જમીન વારસાઇમાં ફેરફાર કરવાની પ્રોસેસ હવે આ રીતે ઓનલાઇન જાતે જ થઇ શકશે

Share post

રાજયસરકાર દ્વારા બિનખેતીની ઓનલાઇન મંજૂરી બાદ જમીનમાં વારસાઇ ફેરફાર નોંધની અરજીની મહેસુલી સેવા ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પરંતુ મોટાભાગના ખેડૂતોને કોમ્પ્યુટરનું જ્ઞાન ન હોય અને ગામડાઓમાં અપૂરતી કનેકટીવીટીથી સેવાની સફળતા સામે સવાલ પ્રશ્નાર્થ સર્જાયા છે.બીજી બાજુ ખેડૂતોને કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન ન હોય વચેટિયા અને સાયબર કાફેના ધંધાર્થીઓ તકનો લાભ લઇ ખેડૂતો પાસેથી અરજી કરવાના નાણાં ખંખેરે તો તેની જવાબદારી કોની તે સવાલ પણ ઉઠયો છે.

વારસાઇ ફેરફાર નોંધની ઓનલાઇન અરજી માટે અરજદારે કરવી આ કાર્યવાહી

* વારસાઇ નોંધ માટે iora.gujarat.gov.in વેબસાઇટ પર અરજીના પ્રકારમાં ઓનલાઇન વારસાઇ નોંધ માટેની અરજી એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

* અરજીમાં જણાવેલી તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે. iora સાઇટ પર શ્રુતિ ફોન્ટની વિગતો દર્શાવી છે.

* સહીવાળી અરજી સાથે મરણનું પ્રમાણપત્ર તથા મરણ પામનાર ખાતેદારનું તલાટી રૂબરૂનું પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે તથા અરજી સબમીટ કર્યાની તારીખથી મહતમ 15 દિવસમાં અસલ દસ્તાવેજો જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે.

* અરજી સાથે 7-12, 8-અ જેવા અન્ય કોઇ જ દસ્તાવેજ અપલોડ કરવાના નથી.

* જો કોઇ ચોકકસ કિસ્સા માટે કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે.

* જો કોઇ ચોકકસ કિસ્સા માટે કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે.

* ઉપરોકત તમામ વિગતોની ડેટા એન્ટ્રી કરી તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમીટ કરવાથી અરજદારની અરજી કાચી નોંધ સ્વરૂપે લોક થશે.
* મરણ પામનાર તથા તેમના વારસદારોની વિગત સાથેની સ્ક્રિપ્ટ સાથે જે તે ગામના ઓનલાઇન હકકપત્ર કે કાચી નોંધનો નંબર જનરેટ થશે.

* અરજદાર તથા અરજી મુજબના હકક ધરાવનાર તમામના મોબાઇલ નંબરની વિગતો રજૂ કરી હશે તો તમામને વારસાઇની કાચી નોંધ બાબતે નિયત એસએમએસ જશે.

ઇ-ધરા કેન્દ્ર આ કાર્યવાહી કરશે

* ઓનલાઇન વારસાઈ નોંધ ઓટો મ્યુટેશન રજીસ્ટરમાં દેખાશે.

* ઇ-ધરા નાયબ મામલતદારે ઓટો મ્યુટેશન રજીસ્ટર પરથી મરણના પ્રમાણપત્ર તથા પેઢીનામાની નકલની તથા અરજીની પ્રિન્ટ મેળવવાની રહેશે.

* જે તે ખાતાની 8-અ તથા 7-12ની પ્રિન્ટ પોતાના લોગીનમાંથી મેળવવાની રહેશે.

* અરજદાર દ્વારા મરણનું પ્રમાણપત્ર તથા પેઢીનામું અને અસલ અરજી રજૂ થયેથી ઓનલાઇન રીસીવ કરવાના રહેશે.જેથી અરજદારને એસએમએસથી જાણ થઇ શકે.

* જો અરજી સબમીટ કર્યાની તારીખથી 10 દિવસ સુધી અરજદાર દ્વારા ઉપરોકત દસ્તાવેજો રજૂ કરવામાં ન આવે તો 11 માં દિવસે આ વિગત દર્શાવતો સિસ્ટમ * જનરેટેડ એસએમએસ જાય તે વ્યવસ્થા એનઆઇસી દ્વારા કરવાની રહેશે.

* મરણનું પ્રમાણપત્ર તથા પેઢીનામું રજૂ થયેથી નાયબ મામલતદાર ઇ-ધરાએ પોતાના લોગીનમાં ઓનલાઇન રીસીવ કરીને નોંધનો નિર્ણય કરનાર સક્ષમ અધિકારીને સોંપી તે આપ્યા બદલ સહી મેળવવાની રહેશે.

* વારસાઇ નોંધનો નિર્ણય નિયમ મુજબ તમામ જોગવાઇ તપાસીને કરવાનો રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post