ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા બાદ, ગુજરાતના ખેડૂતોને થશે આઘાતજનક નુકશાન. જાણો અહીં

Share post

તાજેતર માં જ કાશ્મીરમાં કલમ 370 રદ કરવાના સરકાર ના ઐતિહાસિક નિર્ણય બાદ પાકિસ્તાને ભારત સાથે ના તમામ વ્યાપારિક સંબંધો કાપી નાખ્યા છે. જેના લીધે હવે તેની સીધી જ અસર ભારત ની આયાત-નિકાસ ના વ્યવહાર પર પડશે અને તેની સીધી જ અસર ભારતની કપાસ નિકાસ ઉપર થશે.

ભારત દર વર્ષે પાકિસ્તાન માં કૂલ નિકાસ ના ૧૬ ટકા જેટલા કપાસની નિકાસ કરે છે. પરંતુ પાકિસ્તાન વેપારી સંબંધો કાપી નાખ્યા બાદ હવે આ વખતે પાકિસ્તાન ભારત પાસે થી કપાસની ખરીદી નહીં કરે એવી જાહેરાત કરી છે, જેની સીધી જ અસર આગામી સમય માં કપાસના તૈયાર થનારા પાક ના ભાવ ઉપર થશે.

એક અંદાજ મુજબ જાણવા મળ્યું છે કે આ વર્ષે ભારતીય બજાર માં પ્રતિ ક્વિન્ટલ કપાસ નો ભાવ 700 રૂપિયા કે તેથી નીચો રહેવાનો રહેવાનો અંદાજ મુકાયો છે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ભારતમાં કપાસ ની કૂલ 370 લાખ ગાંસડી તૈયાર થવાનો અંદાજ છે. જ્યારે ગુજરાત માંથી પણ આ વર્ષે ૧૦૫ લાખ ગાંસડી કપાસ તૈયાર થવાનો અંદાજ છે.


Share post