ખેતી સાથે સંકળાયેલા લોકોને સરકાર આપી રહી છે ૮૦ ટકા સુધીની સબસીડી- આ છે છેલ્લી તારીખ અને લાભ લેવાની રીત

Share post

જો તમે આધુનિક રીતે પશુપાલન કરો છો તો તે આવકનો ખૂબ સારો સ્રોત સાબિત થઈ શકે છે. આની માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સમયાંતરે સબસિડી પણ આપવામાં આવે છે. ગોપાલગંજ જિલ્લાના યુવાનોને રોજગાર આપવાની દિશામાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા બિહાર સરકાર દ્વારા  75% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. આની માટે 25 ઓક્ટોબર સુધીમાં અરજી સબમિટ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત દુધાળા પશુઓને વિવિધ કેટેગરીમાં સબસિડી આપવામાં આવે છે.

અહીં નોંધનીય છે કે, સામાન્ય જ્ઞાતીના લોકોને ગાયના ઉછેર માટે કુલ 50% સબસિડી આપવામાં આવશે, જ્યારે અનુસુચિત જાતિના લોકોને કુલ 75% સબસિડી આપવામાં આવશે. આ માટે જિલ્લા ટ્રાફિક વિકાસ કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. જો કે, ફીલ્ડ ઓફિસર ઓમપ્રકાશ પ્રસાદે જણાવ્યું હતું કે, પહેલા અરજીઓ પર વિચારણા કરવામાં આવશે.

સામાન્ય પશુપાલકોને 50% સબસિડી આપવામાં આવશે :
‘સમગ્ર ગવ્ય વિકાસ યોજના’ અંતર્ગત સામાન્ય ખેડુતોને 50% અને અનામત વર્ગના ખેડુતોને કુલ 75% સબસિડી ગાય ઉછેર પર આપવામાં આવશે. કુલ 2 દુધાળા પશુઓ માટે યોજનાની કિંમત 1, 60,000 રૂપિયા જયારે કુલ 4 દુધાળા પશુઓ માટે 3,38,000 રૂપિયા તથા કુલ 6 દુધાળા પશુઓ માટે 5,32,000 રૂપિયા તથા કુલ 10 દુધાળા પશુઓ માટે 8,96,000 રૂપિયા સબસીડી આપવામાં આવશે.

ગોપાલગંજ જિલ્લામાં કેટલા પશુધન માલિકોને કુ 75% સબસીડી મળશે ?
‘સમગ્ર ગવ્ય વિકાસ યોજના’ અંતર્ગત નાણાકીય વર્ષ 2020-21માં ગોપાલગંજ જિલ્લા માટે વિવિધ કેટેગરીમાં કુલ 102 પશુપાલકોને લાભ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં કુલ 2 સામાન્ય પશુઓ માટે SC માટે 15, ST માટે 2 તથા એક્સ્ટ્રીમ બેકવર્ડ વર્ગ માટે કુલ 7 લક્ષ્યાંક રાખવામાં આવ્યા છે. આ જ રીતે કુલ 4 દુધાળા પશુઓ માટે સામાન્ય કેટેગરીમાં કુલ 30 તથા SC માટે કુલ 6 દુધાળા પશુઓ રાખવામાં આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post