આ પટેલ દંપતીએ લગ્નનો ખર્ચ બચાવી એવું કામ કર્યું કે આખું ગામ ઝળહળી ઉઠ્યું

Share post

આ કોરોનાએ તો જીવવાનું હરામ કરી દીધું છે. એકતરફ બધી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે અને બીજી તરફ લોકો બેફામ બહાર ફરી રહ્યા છે. કોરોના વચ્ચે લગ્નગાળો પણ ખીલી ઉઠ્યો હતો. કોરોના વચ્ચે પણ ઘણા પ્રેમીપંખીડાઓને લગ્ન કર્યા હતા. પણ આ પટેલ દંપતીએ કઈક નવો જ વિચાર કર્યો અને લગ્નના પૈસા બચાવ્યા અને સારા કામે લગાવ્યા.

વેશ્વિક કોરોના મહામારીએ દુનિયાના દરેક લોકોના અનેક રીત રીવાજોને બદલી નાંખ્યા છે. લગ્નથી માંડીને મરણ સુધીના તમામ રિવાજોને કોરોના મહામારીએ બદલી નાખ્યા છે, કોરોના કાળ વચ્ચે ગુજરાતના આણંદ જિલ્લાના ઝારોલા ગામના પટેલ દંપતીએ લોકડાઉન વચ્ચે સાદાઈથી લગ્ન કરી લગ્નનો ખર્ચ બચાવ્યો હતો. અને ગામના એક હજાર ગરીબ પરીવારોને LED ટ્યુબલાઇટ ભેટ આપી હતી. અને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ સારા વિચાર અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આજના ટેકનોલોજી અને આધુનિક યુગમાં લોકો લગ્ન પ્રસંગમાં લાખો કરોડો રૂપિયા પાણી જેમ વાપરી નાખતા હોય છે. પરંતુ આણંદના ઝારોલા ગામના એક યુવકે સમગ્ર લગ્ન સાદાઈથી કરી સમાજમાં રહેતા બીજા ઘણા લોકોની જીવનની સમસ્યાઓના આ રીતે ઉકેલ લાવવા અનોખી પહેલ કરી હતી. કોરોનાથી મળેલા લોકડાઉનના સમય વચ્ચે બોરસદ તાલુકાના ઝારોલા ગામના રહેવાશી સચીન પટેલે પોતાના લગ્ન એકદમ સાદાઈપૂર્વક યોજ્યા હતા અને પૈસાનો બચાવ કર્યો હતો.

આ લગ્ન પ્રસંગને નવદંપતીએ ખોટા અને નકામા ખર્ચ પાછળ પૈસા ન ખર્ચી અને બીજાના જીવનમાં પ્રકાશ પથરાય તે માટે વિચારી ગામના ગરીબ પરિવારોને LED ટ્યુબલાઇટ વહેચવાનું આયોજન કર્યું હતું. આ નવપરણિત યુગલે લોકડાઉનના કપરા સમયમાં ઝારોલા ગામ અને તેના સીમ વિસ્તારમાં આવેલા રાવપુરા અને ખેતરોમાં રહેતા એક હજાર પરિવારોને એલઈડી ટ્યુબલાઇટ વિતરણ કરી છે અને તેઓના જીવનમાં પ્રકાશ પાથરવાનું આ ભગીરથ કાર્ય કર્યું હતું.

ગુજરાતના આણંદમાં કોરોનાથી મળેલા લોકડાઉનને કારણે કેટલાય લોકોના ઘંધાપાણી બંધ થઇ ગયા છે અને લોકોને વીજ બિલ ભરવામાં પણ ખુબ તકલીફો પડી રહી છે. ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં ઝારોલાના એક નવ વિવાહિત દંપતિએ વીજબિલ માફીએ સમાધાન નહીં પરંતુ ઓછું વિજબિલ આવે તે માટે પોતાના લગ્ન પ્રસંગમાં ગરીબ પરિવારોને 20 વોલ્ટની એક હજાર એલઈડી ટ્યુબલાઈટ વિતરણ કરી અન્યના જીવનમાં નવો પ્રકાશ પાથરવાનું સ્તુત્ય પગલું ભર્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post