fbpx
Thu. Sep 19th, 2019

મોદી સરકાર ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી મહિને 3000 રૂપિયા પેન્શન આપશે- આ રીતે મેળવો લાભ

ગુરુવારે ઝારખંડના રાંચી શહેરથી પોતાની સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કિસાન માનધાન યોજનાની જાહેરાત કરી છે. યોજનાની જાહેરાત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક ખેડૂતોને પેન્શનનું કાર્ડ પણ સોપ્યુ હતું જેમાં દેશના કેટલાક રાજ્યના ખેડૂત શામેલ હતા.

જાણો માનધાન યોજના શું છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં આ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ આગામી 3 વર્ષમાં 5 કરોડ લધુ સીમાંત ખેડૂતોને લાભ પહોચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા મહિનાની પેન્શન આપવામાં આવશે.

આ યોજના સાથે જોડાયેલા ફંડના મેનેજમેન્ટની જવાબદારી સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) પાસે હશે. યોજના અંતર્ગત ખેડૂતોને દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા જમા કરાવવા પડશે. આ યોજનામાં સરકાર તરફથી ખેડૂતોની રકમ બરાબર રકમ જમા કરાવવામાં આવશે.

યોજનાની ખાસ વાત એ છે કે પીએમ કિસાન યોજના હેઠળ અન્ય સ્કીમના આવનારા પૈસા પણ સીધા આ પેન્શન સ્કીમમાં ટ્રાન્સફર કરી શકાય છે. માનધન ખાતામાં પૈસા જમા કરાવવાની સુવિધા કોમન સર્વિસ સેન્ટર પર હશે. આ યોજનામાં ખેડૂતની સાથે તેમની પત્ની પણ જોડાઈ શકશે. જો 60 વર્ષ પહેલા ખેડૂતનું અવસાન થાય તો પેન્શનની રકમ તેમની પત્નીને મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…