રેડથી વધારે હોવું જોઈએ. શિયાળાની ઋતુમાં 7 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એના યોગ્ય સમયગાળા માટે પુરતું છે. એના વૃક્ષ વધારે ઊંચાઈવાળી જગ્યા પર ઠંડા તાપમાનને લીધે સારી રીતે વધી શકતા નથી.

છોડની રોપણી વખતે ઝાડ વચ્ચેનું અંતર :
છોડની રોપણી કરવાં માટે મોટો તથા જરૂરી ખાડો ખોદવો જોઈએ, જેને કારણે એના મૂળ સારી રીતે એમાં સમાઈ શકે. નર્સરી અથવા તો ડબ્બાની તુલનાએ પીસ્તાના છોડને 1 ઇંચ નીચે ઉગાડવા જોઈએ. વાવેતર કરેલ કુલ બે છોડ વચ્ચેનાં અંતરની વાત કરીએ તો એ સિંચાઈ ઉપર આધાર રાખે છે. જો સિંચિત બાગ છે તો ગ્રીડ પેટર્ન માટે કુલ 6 મીટરનું અંતર રાખવું જોઈએ.

ટપક સિંચાઈ પધ્ધતિ :
આમ તો પિસ્તાનાં વૃક્ષ દુષ્કાળને સહન કરી લે છે પણ એની જાળવણી જરૂરી ભેજ સાથે થવી જોઈએ. પાણી મેળવવા માટે ભીના ઘાસનો વપરાશને શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે. પાણીનો સારી રીતે ઉપયોગ થઇ શકે એની માટે ડ્રીપ એટલે કે, ટપક સિંચાઈનો ઉપયોગ કરી શકાય છે. અહિ પાણીનો ભરાવો થવાંથી પણ બચવું જોઈએ.

પીસ્તા માટે જરૂરી ખાતર :
પિસ્તામાં ખાતર તરીકે નાઈટ્રોજનની જરૂરીયાત રહે છે. છોડમાં પ્રથમ વર્ષે ઉર્વરકનો ઉપયોગ કરવો જોઈએ નહી પણ ત્યારબાદ બીજા વર્ષથી કરી શકાય છે. પિસ્તાના છોડમાં કુલ 450 ગ્રામ અમોનિયમ સલ્ફેટનું પ્રમાણ  ભાગમાં નાખવું જોઈએ. ત્યારપછીના વર્ષોમાં પ્રતિ એકર કુલ 65 કિલો વાસ્તવિક નાઇટ્રોજનનો ઉપયોગ કરવો જોઈએ.

ફળ ક્યારે તૈયાર થાય :
જયારે એના ગોળા પરથી ફોતરા ઉતરવા લાગે છે ત્યારે સમજી લેવું કે, ફળ એકદમ તૈયાર થઇ ગયા છે. કાપણી કરતી વખતે સાવધાની રાખવાની જરૂર રહે છે. અવિકસિત કેરનલથી દુર રહેવું જોઈએ. છોડ રોપણીના કુલ 12 વર્ષ બાદ પિસ્તાના છોડ અંદાજે 10 કિલો સુધીનું ઉત્પાદન કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post