fbpx
Sat. Jul 20th, 2019

જો હવે ઓવર સ્પીડથી વાહન ચલાવ્યું તો રૂ. 400નો દંડ થશે, સ્પિડ લિમીટ 40 કિ.મી. જુઓ વિડીઓ

– શહેરમાં થતાં રોડ અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક પોલીસ વિભાગનુ નવુ અભિયાન
– હેવી વ્હીકલની સ્પીડ મર્યાદા 30 કિ.મી રાખવામાં આવે છે.
– સ્પીડ ગનથી વાહન ચાલકો પર ટ્રાફિક વિભાગ ચાંપતી નજર રાખશે
– નેશનલ હાઇવે પર તમામ પ્રકારના વાહનો માટે 50 કિ.મી સ્પીડ લિમીટ

સ્માર્ટ સિટી અંર્તગત શહેરમાં વાહન ચાલકોને હેલમેટ ફરજીયાત પહેરવાની સાથે હવે ગતિ મર્યાદાનુ પણ એટલું ધ્યાન રાખવું પડશે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા વાહનોની સ્પીડ લિમીટ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં શહેરના તમામ રાજમાર્ગો તથા ગીચ વિસ્તારોમાં વાહનો માટે ગતિ મર્યાદા બાંધવામાં આવી છે. ગતિ મર્યાદા કરતા વધુ ઝડપે વાહન હંકારનાર ચાલકો પર સ્પિડ ગન દ્વારા નજર રાખી દંડની કાર્યવાહી કરવામાં આવશે. તદઉપરાંત શહેરમાં ફરતા હેવી વ્હીકલસ માટે 30 કિ.મીની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

શહેરમાં મોટા ભાગના પહોંળા રસ્તાઓ ઉપર કેટલાક વાહન ચાલકો પોતાનુ વાહન પુર ઝડપે ચલાવી પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકે છે. તેવી ઘટનાઓને અટકાવવા અને ભય વગર લોકો વાહન ચલાવા શકે તે માટે ગતિમર્યાદા નક્કરી કરી દેવામાં આવે છે. શહેરમાં નિચે દર્શાવેલ રસ્તાઓ ઉપર વાહન ચાલકો હવેથી 40 કિ.મી સુધીની ઝડપે જ પોતાનુ વાહન ચલાવી શકશે. પોલીસ કમિશનરના ગતિમર્યાદા જાહેરનામાના અંગે સ્પિડ ગનના માધ્યમથી વાહન ચાલકો પર નજર રાખવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે-ચલણ અને સ્થળ દંડની કાર્યવાહી કરવામાં આવશે.

-શહેરના આ રસ્તાઓ ઉપર હવે પછી 40 કિ.મીથી વધુને સ્પિડે વાહન નહીં ચલાવી શકાય

– છાણી જકાતનાકાથી નિઝાપુરા

– ફતેગંજ સર્કલ

– કાલાઘોડાથી જેલ રોડ

– ઇન્દીરા એવન્યૂ માર્ગથી લાલબાગ બ્રીજ સુધી

કાલાઘોડાથી સ્ટેશન-ગોત્રી રોડ

– જેતલપુર રોડ – અકોટા રોડ – ગોત્રી રોડ

– કારેલીબાગ રોડ

– તેમજ શહેરના ગીચ વિસ્તારોમાં બરોડા ઓટો મોબાઇલથી રાવપુરા રોડ

– ન્યાયમંદિર- દાંડીબજાર – રાજમહેલ રોડ- સીધ્ધનાથ રોડ – આર.સી દત્ત રોડ

કયા વાહનો માટે કેટલી સ્પીડ લિમીટ નક્કી કરવામાં આવી

– હેવી વ્હીક્લસ ની સ્પિડ લિમીટ – 30 કિ.મી

– મીડીયમ વ્હીક્લસની સ્પિડ લિમીટ – 40 કિ.મી

– લાઇટ વ્હીક્લસની સ્પિડ લિમીટ – 40 કિ.મી

– સ્કુટર/ મોટર સાયકલ (બાઇક)ની સ્પિડ લિમીટ – 40 કિ.મી

– તેમજ ફાજલપુર બ્રીજ પરથી જી.એસ.એફ.સી થઇ જામ્બુવા બાયપાસ સુધીના નંશનલ હાઇવે નં-852 પર તમામ પ્રકારના વાહનો માટે – 50 કિ.મી

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…