વલસાડના બે પટેલ ખેડૂતભાઈ આ ખાસ પદ્ધતિથી ખેતી કરીને એક જ મહિનામાં કમાયા લાખો રૂપિયા

Share post

હાલમાં મોટાભાગનાં ખેડૂતો કઈક નવું જ કરી બતાવવા માંગતા હોય છે. આવી જ એક જાણકારી સામે આવી રહી છે.  ખેડૂતો માટે રૂપિયા છાપતી એક ખેતી તમારી રાહ જોઈ રહી છે. ખેતીમાં તમારી પરંપરાગત ખેતીની સાથે જ તમે એક નવીન ખેતીનો પ્રયોગ કરી શકો છો આ ખેતી તમારી પરંપરાગત ખેતીની સાથે જ કરી શકો છો. ફક્ત 20,000 રૂપિયાનું રોકાણ કરીને તમે કરોડો રૂપિયાની ખેતી કરી શકો છો.

મોતીની ખેતી માટે સરકાર સહાય પણ આપી રહી છે. ગુજરાતમાં આવેલ વલસાડના 2 ખેડૂતે પણ છેલ્લા 3 વર્ષથી સફળ મોતીની ખેતી કરી છે. મોતીની ખેતી કરવાં માટે સરકાર લોન આપે છે, તો કેટલીક સરકારી સંસ્થાઓ આ અંગેની તાલીમ પણ આપે છે, મોતીની ખેતી નાના પાયે પણ શરૂ કરી શકાય છે. નવસારીમાં આવેલ વલસાડમાં તો આવી ખેતી થાય છે.

વલસાડમાં આવેલ જોરાવસા ગામમાં અનિલ પટેલ તથા હિરેન પટેલ નામના ખેડૂત મત્સ્ય ઉદ્યોગ તથા અન્ય ખેત ઉત્પાદનોની સાથે જ મોતીની પણ ખેતી કરી રહ્યા છે. તેમણે છેલ્લા 3 વર્ષથી આ ખેતી કરી છે. આની સાથે જ એમાંથી સારી એવી કમાણી પણ કરી છે. મોતીની ખેતી કરવા માટે કુલ 500 સ્ક્વેરફૂટમાં તળાવ બનાવવાનું હોય છે. તળાવમાં તમે 100 છીપ ઉગાડીને મોતીના ઉત્પાદનની શરૂઆત કરી શકો છો. પ્રત્યેક છીપની માર્કેટમાં કિંમત 25 રૂપિયા સુધીની હોય છે. છીપની ખેતી કરવા માટે સ્ટ્રક્ચર સેટ-અપનો ખર્ચ માત્ર 12,000 રૂપિયા થાય છે. પાણીનો ખર્ચ માત્ર 1,000 રૂપિયા અને 1,000 રૂપિયા અન્ય સાધનો ખરીદવા પાછળ થાય છે.

શું કહે છે ખેડૂત અનિલ પટેલ અને હિરેન પટેલ :
અમે છેલ્લા 3 વર્ષથી મોતીની ખેતી કરી રહ્યાં છીએ. આ વખતે મે કુલ 7,000 છીપનું વાવેતર કર્યું છે. સામાન્ય રીતે તળાવમાં મોતીની ખેતી કરી શકાય છે પરંતુ અમે આ વખતે 5 એકર જમીનમાં આ ખેતી કરી છે. આની માટે અમે મહારાષ્ટ્રમાં આવેલ નાગપુરની ઈન્સ્ટીટ્યુટમાં ખાસ ટ્રેનીગ લીધી છે. અમે ફિશરીંગનો વ્યવસાય કરીએ છીએ. આની સાથે ખેતી પણ કરીએ છીએ.

હવે મીઠા પાણીમાં મોતીની પણ ખેતી કરીએ છીએ. ઓડિસ્સામાં આવેલ ભુવનેશ્વરની છીપા ઈન્સ્ટીટ્યુટમાં પણ આ અંગેની તાલીમ આપવામાં આવે છે. આ અંગે સરકારી સહાય તેમજ સબસિડિ પણ મળે છે. જો કે, અમે હજુ સુધી તેનો લાભ લીધો નથી પરંતુ અમને મોતીની ખેતીમાં સારૂ એવું વળતર મળી રહે છે. અમે આ ખેતીને વિસ્તારવા માંગીએ છીએ. આની માટે તાલિમની ખાસ જરૂર રહે છે.

લાખોથી શરૂ થતી આવક કરોડો સુધી પહોંચશે :
ખેતીની શરૂઆત કરવા માટે 20 મહિના પછી એક છીપમાંથી એક મોતી તૈયાર થાય છે, જેની બજારમાં કિંમત કુલ 300 રૂપિયાથી લઈને કુલ 1,500 રૂપિયા સુધીની હોય છે. આની સાથે જ સારી ગુણવત્તા તેમજ ડિઝાઈન ધરાવતા મોતીની કુલ 10,000 રૂપિયા સુધીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળી રહે છે. જો આ રીતે એક મોતીની કિંમત તમે અન્સજે 800 રૂપિયા પણ માનો છો તો તે સમયગાળા દરમિયાન કુલ 80,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. છીપની સંખ્યા તથા સંશાધનો વધારીને વધારે કમાણી પણ કરી શકો છો.

દર મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી :
જો તમે 2,000 છીપનું ઉત્પાદન કરો છો તો તેની પાછળ અંદાજે 2 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, તો તે હિસાબે તમે 15થી 20 મહિના ઉત્પાદન પર દર મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તમારે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે, મોતી ઉત્તમ ગુણવત્તાનાં હોવા જોઈએ.

ક્યાંથી મળશે બીજ?
મોતીની ખેતી કરવાં માટે તમારે સૌથી પહેલાં સારા વૈજ્ઞાનિક પાસેથી તાલીમ લેવાની જરૂર પડે છે, જે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…