રાજ્યના ખેડૂતો બની રહ્યા છે નકલી બિયારણ અને જંતુનાશક દવાઓનો શિકાર- છેલ્લા બે વર્ષમાં થયો ચોંકાવનારો ખુલાસો

ઘણીવાર ખેડૂતો બિયારણની ખરીદી કરતી વખતે નકલી બિયારણનો ભોગ બનતા હોય છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં રાજ્યમાં વિવિધ જગ્યાએથી છેતરામણી થતી હોય એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં ખેતી ક્ષેત્રમાં પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે.
ખેડૂતો એમના ખેતરમાં જંતુઓને મારવા માટે જે દવાઓનો છંટકાવ કરી રહ્યાં છે. એ દવાઓ બનાવટી તથા નકલી જોવાં મળી છે. સમગ્ર રાજ્યમાં ઉત્પાદકો તેમજ વેપારીઓ દ્વારા સ્ટાન્ડર્ડ દવાઓનાં લેબલમાં નકલી દવાઓ દેવામાં આવી રહી છે. રાજ્યનાં કૃષિ વિભાગનાં અધિકારીઓએ ઘણાં જિલ્લાઓમાં જંતુનાશક દવાઓનાં નમૂના લીઘેલા છે. એમાં ઘણી દવાઓ નકલી તેમજ બિન અસરકારક સાબિત થઇ છે.
રાજ્યમાં ખેડૂતો જંતુઓથી પાકને બચાવી રાખવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતાં હોય છે. મોંઘા ભાવમાં ખરીદવામાં આવતી બ્રાન્ડેડ દવાઓમાં પણ નકલી તેમજ બનાવટી દવાઓ જોવાં મળી રહી છે. ખેડૂતોને વેચવામાં આવતી દવાની કંપનીઓ અને વેપારીઓ ભેળસેળ વાળી દવાઓ આપી રહ્યાં છે. જેની અસર જંતુઓ ઉપર ઓછી પણ ખેડૂતો પર વધુ થાય છે.
છેલ્લા કુલ 2 વર્ષમાં જંતુનાશક દવાઓનાં લેવામાં આવેલ નમુના પેકી કુલ 259 જેટલા સેમ્પલો ફેઇલ થયા છે. એટલે કે આ દવાઓ નકલી તેમજ બનાવટી સાબિત થઇ છે છતાં ખેડૂતોને ઉંચા ભાવે દેવામાં આવે છે. આ દવાની પાક પર કોઇ અસર થતી નથી.
ગુજરાતમાં સૌથી વધારે જંતુનાશક દવાઓનાં નમૂના ફેઇલ થયા છે એ રાજકોટ જિલ્લો છે. આ જિલ્લામાં કુલ 23 દવાઓના નમૂના ફેઇલ થયા છે. બીજા ક્રમ પર કુલ 18 નમૂનાની સાથે ગીર સોમનાથ જિલ્લો આવે છે. અરવલ્લી તથા પંચમહાલમાં એકસમન કુલ 16 નમૂના ફેઇલ થયા છે. ગાંધીનગરમાં કુલ 15, સાબરકાંઠામાં કુલ 13, નવસારીમાં કુલ 12, કચ્છ તેમજ મહેસાણામાં કુલ 11 નમૂના ફેઇલ થયા છે.
આની ઉપરાંત અમદાવાદ તથા નર્મદામાં એકસમન કુલ 10 અને વડોદરા તેમજ ભાવનગરમાં કુલ 9, પોરબંદર અને બોટાદમાં કુલ 8 નમૂના ફેઇલ થયા છે. ગુજરાતમાં આવેલ કુલ 33 જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં જંતુનાશક દવાઓના નમૂના ફેઇલ થયા છે. રાજ્યમાં કુલ 259 દવાઓ ખેતરમાં છાંટવા યોગ્ય નથી. એમ છતાં ખેડૂતો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…