ભારે વરસાદને કારણે જાંબુઘોડામાં મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 3 સભ્યના મોત

Share post

હાલમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં ગત રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાંબુઘોડામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને પગલે જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 4 સભ્ય દટાયા હતા. જે પૈકી 3 સભ્યના મોત થયા હતા. એક જ પરિવારના પિતા, પુત્ર અને દાદીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. જોકે પરિવારના એક સભ્યનો બચાવ થયો છે.

ભારે વરસાદને પગલે કાચુ મકાન ધરાશાયી થયું
મળતી વિગતો અનુસાર, ધોધમાર વરસાદને પગલે પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામમાં કાચુ મકાન ધરાશાયી થઇ ગયું હતું. જેમાં એક જ પરિવારના 4 સભ્યો દટાયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. જોકે કાટમાળમાંથી 70 વર્ષીય વૃદ્ધા, 40 વર્ષીય પુરૂષ અને 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે સદનસીબે પરિવારના એક સભ્યનો આબાદ બચાવ થયો હતો.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા
આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં ભારેથી અતિ  ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 178 તાલુકામાં વરસાદ (heavy rain) નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર શહેરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વડોદરાના પાદરા, ખેડા-નડિયાદ, આણંદના તારાપુર અને ખંભાત તેમજ સાબરકાંઠાના તલોદમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના પાટણ શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post