સમગ્ર વિશ્વમાં ગૌમાતાને આગવી ઓળખ અપાવવા સરકાર દ્વારા શરુ કરવામાં આવશે ખાસ આ યોજના

Share post

મધ્યપ્રદેશની સરકાર દ્વારા ગાયોના સંવર્ધન તથા સંરક્ષણ માટે ‘કાઉ કેબિનેટ’ની રચના કરવામાં આવી છે ત્યારે ગુજરાતને ગાય આધારિત પ્રવાસન કેન્દ્ર બનાવવા માટે કેન્દ્રીય કામધેનુ આયોગ દ્વારા એક યોજના બનાવવામાં આવી છે. આ યોજનાના ભાગરૂપે રાજ્યની ગૌશાળાઓ તેમજ આણંદ જિલ્લાના ધર્મજમાં આવેલ ગૌચર લેન્ડનો ટુરિસ્ટ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભ કથિરીયાએ કહ્યું છે કે, ભારત સરકારના પ્રયત્નથી ગાય આધારિત પ્રવાસન કેન્દ્ર ઉભા કરવાની યોજના બનાવવામાં આવી છે. હાલમાં કોરોનાને ધ્યાનમાં રાખી સરકીટ બનાવવાનું કાર્ય સ્થગિત કરી દેવામાં આવ્યું છે પરંતુ કોરોના સમાપ્ત થયા બાદ ગુજરાતમાં ગાય આધારિત ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.

એમણે જણાવ્યું છે કે, ભારતમાં વિવિધ પ્રકારની ગાયો જોવા મળે છે. આ રૂટમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ તેમજ ગોવાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ ગાયોની વિવિધ જાતિ રહેલી છે કે જે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વહેંચાયેલી છે. ગુજરાતમાં કુલ 800થી પણ વધુ ગૌશાળાઓ છે. જેનો સમાવેશ પ્રવાસનના રૂટમાં કરવામાં આવશે.

કથિરીયાએ જણાવ્યું કે, આપણે વિવિધ વિભાગને પ્રવાસનના નકશામાં જોઇએ છીએ પરંતુ હવે કાઉ ટુરિઝમ પણ આવી રહ્યું છે. વિદેશના પ્રવાસીઓ તથા વિદ્યાર્થીઓ માટે એક સંશોધનનો વિષય બની રહેશે. ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં ગૌશાળાઓ મોજૂદ છે. આની ઉપરાંત એવા પશુપાલકો છે કે, જેઓની મુખ્ય રોજીરોટી પશુપાલન છે. નેશનલ રૂટમાં ગૌશાળાઓને પણ આવરી લેવામાં આવી છે.

ગુજરાતમાં એશિયાટીક લાયન એક સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે એમ હવે રાજ્ય તથા દેશ ગાય માટેનું આકર્ષણનું કેન્દ્ર બને તે હેતુથી કેન્દ્ર સરકાર ‘કાઉ ટુરિઝમ’ શરૂઆત કરવા માટે જઇ રહ્યું છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં આવેલ ગૌશાળાઓ આયોગને ગાય માટેનું ટુરિઝમ શરૂ કરવાનો વિચાર આવ્યો છે. વલ્લભ કથિરીયાએ જણાવ્યું કે, ગાયોના સંરક્ષણ માટેનું જ્ઞાન આપતું ટુરિઝમ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શરૂ થવા માટે જઈ રહ્યું છે.

ગાય માતાની તમામ ચીજ એટલે કે, દૂધ, ગૌમૂત્ર તેમજ છાણના ઉપયોગ તથા ફાયદા વિશે ટુરિસ્ટને જાણ કરવામાં આવશે. ગુજરાતની એવી કેટલીક ગૌશાળાનો પણ આયોગ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. ગુજરાતની મુલાકાતે આવતા ટુરિસ્ટને આવી ગૌશાળાઓ બતાવવામાં આવશે. ગુજરાતમાં ‘કાઉ ટુરિઝમ’ માં કુલ 2 દિવસની ટૂર રાખવાનું વિચાર કરવામાં આવ્યો છે.

ગાયના દૂધ, ગૌમૂત્ર તેમજ છાણમાંથી બનાવવામાં આવતી પ્રોડક્ટ્સ તથા દવાઓની ટુરિસ્ટને જાણ કરવામાં આવશે. આ આઇડિયાની પાછળ ઇકોનોમિક આસ્પેક્ટ પણ રહેલો છે. આ ટુરિઝમ થકી જે આવક થશે તેને ગૌશાળા તથા ગાયોના વિકાસ માટે વાપરવામાં આવશે. કથિરીયાએ કહ્યું કે, ટુરિસ્ટને સમગ્ર ગુજરાતની ટ્રીપ કરાવવામાં આવશે.

ગૌશાળાની ઉપરાંત ગૌચર લેન્ડ કે, જે આણંદ જિલ્લામાં આવેલ ધર્મજમાં છે એનો પણ ટુરિસ્ટ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની અમદાવાદ, રાજકોટ તથા ભૂજની જેલમાં ગાય માટેના શેલ્ટર બનાવવામાં આવ્યા છે એને પણ ટુરિસ્ટને બતાવવામાં આવશે. જે લોકોને ભારતના મુખ્ય રાજ્યોમાં ગૌ પ્રવાસન જોવું હોય એમની માટે ખાસ પેકેજ ટૂરનું આયોજન કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post