ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયામાં ખેડૂતોએ દર્શાવી નિરાશા, 5600 ખેડૂતોને બોલાવાયા પરંતુ માત્ર 264 જ આવ્યા

Share post

જામનગર જિલ્લામાં સરકાર દ્વારા ટેકાની કિંમતે મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, તેમજ પહેલા 3 દિવસ દરમિયાન 5,600 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 264 જેટલા જ ખેડૂતો આવ્યા છે, તેમજ ટેકાની કિંમતે મગફળીની ખરીદીમાં કોઈ પણ પ્રકારનો રસ નથી. જો કે, સરકાર દ્વારા 3 દિવસમાં જ 15,390 ગુણી જેટલી મગફળીની ખરીદી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેકાની કિંમતે મગફળીની ખરીદીની શરૂઆત સોમવારનાં રોજથી કરાયો હતો. જેમાં પહેલાં દિવસે જામનગર શહેરમાં નોંધપાત્ર ખેડૂતો આવ્યા ન હતા, પણ બીજા દિવસે એટલે કે મંગળવાર તેમજ બુધવાર સુધીમાં 5,600 જેટલાં ખેડૂતોને SMS કરીને બોલાવાયા હતા. જેમાં હાપા યાર્ડમાં 1,000, ધ્રોળમાં 1,000, જોડિયામાં 1,000, કાલાવડમાં 600, લાલપુર તેમજ જામજોધપુરમાં 1,000 મળીને કુલ 5,600 ખેડૂતોને SMS કર્યા હતા. જેમાં 264 જેટલાં ખેડૂતો જ આવ્યા હતા.

જેમાં જામનગર જીલ્લાનાં હાપા માર્કેટિંગ યાર્ડમાં 43 ખેડૂતોની 3060 જેટલી ગુણી મગફળીની ખરીદી કરી છે. જ્યારે ધ્રોલનાં 45 જેટલા ખેડૂતોની 3,200 જેટલી ગુણીની ખરીદી કરવામાં આવી છે. જોડિયામાં માત્ર 4 જેટલા જ ખેડૂત આવ્યા હતા તેમજ તેઓની 240 જેટલી ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી હતી.

કાલાવડમાં 107 જેટલા ખેડૂતોની 5,600 જેટલા ગુણી, લાલપુરનાં 43 ખેડૂતોની 2730 જેટલી ગુણી, જ્યારે જામજોધપુરનાં 22 ખેડૂતોની 560 જેટલી ગુણી મગફળીની ખરીદી કરાઈ છે. આખા જિલ્લામાં સરકાર દ્વારા 5600 જેટલા ખેડૂતો પૈકી 264 જેટલા ખેડુતોની 15,390 જેટલી ગુણી મગફળીની ટેકાની કિંમતે ખરીદી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post