હવે ગુજરાતમાં પણ થશે વધુ પ્રોટીનવાળી ઘઉંની નવી જાત તેજસની ખેતી, જાણો વિગતવાર

Share post

વિકસિત ઘઉંની જાત પુસા તેજસ HI 8759 પાકની નવી જાતો ભારત દેશમાં ભારતીય અનુસંધાન પરિષદે ખેતી વિશ્વ વિદ્યાલયે શોધાયેલી નવી ઘઉંની જાત ખેડુતોની વધારે આવક આપે છે. ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપે છે. પુસા તેજસ જાતિનો વિકાસ ઈન્દોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કર્યો છે. જે ગુજરાત રાજ્યનાં આ ઘઉં ઉગાડવા માટે પણ ભલામણ કરવામાં આવી છે.

જેને પુસા તેજસ HI 8759 પણ કહેવામાં આવે છે. ઘઉંનું વાવેતર કરતાં ખેડુતો માટે આ જાત વરદાનથી ઓછી નથી. તેથી આ ઘઉં ખેડૂતોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. પુસા તેજસ HI 8759 અલગ અલગ કાઠિયા તથા દુરમ ઘઉંની જાત HI 8759 ની લાક્ષણિકતાઓ ઉચ્ચ પ્રજનન તેમજ સિંચાઈવાળી સ્થિતિમાં મધ્ય પ્રદેશ રાજ્યમાં વાવેતર કરવા માટે ઓળખવામાં આવી છે. તે વ્યાપક રૂપાંતરિત ઉચ્ચ ઉપજ આપતી સખત ઘઉંનાં જનીન બંધારણમાં છે. અન્ય જાતોની તુલનામાં આ 3.8 % થી 12 % વધારે ઉત્પાદન આપે છે. તેની 1 હેક્ટરે શ્રેષ્ઠ 75.5 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન આપે છે. સરેરાશ ઉત્પાદન 57 ક્વિન્ટલ છે.

12.0 % પ્રોટીન સામગ્રી, પીળા રંગદ્રવ્યો 5.7 પીપીએમ તેમજ આયર્ન 42.1 પીપીએમ તથા ઝીંક 42.8 ppm જેવાં અનેક આવશ્યક પોષક તત્વો છે. પાસ્તા, સોજી, પોરીજ, રોટલી માટે આ ઘઉંની સારી જાત છે.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ રાજ્યની આબોહવા આ ઘઉં માટે અનુકૂળ છે. પાક 115-125 જેટલાં દિવસમાં તૈયાર થાય છે. ઓછી પાણીએ થતી જાતને 3થી 5 પાણી પૂરતાં છે. પહેલી સિંચાઈ વાવણીનાં 25 થી 30 જેટલા દિવસમાં, બીજી સિંચાઈ વાવણી બાદ 60 થી 70 જેટલા દિવસમાં તેમજ ત્રીજી સિંચાઈ વાવણી બાદ 90 થી 100 જેટલા દિવસમાં આપવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post