Sat. Apr 4th, 2020

ટેક્સ આપો, આશીર્વાદ લઇ જાવ, આ જગ્યાએ કિન્નરો નીકળ્યા 11 કરોડની ઉઘરાણી કરવા

Loading...
Share post

ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી હોલ્ડિંગ ટેક્સ વસૂલવાની નવી રીત અપનાવી છે.ભુવનેશ્વર મહાનગરપાલિકાએ(BMC) કિન્નરોની એક ટીમ બનાવી છે, જેથી તે ડિફોલ્ટર લોકો પાસેથી ટેક્સ વસૂલી શકે.

BMCના આ કામમાં ટીજી સ્વીકૃત સેલ્ફ હેલ્પ ગ્રુપ મદદ કરી રહ્યું છે. કિન્નરોની આ ટીમમાં કુલ 10 કિન્નર છે. જે લોકોને ટેક્સ ભરવાનો બાકી છે તેની પાસેથી વસુલી કરી રહ્યા છે. જ્યારે પણ આ લોકો જાય છે તો તે લોકોને કહે છે કે ટેક્સ આપો અને આશીર્વાદ લો.

Loading...

કિન્નરોની આ ટીમને 3 મહીના સુધી ટેક્સ વસૂલવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. જેથી તેઓ POS મશીન ચલાવી શકે. બીએમસીએ ટીમને નવો યુનિફોર્મ આપ્યો છે, નવા આઈ કાર્ડ અને પેટ્રોલના પૈસા પણ આપ્યા છે. તેમની સાથે નગરપાલિકાનો એક કર્મચારી પણ રહે છે.

BMCએ આ પ્રયત્ન એટલા માટે શરૃ કર્યો કારણ કે કિન્નરો સાથે લોકો કોઈ પણ પ્રકારની માથાકૂટ નથી કરતા.હવે આ સ્પેશિયલ ટીમ દર મહિને 5 તારીખે રિપોર્ટ આપશે કે તેમણે કેટલા રૂપિયાની વસૂલી કરી છે.

BMCએ કહ્યું કે જો મહિનામાં આ સ્પેશિયલ ટીમ 40 લાખ રૂપિયાની વસૂલી કરે છે તો તેમને એક ટકા રકમ કમીશન આપવામાં આવશે. જો વસૂલી 40 લાખ અને 60 લાખ વચ્ચે હોય છે તો તેમને 1.5 ટકા કમિશન આપવામાં આવશે. 60 લાખથી વધારે વસૂલી થશે તો 2 ટકા કમિશન આપવામાં આવશે.

ટિજી સ્વીકૃત સેલ્ફ હેલ્પ ગ્રુપની પ્રેસિડેન્ટ કિન્નર મેઘના સાહુએ જણાવ્યું કે BMCએ અમને આ ચાન્સ આપી ખૂબ સારું કર્યું છે. અમે આ બહાને રાજ્ય સરકાર અને BMC માટે કંઈક કામ કરી શકીશું.

BMCના એડિશનલ કમિશનર સુરથ ચંદ્ર મલિક એ અભિયાન વિશે કહ્યું કે આ એક અનોખી રીત છે. અમારે કુલ 11 કરોડ રૂપિયા લેવાના Bછે. અમે આ ગ્રુપને અમારી સાથે ભેળવ્યું છે. આ ગ્રુપને વસૂલી કરી આપશે તો અમે તેમના ખુબ ખુબ આભારી રહીશું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……

Loading...
Loading...