જેની વિદેશોમાં મોટા પ્રમાણમાં માંગ રહેલી છે એની ખેતીમાંથી જ ઘરઆંગણે આ ખેડૂતભાઈ કરે છે લાખોની કમાણી

Share post

હાલમાં ખેતીક્ષેત્રને લઈ એક જાણકારી સામે આવી રહી છે. જો તમને એવું લાગતું હોય કે, મોતી માત્ર સમુદ્રના છીપમાંથી જ મળી આવે છે તેમજ ત્યાં જ ઉત્પન્ન થાય છે તો તમારી ધારણા તદ્દન ખોટી છે. કારણ કે, કેરળમાં આવેલ કાસરગોડ વિસ્તારમાં એક ખેડૂત છેલ્લા બે દાયકાથી ડોલમાં મોતીની ખેતી કરી રહ્યો છે. 65 વર્ષીય K.J. માથચન તળાવમાં કુલ 50થી વધુ ડોલમાં મોતીની ખેતી કરી રહ્યાં છે.

જેમાંથી મોટાભાગના મોતી તેઓ ઑસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, કુવૈત તથા સ્વિટ્ઝરલેન્ડમાં નિકાસ કરી રહ્યાં છે. જેથી તેઓ દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. માથચન સાઉદી અરેબિયામાં આવેલ ઢરાનમાં કિંગ ફહદ યુનિવર્સિટી ઑફ પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સમાં દૂરસંચાર વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી. આ દરમિયાન તેમને અમારકો ઑઇલ કંપની તરફથી એક અંગ્રેજી અનુવાદક તરીકે ચીન જવા માટેનો મોકો મળ્યો હતો.

આ અંગે માથચન જણાવે છે કે, ચીનના પ્રવાસ વખતે વૂશીમાં આવેલ દંશુઈ મત્સ્ય સંશોધન કેન્દ્રની મુલાકાત લેવા માટે ગયો હતો. મત્સ્ય પાલન એક એવું ક્ષેત્ર હતું કે, જેમાં મને શરૂઆતથી જ રુચિ રહી હતી. જેથી મેં તેના વિશે વધુ જાણકારી મેળવવાની શરૂઆત કરી હતી. આ અંગે જાણવા મળ્યું હતું કે, મોતીના ઉત્પાદન વિશે ડિપ્લોમા કોર્ષ ચાલી રહ્યો છે. મને આ કંઈક નવું લાગ્યું હતું. જેથી મેં તેમાં પ્રવેશ મેળવવાનો નિર્ણય લીધો હતો.

માથચન થોડા દિવસો બાદ પોતાની નોકરી છોડી દીધી હતી. ત્યારપછી તેઓ ડિપ્લોમા કરવા માટે ચીન ગયા હતા. તેમનો કોર્ષ માત્ર 6 મહિનામાં પૂર્ણ થઈ ગયો હતો. તેઓએ વર્ષ 1999માં પોતાના તળાવમાં મોતીની ખેતી કરવાની શરૂઆત કરી હતી. આ અંગે તેઓ જણાવતાં કહે છે કે, આ એક ઉતાવળે લેવામાં આવેલ નિર્ણય હતો. કેટલાંક લોકો તેમના આ નિર્ણયની ટીકા કરી રહ્યાં હતા.

જો કે, મને વિશ્વાસ હતો કે, હું જે કરી રહ્યો છે તેનાથી એક દિવસ સારી એવી કમાણી થશે. આ હું તેમાં આગળ વધતો ગયો હતો. ત્યારપછી માથચન મહારાષ્ટ્રમાં આવેલ પશ્ચિમ કિનારાથી વહેતી નદીઓમાંથી છીપ લાવ્યા હતા. ત્યારપછી ઘર આંગણે જ ઉછેર કરવા લાગ્યા હતા. માત્ર 18 મહિનાની ખેતી પછી તેમને કુલ 50 ડોલ મોતી મળ્યા હતા.

માથચન જણાવે છે કે, શરૂઆતમાં અંદાજે 1.50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ સમયે અંદાજે 4.5 લાખ રૂપિયાના મોતીઓનું ઉત્પાદન કર્યું હતું. આ રીતે મને 3 લાખ રૂપિયાનો ફાયદો થયો હતો. ત્યારપછી આ બિઝનેસ આગળ વધતો ગયો હતો. હવે તો મેં ખેતી શીખવા માંગતા લોકોને શિક્ષણ આપવાનું લાઇસન્સ પણ મેળવી લીધું છે.

કેવી રીતે થાય છે ખેતી?
માથચન જણાવે છે કે, મોતીના કુલ 3 પ્રકાર હોય છે કે, જેમાં કુત્રિમ, પ્રાકૃતિક તથા સંવર્ધિતનો સમાવેશ થાય છે. હું છેલ્લા 21 વર્ષથી સંવર્ધિત મોતીની ખેતી કરી રહ્યો છું. આની ખેતી કરવી ખુબ આસાન છે. કારણ કે, ભારતમાં તાજા પાણીના છીપ આસાનીથી મળી રહે છે. તેઓ નીદીઓમાંથી લાવવામાં આવેલ છીપને ખૂબ સાવધાની પૂર્વક ખોલવામાં આવે છે.

ત્યારબાદ તેમને એક જીવાણુ યુક્ત મેષ કન્ટેનરમાં 15-20 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીમાં ડૂબાડી દેવામાં આવે છે. માત્ર દોઢ વર્ષમાં નાભિક મોતીના છીપમાં કેલ્શિયમ કોર્બોનેટ એકત્ર કરીને મોતીની એક થેલી બનાવવામાં આવે છે. જેના પર કોટિંગની કુલ 540 પરત હોય છે ત્યારે જઈને એક ઉત્તમ મોતી બનાવવામાં આવે છે. મોટા ભાગના મોતીને ઑસ્ટ્રેલિયા, કુવૈત, સાઉદી અરેબિયા તથા સ્વિટ્ઝરલેન્ડમાં નિકાસ કરવામાં આવે છે. આ જગ્યાઓ પર સંવર્ધિત મોતીઓની ખૂબ માંગ રહેલી છે.

ભારતનાં માર્કેટમાં મોટાભાગે કૃત્રિમ મોતી ઉપલબ્ધ રહેલાં છે. આ મોતી સિન્થેટિક કોટિંગને લીધે સાચા જેવા જ લાગે છે. આ જ કારણે તે સસ્તા પણ હોય છે. એક સાચા મોતીની કિંમત અંદાજે 360 રૂપિયા/કેરેટ એટલે કે, 1800 રૂપિયા પ્રતિગ્રામ હોય છે. માથચને પોતાના ઘરની પાછળના ભાગમાં જથ્થાબંધ ઉત્પાદન કરવાં માટે એક કુત્રિમ ટેન્ક બનાવી છે. હાલમાં માથચન સ્થાનિક લોકોની મદદથી ખેતી કામની ઉપરાંત મોતીની ખેતીમાં રસ ધરાવતા લોકોને આ અંગે ટ્રેનીગ પણ આપવામાં આવી રહી છે.

લૉકડાઉન વખતે શરુ કર્યાં ઓનલાઇન ક્લાસ:
કોરોનાને લીધે અંદાજે એક વર્ષથી માથચનનો વેપાર મંદ પડી ગયો છે. જો કે, તેમણે પોતાના ક્લાસને ઑનલાઇન શરૂ રાખ્યા હતા. તેઓ પોતાના અનોખા બિઝનેસ આઇડિયાને લીધે લોકોનું ખૂબ ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. હાલમાં માથચનની ખેતીઓ ખૂબ લોકપ્રિયતા મેળવી છે. આ જ કારણ છે કે, કેરળની કેટલીક યુનિવર્સિટી તેમજ ત્યાં સુધી કે કર્ણાટકના મત્સ્ય વિભાગના વિદ્યાર્થીઓએ તેમના ફાર્મની મુલાકાત લીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post