જે વ્યક્તિ વારંવાર અને કાયમી શરદીથી પીડાઈ રહ્યા છે એ લોકો આ લેખ ખાસ વાંચે

Share post

સામાન્ય રીતે આપણે લોકો વ્યવહારમાં ‘શરદી’ શબ્દ બોલીએ છીએ તેને આર્યુવેદમાં ‘પ્રતિશ્યાય’ કહેવામાં આવે છે. અમુક લોકોને શરદી બારેમાસ રહેતી હોય છે. પરંતુ ઋતુ પરિવર્તન ના કારણે શરદીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. જોકે શરદી એક સામાન્ય રોગ છે પરંતુ તે જો ઉગ્ર સ્વરૂપે પ્રગટ થઈ જાય તો તે ખૂબ જ કષ્ટદાયક બની જાય છે.

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેના કારણે શરદી નો રોગ મોટાભાગના લોકોમાં જોવા મળી રહ્યો છે. જેમને ક્યારેય શરદી ન થતી હોય એવી હજારમાં માત્ર એક વ્યક્તિ મળી શકે છે. જ્યારે અમુક વ્યક્તિઓને તો હવામાનમાં થોડાક પણ ફેરફાર થાય અથવા ઠંડા આહારનો ઉપયોગ કે એર કન્ડીશનર ના કારણે તરત જ શરદી થઈ જતી હોય છે.

સાયન્સ નું કહેવું છે કે, શરદી ની કોઈ વિશેષ પ્રકારની દવાઓ હોતી નથી. મોટાભાગના લોકોને એલર્જીના કારણે શરદી થતી હોય છે. શ્વાસમાં જતાં પરાગ કણો અથવા કેમિકલના દ્રવ્યોથી એલર્જી થતી હોય છે. આવા દ્રવ્યોથી એલર્જી વાળા લોકો એ દૂર જ રહેવું જોઈએ.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, મળ મૂત્ર તથા ભૂખ, તૃષા, આંસુ, બગાસું, છીક વગેરે શરીરના સ્વાભાવિક વેગોને રોકવાથી શરદી ઉત્પન્ન થઇ શકે છે. આ ઉપરાંત ઋતુના પરિવર્તન થી, ધુમાડો રાજકારણ વગેરે નાકમાં જવાથી, બરફનું પાણી પીવાથી અથવા તેનાથી નહાવાથી શરદી થઇ શકે છે. આ ઉપરાંત માથાનો દુખાવો કે માથું ભારે થઈ જવું કળતર અને તાવ વગેરે શરદીનાં લક્ષણો છે.

શરદી ના લક્ષણો:
શહીદ થતા પહેલા સૌપ્રથમ સતત એકધારી છિકો ઉપર છીકો શરૂ થઈ જાય છે. માથું કફ થી ભારે થઇ જાય છે. શરીર જકડાઈ જાય છે. સતત એકધારા બગાસા આવવા એ પણ શરદી પહેલા ના લક્ષણો છે. શરદી જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે તેને આયુર્વેદમાં દુષ્ટ પ્રતિશ્યાય કહેવામાં આવે છે. જેમાં વારંવાર નાકમાંથી પુષ્કળ દ્રવ્ય કફનો સ્ત્રાવ થાય, નાક સતત બંધ રહે અને ગંધની અનુભૂતિ થતી નથી.

શરદી માટેના આયુર્વેદ ઉપચાર:

ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે. ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે. સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે. નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે. રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે. આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે. રાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે. ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે. ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે. મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે. પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે. કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે. હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તરત જ મટે છે. રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે.

કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે. ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે. ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે. લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવાથી શરદી સળેખમ મટે છે. સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્‍ફૂ‍ર્તિ જળવાઈ રહે છે.

સૂંઠ, તેલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે. સાકરનો બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે. તુલસીનાં પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે. તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ મટે છે. તુલસી, સૂંઠ, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગમે તેવી શરદી મટી જાય છે. ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…