પટેલ ખેડૂત ભાઈએ ચાલુ કરી અંજીરની ખેતી- માત્ર ચાર વીઘામાં રોપ્યા 1000 રોપા અને કમાયા લાખ્ખો રૂપિયા

Share post

હાલમાં ઘણા ખેડૂતો ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પાકો તેમજ ફળોની ખેતી કરીને ભારતના ખેડૂતો ખાસ કરીને તો ગુજરાત રાજ્યના ખેડૂતો કમાણી કરી રહ્યા છે. હૈદરાબાદ તથા મહારાષ્ટ્રમાં જોવા મળતી અંજીરની ખેતી બનાસકાંઠા જિલ્લામાં આવેલ અમીરગઢ તાલુકાનાં ખેડૂતે જિલ્લામાં પહેલીવાર ખેતીનો પ્રયોગ કર્યો છે.

જેમાં ખેડૂતે માત્ર 4 વિઘામાં કુલ 1,000 રોપા અંજીરનું વાવેતર કર્યું છે. જેનું ઉત્પાદન કુલ 9 મહિના દરમિયાન થાય છે. અમીરગઢ તાલુકામાં આવેલ એકલડી ફાર્મમાં છગનભાઈ દેવજીભાઇ પટેલ પરંપરાગત રીતે ખેતી કરી રહ્યા હતાં. જો, કે તેઓએ પરંપરાગત ખેતીથી કંઈ જ જુદું કરવાનું વિચારતાં તેઓએ અંજીરની ખેતી કરવાનું વિચાર્યું હતું તેમજ પોતાની માત્ર 4 વીઘા જમીન પર અંજીરની ખેતી કરવાનો સમગ્ર જિલ્લામાં પહેલી વાર પ્રયત્ન કર્યો હતો.

જો, કે જગનભાઈની આ ખેતીના પ્રયોગ નિહાળવા તેમજ જાણવા માટે તાલુકા સહિત જિલ્લાના ઘણા પ્રગતિશીલ ખેડૂતો આવે છે, એવું ખેડૂતોએ જણાવતાં કહ્યું હતું. હૈદરાબાદથી અંજીરના રોપા લાવ્યાં. આ બાબતે ખેડૂત છગનભાઈ પટેલએ જણાવતાં કહ્યું હતું, કે મેં કુલ 4 વીઘા જમીન પર અંદાજે કુલ 1,000 જેટલા રોપા હૈદરાબાદથી લાવીને વાવેતર કર્યું છે.

વીઘા દીઠ કુલ 50,000 રૂપિયાનો કુલ 9 મહિના દરમિયાન ખર્ચ થાય છે. જો, કે હજુ સુધી ઉત્પાદન વેચાણ કરેલું ન હોવાથી ખર્ચનો હિસાબ મળ્યો છે, પરંતુ વળતર કેટલું છે એ જાણી શકાયું નથી. અહીં નોંધપાત્ર છે, કે અંજીરની ખેતી વાવણી અને  નીકળ્યા બાદ 9 માસ તેનું ઉત્પાદન મળે છે તેમજ 10 વર્ષ સુધી આ પાક પરથી ઉત્પાદન લઈ શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post