ગુજરાતનું ગૌરવ બની તલની ખેતી, જાણો ઉત્પાદનથી લઈને આવકની સંપૂર્ણ માહિતી

Share post

ચોમાસાની ઋતુમાં ખરીફમાં ગુજરાત રાજ્યમાં તલનું વાવેતર કરીને ખેડૂતોએ પહેલાનાં બધા વિક્રમો તોડી નાંખ્યા છે. 10 વર્ષ અગાઉ 1.19 લાખ હેક્ટરમાં તલ થતાં હતાં. આ સમયે 1.50 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જે સરેરાશ કરતાં 145 % જેટલું વાવેતર કરવામાં આવ્યું છે. જો ભાવ સારા રહેશે તો ખેડૂતો ઉનાળું તલનું વિપુલ માત્રામાં વાવેતર કરીને ઘણું ઉત્પાદન લેશે. ગુજરાત રાજ્યનાં વિજ્ઞાનીઓ દ્વારા શોધવામાં આવેલી તલની જાતની આ કમાલ માનવામાં આવે છે. કેમ કે સંપૂર્ણ ભારત દેશમાં સૌથી વધારે ઉત્પાદકતાં ગુજરાત રાજ્યની ઘણી ઉનાળું તેમજ ચોમાસુ જાતોની છે.

ગુજરાત રાજ્ય તલ પાકની પ્રજાતિઓનું સફળ પરીક્ષણ ગુજરાત રાજ્ય તીલ 2 તેમજ ગુજરાત રાજ્ય તલ 5 ઉનાળાની ઋતુમાં ઉત્તર પ્રદેશ રાજ્યનાં બુંદેલખંડ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુરારાનાં ખેતીવિજ્ઞાનીઓએ કુરુરા ગામનાં કરણ સિંઘનાં ખેતરમાં તેમજ રઘુવીરસિંઘ પ્રગતિશીલ ગામ મુસ્કરા ગામનાં ખેડુતો પણ વાવે છે. ફેબ્રુઆરી થી માર્ચ મહિનાનાં પહેલા અઠવાડિયામાં વાવે છે. આ પ્રજાતિ ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાંથી લેવામાં આવી છે.  ખેતી વિભાગનાં અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશ રાજ્યમાં તલનું વાવેતર 4,17,4 35 હેક્ટર છે તેમજ તલનું ઉત્પાદન 767 મેટ્રિક ટન છે. આખા ભારત દેશમાં (રાષ્ટ્રીય સ્તરે) તલનાં ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ રાજ્યની 25 % ભાગીદારી છે. ત્યાં નવી પ્રજાતિઓ જેમ કે ટાઈપ 78, શેખર, પ્રગતિ, તરુણ, આરટી 351 તેમજ આરટી 346 મુખ્ય પ્રજાતિઓ ઉગાડવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં તેનો પ્રયોગ ઘણાં ખેડૂતો દ્વારા હાલ ચાલુ વર્ષે ઉત્તર પ્રદેશની વેરાયટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે. તલમાં બહુ ઓછા ખર્ચમાં મોટો નફો મેળવી શકાય છે. તલને સાવ ઓછું પાણીની જરૂર પડે છે.

વર્ષમાં બે વાર પાક લેવાય છે…
શીંગની જેમ જ ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં વર્ષમાં બે વખત તલનો પાક લેવાય છે. તલનું ઉનાળું વાવેતર ખરીફ ઋતુ કરતા વધુ નફો મેળવી શકે છે. કેમ કે ખરીફ ઋતુમાં વધારે વરસાદનાં લીધે તલનો પાક બગડવાની શક્યતા છે. આ વખતે ગુજરાત રાજ્યમાં 1.50 લાખ હેક્ટરમાં વધારે વરસાદનાં લીધે 50 % જેવો પાક નાશ પામ્યો છે. તેના કારણે ઉત્પાદન અડધું થઇ ગયું છે.

વપરાશ વધવાનું કારણ હ્રદય રોગ તેમજ જાડીયાપણું
તલથી શરીરને પણ ઘણા ફાયદાઓ થાય છે. જેમ કે હાલ ઘણી કંપનીઓ તલ માંથી તેલ બનાવીને ઉંચી કમાણી કરી રહી છે. તલનું તેલ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. હર્દય રોગથી પીડાતા લોકો સામાન્ય રીતે આ તેલનો ઉપયોગ કરતા હોય છે. વાળ ખરતા અટકાવવા અને ચરબી ઘટાડવા માટે પણ તલ મહત્વની ભૂમિકા ભજવે છે. તલનું તેલ સીંગતેલથી અઢી ગણું મોંઘુ છે તેમ છતાં લોકો તલનું તેલ ખાવા લાગ્યા છે આથી ખેડૂતોને તલનાં સારા ભાવ મળે છે, તેથી તલનું વાવેતર વધ્યું છે.

તલનાં તેલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત તેમજ સેલેનિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે. જે હૃદયનાં સ્નાયુઓને સક્રિય રાખવામાં માટે મદદરૂપ બને છે. તલમાં પ્રોટીન તેમજ એમિનો એસિડ હોય છે આ તત્વો બાળકોનાં હાડકાંનાં વિકાસને મદદરૂપ થાય છે તેમજ તલનું તેલ ત્વચાને જરૂરી પોષણ પૂરું પાડે છે.

30 kg નાઇટ્રોજન, 20 kg ફોસ્ફરસ તેમજ 25 kg સલ્ફર, 20 kg પોટાશનો ઉપયોગ કરે છે. જેના કારણે ખેડૂતોને જથ્થાત્મક તેમજ ગુણાત્મક લાભ મળે છે. વાવણી કર્યા અગાઉ જીપ્સમનો 250 kg ઉપયોગ પાકનાં સારા ઉત્પાદન માટે લાભદાયક છે. વાવણીનાં સમયે એઝોટોબેક્ટરિયા તેમજ ફોસ્ફરસ મર્જર બેક્ટેરિયાની હેકટરમાં 2.5 ટન ગોબર ખાતર, વાવણી અગાઉ 250 kg લીમડાની કેકનો ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક જંતુનાશકો વગર જીવાત નિયંત્રણ માટે લીમડાની કેકનો ઉપયોગ વધુ થાય છે. લીમડાનાં આધારે જંતુનાશક એઝિરિક્ટેઇનને પ્રતિ લિટર 3 ml છાંટે છે. વધારે વરસાદવાળા વિસ્તારોમાં તલની ખેતી માટે યોગ્ય નથી, કેમ કે વધુ વરસાદવાળા વિસ્તારોમાં ફંગલ-ફૂગ રોગો ફાટી નીકળે છે.

તલની વિવિધ જાતો
તલની સુધારેલી જાતો, ટી-4, ટી -12, ટી -13, ટી-78, રાજસ્થાન રાજ્યમાં તલ-346, માધવી, શેખર, કનિકી સફેદ, પ્રગતિ, પ્રતાપ, ગુજરાત રાજ્યમાં તલ-3, હરિયાણા તલ, તરુણ, ગુજરાત રાજ્યમાં તલ -4, પંજાબ તલ -1, બ્રજેશ્વરી વગેરે છે.

વિવિધ રાજ્ય અનુસાર તલની જાત
ગુજરાત રાજ્યમાં જૂન તેમજ જાન્યુઆરીથી ફેબ્રુઆરી, ઓગસ્ટ મહિનાનાં અંતમાં તલ વવાય છે. ગુજરાત રાજ્ય તાલ નંબર -1, ગુજરાત રાજ્યમાં તલ નંબર -2, આરટી-54,, આરટી -103, પૂર્વા -1, આરટી -103, ગુજરાત -4 (7-9 ક્વિન્ટલ) જેવી જતો છે. તરૂણ (8-9 ક્વિન્ટલ)ની જાતોનો પણ સમાવેશ થાય છે.

ભારત દેશમાં પંજાબ, હરિયાણા, દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશમાં મુખ્ય જાતો- પંજાબ તલ -1, આરટી -125, હરિયાણા તિલ -1, શેખર, ટી -12, ટી -13, ટી -14 વગેરે જાતોનો સમાવેશ થાય છે. રાજસ્થાન રાજ્યમાં વાવણીનો યોગ્ય વખતે ખરીફ  જૂન મહિનાનો અંત અને જુલાઈ મહિનાનો અંત. તલની મુખ્ય વિવિધ જાતો પ્રતાપ, ટીસી 25, ટી 13, આરટી 46(6-8 ક્વિન્ટલ), આરટી 54, આરટી 103, આરટી 125 (9 થી 12 ક્વિન્ટલ) વગેરે છે. આરટી 127(6-9 ક્વિન્ટલ) દ્વારા વધારે ઉત્પાદન આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યમાં ફેબ્રુઆરી થી માર્ચ મહિના, રવી – નવેમ્બર થી ડિસેમ્બર મહિનામાં વાવણી બી -67, તિલોથમા, રામ, ઉમા, માધવી ગૌરી, આરએસ -1ની કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post