Online શોપિંગ કરતી મહિલાઓ માટે લાલબતી સમાન કિસ્સો, ડ્રેસ ખરીદતા મળ્યો લોલીપોપ

Share post

લોકડાઉન બાદ દિવસે ને દિવસે ઓનલાઈન ચિટિંગ ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સાઇબર ક્રાઈમ કરનાર અલગ અલગ માધ્યમોથી લોકોને ઓનલાઈન છેતરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં રાજકોટમાં ફરી વખત એક મહિલા ઓનલાઈન ચિટિંગનો ભોગ બની છે. રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતા કોમલબેન રસિકભાઇ મહેતાના મોબાઇલ નંબરને એક વ્યક્તી એ વ્હોટ્સએપના ફેશન ટ્રેન્ડ નામના ગ્રૂપમાં એડ કર્યા હતા.

જે ગ્રૂપમાં ડ્રેસ અને કુર્તી સહિતના કપડાં વેચવા માટે મુકવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક કપડાં પસંદ પડતાં કોમલબેને એ ગ્રૂપમાં વાતચીત કરી હતી અને તેમને એક મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો તેમાં 799 રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. મહિલાએ પૈસા જમા કરાવ્યા હતા પરંતુ તેમને આપેલા ઓર્ડરનું પાર્સલ ન મળતાં કોમલબેનને તેની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મોબાઈલ નંબર ને આધારે તપાસ કરતાં છેતરપિંડી કરનાર અમદાવાદના ઘોડાસરમાં રહેતો વિપુલ સુથાર હોવાનું ખુલતાં પોલીસની ટીમ વિપુલને અમદાવાદથી ધરપકડ કરી છે. પોલીસે વિપુલની અલગ અલગ મુદ્દાઓ પર પૂછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે જે રીતે સાઇબર ક્રાઈમ ની ઘટનાઓ માં સતત વધારો જોવા મળી રહ્યો છે ઘણા કિસ્સાઓમાં ઓટીપી આવે અને રૂપિયા કપાઈ જાય છે તો ઘણા કિસ્સાઓમાં કોઈ લિંક આવ્યા બાદ રૂપિયા કપાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.એટલા માટે આ બધી બાબતે સાવધાન રેહવું ખુબ જરૂરી બની રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post