વોટીંગ કાર્ડ બનાવવું હોય કે કોઈ સુધારો કરવો હોય તો હવે ધક્કા નહીં ખાવા પડે, બસ આટલું કરવાથી – Jay Kisan
Sun. Apr 21st, 2019

વોટીંગ કાર્ડ બનાવવું હોય કે કોઈ સુધારો કરવો હોય તો હવે ધક્કા નહીં ખાવા પડે, બસ આટલું કરવાથી

ભારતના દરેક દેશવાસીઓને વોટર આડી કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમની સાથે જ આ કાર્ડ વ્યક્તિની ઓળખની પુષ્ટિ કરે છે. તેની સાથે જ સરકારે પણ આ વોટર કાર્ડ અંગે કેટલીક ખાસ ટિપ્સ આપી છે. જો તમે 18 વર્ષના થઈ ગયા છો અને વોટર આઈડી કાર્ડ બનાવવા માગો છો તો હવે તમારે જુદી જુદી કચેરીઓના ચક્કર લગાવવાની જરુર નથી. હવે તમે ઘરે બેઠા સ્માર્ટફોન અથવા લેપટોપ દ્વારા વોટર આઈડી કાર્ડ માટે આવેદન કરી શકો છો. તેમજ એક મહિનાની અંદર તમને ઘરે જ વોટર કાર્ડ મળી જશે.

ચૂંટણી પંચ વોટર આઇડી કાર્ડની ઓનલાઇન સુવિધા દ્વારા સુનિશ્ચિત કરવા માગે છે કે વધુમાં વધુ લોકો ચૂંટણીમાં મતદાન કરી શકે. આ માટે ચૂંટણી પંચે નવા વોટર આઈડી કાર્ડની પ્રક્રિયા પણ શરુ કરી દીધી છે. તેમજ ભારત બહાર રહેતા NRI પણ ચૂંટણી પંચના પોર્ટલ પર જઈને પોતાનું નામ નોંધાવી શકે છે.

ઓનલાઇન વોટર આઈડી કાર્ડ બનાવવા માટે તમારી પાસે પર્સનલ ઈમેલ આઈડી અને મોબાઇલ નંબરની જરુરિયાત છે. જેથી ચૂંટણી પંચ તમારો સંપર્ક સાધી શકે. નવું કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે ચૂંટણી પંચના પોર્ટલ https://www.nvsp.in/ પર જવું પડશે. આ વેબસાઇટ પરથી સામાન્ય ભારતીય અને NRI બંને પોતાનું નામ રજિસ્ટર કરાવી શકશે. અહીં સૌ પ્રથમ ઓપ્શન એપ્લાય ઓનલાઇન ફોર ન્યુ વોટર આઈડીના ઓપ્શન પર ક્લિક કરવાથી તમારી સામે એક નવું પેજ ઓપન થશે. જેમાં જરુરી જાણકારી ભર્યા પછી તમારે વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો પાસપોર્ટ સાઇઝ કલર ફોટો અપલોડ કરવાનો રહેશે.

વોટર આઈડી માટે તમારે એડ્રેસ પ્રૂફ અને આઈડી પ્રૂફ માટે અલગ અલગ ડૉક્યુમેન્ટ્સની કોપી અપલોડ કરવાની રહેશે. તેના માટે તમારે આધાર કાર્ડ, પાસપોર્ટ, 10 પાસનું સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, આધારકાર્ડ, બેંકની પાસબૂક, ફોન, પાણી, વિજળી કે ગેસ બિલ, ઇન્કમ ટેક્સ ફોર્મ 16 વગેરે પૈકી કોઈ બે ડોક્યુમેન્ટ્સ સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.

એકવાર ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ કર્યા પછી તમે 15 દિવસ સુધીમાં કોઈ જાણકારી બદલવા માગો છો તો બદલાવી શકો છો. આ દરમિયાન તમે તમારી ચૂંટણી કાર્ડની એપ્લિકેશનનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકો છો. જાણકારી આપ્યા બાદ ચૂંટણી આયોગ તરફથી નિયુક્ત કરવામાં આવેલ એરિયા બૂથ લેવલ ઓફિસર(BLO) તમારા ઘરે આવશે અને જે ડૉક્યુમેન્ટ્સ તમે અપલોડ કર્યા છે તેને ચેક કરશે. તેમજ તે ડૉક્યુમેન્ટ્સની હાર્ડ કોપી વેરિફાઈ કરવા માટે પોતાની સાથે લઈ જશે. જે બાદ એક મહિનાની અંદર તમારું વોટર આડી કાર્ડ ઘરે આવી જશે.

જો તમારા મતદાતા ઓળખ પત્ર પર તમારે ઘરનું સરનામું બદલવાનું છે તો તમે www.nvsp.in વેબસાઈટ પર જઈને આવું કરી શકો છો. આ વેબસાઈટ નેશનલ વોટર સર્વિસની અધિકારીક વેબસાઈટ છે. તમારે આ વેબસાઈટ પર જઈને ત્યાં લખેલા Correction of entries in electoral roll એટલે કે ફોર્મ 8 પર ક્લિક કરવાનું રહેશે. આના પર ક્લિક કર્યા બાદ જુદા જુદા ફોર્મ જોવા મળશે એમા form નં 8 ભરવાનું કહેશે. તમે આ ફોર્મ ઓનલાઇન ભરી શકો છો. આ ફોર્મને ભરતા સમયે તમારે પોતાના નવા સરનામાના પુરાવા તરીકે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ, બેન્કની પાસબુક કે આધાર કાર્ડ જેવું કોઈ પણ અધિકારીક દસ્તાવેજ અપલોડ કરવાનું રહેશે.

બધી જાણકારી ભર્યા બાદ અને દસ્તાવેજ અપલોડ કર્યા બાદ સૌથી નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ફોર્મ સબમિટ એટલે કે જમા થતા જ તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે અને તમે આ નંબરની મદદથી તમારા આવેદનને ટ્રેક કરી શકો છો. તમે જે પણ સરનામું આપ્યું હશે એ સરનામાં પર કોઈ સરકારી કર્મચારીને મોકલવામાં આવશે અને એ તમારું વેરિફિકેશન કરશે અને એ પછી તમારા નવા આપેલા સરનામાં પર તમારું મતદાતા ઓળખ પત્ર મોકલી આપવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

તમારા એન્ડ્રોઇડ ફોન પર ખેતી વિષયક અને અન્ય  માહિતી મેળવતા રહેવા અમારી એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરશો અને આ પોસ્ટ મિત્રોને પણ શેર કરજો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……