દેશના ખેડૂતને ઘઉંનાં ભાવ માંડ-માંડ 450 મળી રહ્યાં છે, જયારે અહીંની સરકાર તો ખેડૂતોને 1200 રૂપિયા આપી રહી છે…

ઇમરાન ખાનના પાકિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને પહોંચી હોવાની જાણકારી પાકિસ્તાની મિડિયાએ જાહેર કરી હતી. માત્ર 1 કિલો ઘઉંના હાલના ભાવ કુલ 60 રૂપિયા હતા. પાકિસ્તાનના ઇતિહાસમાં ઘઉંના આ સૌથી ઊંચા ભાવ હતા. ગયા વર્ષના ડિસેંબર મહિનામાં ઘઉંના ભાવ વધવાની શરૂઆત થઇ ગઇ હતી. એ સમયે ઘઉંના ભાવ કિલોનાં કુલ 40 રૂપિયા હતાં. જે હાલમાં કુલ 60 મળી રહ્યો છે.
ઇમરાનનાં રાજમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવ આસમાને :
ઇમરાન ખાનની સરકારે એક કરતાં વધારે વખત જીવનજરૂરી ચીજો તથા ખાસ કરીને તો અનાજ વાજબી ભાવે સૌને મળી રહે એવી વ્યવસ્થા કરવાની ખાતરી ઉચ્ચારી હતી પણ એ ખાતરીનો અમલ થઇ શક્યો નથી. લોકો રાડ પાડી ઊઠ્યા હતા. આટલો ભાવ સામન્ય માણસને પરવડે નહીં એવી બૂમ પડી હતી. સરકાર દ્વારા ઘઉંના ભાવ વધવા માટે આટા મિલોને જવાબદાર ગણાવવામાં આવી હતી.
ઓલ પાકિસ્તાન ફ્લોર એસોસિયેશન દ્વારા સરકારના આ દાવાને ખોટો ગણાવવામાં આવ્યો હતો તેમજ જણાવતાં કહ્યું હતું કે, સિંધમાં લણણીની સીઝનની શરૂઆત થઇ ચૂકી છે તેમજ પંજાબમાં આવતા મહિનેથી શરૂઆત થઈ જશે. સરકારે તત્કાળ ઘઉંના ભાવ નક્કી કરીને સત્તાવાર જાહેરાત કરી દેવી જોઇએ. ખેડૂતોએ એવી માંગણી કરી હતી કે સર્ટિફાઇડ બીજના ભાવ સરકાર તાબડતોબ નક્કી કરે અને ખાસ કરીને તો આવનાર 24 કલાકમાં કુલ 50 કિલો બીજની બોરીના ભાવ ઠરાવે.
કોરોના પહેલા જ પાકિસ્તાનનું તંત્ર ડામાડોળ :
ફ્લોર એસોસિયેશને જણાવતાં કહ્યું હતું કે, સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે અમને જવાબદાર ગણાવતી હતી. ઇમરાન સરકારે એવો દાવો કર્યો હતો કે, રશિયાથી કુલ 2 લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરવામાં આવી છે. માત્ર 1 મહિનામાં ઘઉં આવી જાય એટલે ઘઉંના ભાવ અંકુશમાં આવી જશે.
હકીકત તો એ રહેલી છે કે, કોરોનાની મહામારી આવી એનાં પહેલાં પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ થઇ ચૂક્યું હતું. આ દરમિયાન કોરોના વાઇરસ ત્રાટકયો તથા બીજી તરફ પાકિસ્તાનનાં ખેતરોમાં તીડનું આક્રમણ થયું એટલે ઊભા પાકને જબરદસ્ત નુકસાન થયું હતું. સેંકડો એકર જમીનનો પાક નષ્ટ થઇ ગયો હતો ત્યારે જ અર્થશાસ્ત્રીઓ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, આ વર્ષ પાકિસ્તાન માટે ખાદ્ય સંકટ લાવનારું બની રહેશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…