અચાનક બેડરૂમમાં ઘુસી ગયા ચાર ખુટીયા, અને પછી જે થયું…

Share post

ઋષિકેશના એક મકાનમાં અચાનક ચાર બળદ ઘૂસી જતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ઘટનાનો વિડીયો જોઇને ખુબ આનંદ માણી રહ્યાં છે, પરંતુ ઋષિકેશના આ પરિવારની સાથે સાથે આખો વિસ્તાર દોડધામમાં મચી ગયો છે. પશુઓના આતંકથી અહીંયાના લોકો ખુબ પરેશાન થઈ રહ્યા છે.

આખલાનો આ આતંક આ પરિવાર માટે ચિંતાનું કારણ બની ગયો છે. તે મકાનમાં રહેતા વ્યક્તિને ઈજા પહોંચાડીને બળદ બેડરૂમમાં પહોંચ્યો. એટલું જ નહીં, આમાંથી એક બળદ પલંગ પર ચઢી ગયો. આ બંને બળદોને ઘરમાં પ્રવેશતા જોઈને, બે બળદ અને એક ગાય પણ ઘરમાં ઘૂસી ગઈ અને એકબીજાની વચ્ચે લડવાનું શરૂ કરી દીધું.

આ ઘટના ઋષિકેશ મહાનગર પાલિકાની છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, આ બળદોએ જે મકાનમાં પ્રવેશ કર્યો છે તે મ્યુનિસિપલ કાઉન્સિલર અનિતા રૈનાના ઘરની નજીક છે. અનિતાના ઘરની નજીક જ તેના ભાભીનું ઘર છે. કાઉન્સિલરનું કહેવું છે કે, ઘટના સમયે તેનો મોટો ભાઈ તેના ઘરની ખુરશી પર બેઠો હતો. અચાનક બે બળદ લડતા ઘરની અંદર પ્રવેશ્યા. એટલું જ નહીં, તેમાંથી એકે તેના મોટા ભાઈને ટક્કર મારી અને તેને ખુરશીમાંથી નીચે પાડી દીધો.

આસપાસના લોકોને પણ ઈજા પહોંચી હતી…
અનિતાએ કહ્યું કે બળદ ઘરમાં પ્રવેશતાની સાથે જ ઘરના લોકોએ અવાજ કરવો શરૂ કર્યો, જેના કારણે થોડા જ સમયમાં લોકોની ભીડ થઇ ગઈ હતી. લોકોએ ઘરમાંથી ચાર આખલા અને એક ગાયને પણ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકો તેમને ઘરની બહાર કાઢે કાઢે ત્યાં તો આખલાએ ઘરનું ઘણું નુકસાન કર્યું હતું. બળદને કાઢવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post