હવે તત્કાલ પાસપોર્ટ માત્ર ત્રણ દિવસમાં જ આવી જશે ઘરે, જાણો આ પ્રોસેસ

Share post

શું તમે પાસપોર્ટ કઢાવવા જઈ રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તત્કાલ પાસપોર્ટ ની નોંધણી કરાવ્યાના ત્રણ દિવસ બાદ ઘરે પહોંચી જશે. આવામાં સામાન્ય પાસપોર્ટ નો સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે, જે ૧૧ થી ૧૫ દિવસમાં ઘરે પહોંચી જશે. પોલીસ પણ ૪૮ કલાકમાં તમારા ઘરનું વેરિફિકેશન કરશે.જો પોલીસ પોતાનો રિપોર્ટ નહીં આપે તો પાસપોર્ટ વિભાગ રાહ નહીં જુએ.

પાસપોર્ટ જલ્દી બનાવવા માટે બરેલી મંડળને પણ કાનપુર પાસપોર્ટ સેવા કેન્દ્ર સાથે જોડવામાં આવ્યું છે. ત્યાંના લોકો ચાહે તો કાનપુરમાં પણ પોતાની એપોઇન્ટમેન્ટ નો વિકલ્પ પસંદ કરી શકે છે.પાસપોર્ટ બનાવવામાં કોઈને મુશ્કેલી ન પડે તેના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તત્કાલ પાસપોર્ટ ના આવેદન ઉપર પછીના દિવસે જ અપોઈન્ટમેન્ટ તમને કોઈ પણ પરિસ્થિતિમાં મળી જશે.

વેબસાઈટ ઉપર તત્કાલ ની નોંધણી કરાવ્યા બાદ પોલીસે પણ સુચના એ સમયે જ મળશે. પોલીસ વેરિફિકેશન થાય કે ન થાય ત્રણ દિવસ પછી પાસપોર્ટ ઘરે પહોંચી જશે. એ અલગ વાત છે કે પોલીસ વેરિફિકેશન માં ખરાબ રીપોર્ટ આવી તો પાસપોર્ટ એ સમયે બ્લોક કરવામાં આવશે.સાથે જ આ વાતની જાણકારી આવેદન કર્તા ના ફોન પર આપવામાં આવશે.

કાનપુર પાસપોર્ટ સેવા કેન્દ્ર માં અલ્હાબાદ પછી બરેલી મંડળને જોડવામાં આવ્યા છે. ત્યાંના લોકો અહીંયા આવીને પણ નોકરી કરવા દરમ્યાન કાનપુર કેન્દ્રમાં પાસપોર્ટની અપોઈન્ટમેન્ટ લઈ શકે છે.કાનપુર પાસપોર્ટ સેવા કેન્દ્ર નો રોજનો અપોઈન્ટમેન્ટ કોટા 450 કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રના એ પી ઓ મુકેશ કુમાર વર્મા ના જણાવ્યા મુજબ પાસપોર્ટ ને બનાવવામાં ઘરે પહોંચવા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.આનો લાભ તત્કાલ ની સાથે સામાન્ય પાસપોર્ટ માં પણ લોકોને મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post