fbpx
Tue. Oct 15th, 2019

છૂત અછૂત નો રિવાજ, મુસ્લિમોએ દલિતોના વાળ કાપવાની ધરાર ના પાડી…

મનુષ્ય ભલે ચંદ્ર પર પહોંચી ગયો હોય પરંતુ લોકો આજે પણ છૂટ ની માનસિકતા છોડવા માટે તૈયાર નથી. છુત અછૂત નો તાજો કિસ્સો ઉત્તરપ્રદેશના મુરાદાબાદ થાના ના ભોજપુર વિસ્તારનો છે. અહીંયા નાઈ સમાજ પોતાની દુકાનમાં દલિત સમાજના વાળ કાપવા અને દાઢી કરવા માટે તૈયાર નથી.

મુરાદાબાદ ના ખાના ભોજપુર ના ગામ પીપલસાણા ના દલિત એસ એસ પી મુરાદાબાદ પાસે ફરિયાદ લઈને પહોંચ્યા. તેઓએ જણાવ્યું કે ભેદભાવને લઈને તેમના ગામમાં વાળંદની દુકાનોમાં તેમના વાળ કાપવા માં નથી આવતા.આના પર એસપીએ ગંભીરતાથી ડીએમ સાથે વાતચીત કરી પોલીસ અને પ્રશાસન ના અધિકારીઓની ટીમ બનાવી તપાસનો આદેશ આપ્યો. દલિતો દ્વારા પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ બાદ બધા વાળ ની દુકાનો બંધ છે. તેનું કહેવું છે કે તે કોઈ પણ કિંમતે દલિતોના વાળ નહીં કાપે. તેઓનું કહેવું છે કે અને કોઈપણ દલિતને અમારી દુકાન પર વાળ કપાતા નથી જોયા.તેઓ વધુમાં કહે છે કે જો અમે દલિતોના વાળ રાખ્યું તો અમારા સમાજના લોકો અમારી દુકાન પર નહીં આવે. આ ઉપરાંત ઘણા લોકો ના આક્રમક તેવર પણ જોવામાં આવ્યા અને અપશબ્દ ના પ્રયોગો પણ કર્યા.

અન્ય મુસ્લિમ લોકોએ પણ સાથ આપ્યો.
પી પલસાણા ગામ ના નાઈ સમાજ ઉપરાંત અન્ય મુસ્લિમ લોકો પણ દલીતો ના વાળ કાપવા ઉપર વિરોધ કરતા નાઈ સમાજ સાથે જોવા મળ્યા છે અને દુકાનો બંધ નું સમર્થન કરતાં કહ્યું છે કે દલિત લોકો અત્યાર સુધી જ્યાં વાળ કપાવતા હતા ત્યાં જ કપાવે. બધા મુસલમાનોએ પોતાની વાતો કહી નહિ સમાજનું સમર્થન કર્યું. ગામની વધારે વસ્તી મુસ્લિમોની છે. મુસ્લિમોની પંચાયતના કહેવામાં આવ્યું કે અમારે અહીંયા પરિસ્થિતિ ખૂબ સારી છે પરંતુ નવું કામ ન થવું જોઈએ જેવું પહેલા થતું આવ્યું છે તેવું જ રહેવું જોઈએ કોઈપણ હાલતમાં વાતાવરણ ખરાબ થવા દેવામાં આવશે નહીં.

છૂત અછૂત ખતમ થાય: દલિત સમાજ

બીજી બાજુ આ વિસ્તારમાં થોડા અંતર માં રહેલા દલિત સમાજના લોકો આ મુદ્દા ઉપર સમાજ ની પંચાયત કરતા જોવા મળ્યા. સમાજના વડીલનું કહેવું હતું કે, અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ પરંતુ હવે છૂત અછૂત પૂરી થવી જોઈએ અને ગામની દુકાનમાં અન્ય લોકોની જેમ તમારા પણ વાળ કપાવા જોઈએ. અમારા બાળકો ના લગ્ન નથી થઈ શકતા સંબંધ બાબતે માહોલ બગડી ગયો છે અમારા બાળકોના નામ પૂછી વાળ કાપ્યા વગર જ દુકાને થી પાછા મોકલી દેવામાં આવે છે.

દલિતો નું કહેવું છે કે, બાળકો ભણી ગણી ગયા છે, જમાનો બદલાઈ ગયો છે, તેથી આ જૂની પ્રથા નથી બહાર નીકળીને જીવન જીવવું જોઈએ. બધા પ્રેમથી રહે છે એટલે બીજા લોકોની જેમ અમે લોકો પણ આ જ વિસ્તારની દુકાનમાં વાળ કપાવવા માંગીએ છીએ, આ બાબતે અમે પોલીસ સાથે વાત કરી હતી તેમણે અમને આશ્વાસન પણ આપ્યું હતું.

જણાવી દઈએ કે દલિત અને મુસલમાન વચ્ચે છૂતુ અછૂત નો આ મામલો ભલે પોલીસ પાસે પહોંચી ગયો હોય પરંતુ આ બંને પક્ષો પોતાની વાત ઉપર અડગ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…