ડુંગળીના ભાવમાં ફરી મસમોટો વધારો: દિવાળી સુધીમાં ભાવ આસમાને પહોંચી જશે!

Share post

તહેવારોની સીઝનમાં ડુંગળીના ભાવ તમારા રસોડાનું બજેટ બગાડી શકે છે. એક જ દિવસમાં ડુંગળીના ભાવ આસમાને ચડી ગયા છે. સોમવારે જથ્થાબંધ બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 6802 રૂપિયા હતો. પરંતુ, હવે તે પ્રતિ ક્વિન્ટલ 7300 રૂપિયા પર પહોંચી ગઈ છે. છૂટક ભાવમાં પણ જોરદાર તેજી આવી છે. અગાઉ ડુંગળી 60 રૂપિયે કિલો વેચાઇ રહી હતી. રિટેલ માર્કેટમાં હવે તેની કિંમત 70-75 રૂપિયા પર પહોંચી ગઈ છે.

મેટ્રો શહેરોમાં બેકાબૂ ડુંગળીના ભાવ
ચેન્નઇમાં ડુંગળીનો છૂટક ભાવ (Retail Price) મંગળવારે 73 રૂપિયા પ્રતિ કિલો હતો. અન્ય મેટ્રો શહેરોની તુલનામાં ચેન્નાઇમાં ડુંગળી સૌથી મોંઘી થઈ ગઈ. ખરેખર, કમોસમી વરસાદને કારણે ડુંગળીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. ડુંગળી ઉત્પાદક રાજ્યોના ઓછા સપ્લાયને કારણે કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.

ગ્રાહક બાબતોના મંત્રાલય (Consumer Affairs Minsitry) ના જણાવ્યા મુજબ, દિલ્હીમાં ડુંગળી પ્રતિ કિલો રૂ. 51 રૂપિયા જે ગયા વર્ષે 46 રૂપિયા હતી, કોલકાતામાં પ્રતિ કિલો 65 રૂપિયા હતું જે ગયા વર્ષે 60 રૂપિયા હતો અને ગઈકાલે મુંબઈમાં ડુંગળીના ભાવ 67 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે જે ગયા વર્ષે 56 રૂપિયા પ્રતિ કિલો હતું.

દશેરા, દિવાળી સુધી ડુંગળી 100 રૂપિયા થશે
દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પુરવઠો ખોરવાયો હતો અને અંદરની ખરીફ પાકને અસર થઈ હતી. આગામી દિવસોમાં અથવા દશેરા અને દિવાળી સુધી ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલો વધી શકે છે. કારણ કે, ડુંગળીનો જુનો સ્ટોક સમાપ્ત થવાની આરે છે અને નવો પાક લેવામાં લગભગ એક મહિનાનો સમય લાગશે.

આ જ કારણ છે કે, મંગળવારે દેશના સૌથી મોટા ડુંગળી બજાર, નાસિકના લાસલગાંવમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ 7300 પ્રતિ ક્વિન્ટલને પાર કરી ગયો છે. જ્યારે આ ડુંગળી દિલ્હી-NCR માં આવશે, ત્યારે ડુંગળી અહીંના જથ્થાબંધ વેપારીઓને ત્યાં પ્રતિ કિલોના 84 રૂપિયાના દરે આવશે, એટલે કે છૂટક ભાવ 100 રૂપિયાથી પણ વધુ પહોંચી શકે છે.

લાસલગાંવ (નાસિક) માં ક્વિન્ટલ દીઠ ડુંગળીનો ભાવ આ વર્ષે સૌથી વધુ ભાવ છે. નાસિકમાં ડુંગળીના ભાવ વધીને 70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. એક વર્ષ પહેલા ડુંગળી 35 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી હતી. બજારના વેપારીઓનું માનવું છે કે, આગામી દિવસોમાં છૂટક બજારમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયાને પાર કરી શકે છે.

ડુંગળી કેમ મોંઘી થઈ રહી છે?
કેટલાક દિવસોથી દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક ખેતરોમાં નાશ પામ્યો છે, જેના કારણે ડુંગળીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટકમાં પાકને નુકસાન થયું છે. સામાન્ય રીતે, આ સમયે વપરાશકાર વિસ્તારોમાં ભાવ પર દબાણ છે, પરંતુ વરસાદને કારણે પાકને નુકસાન થતાં સપ્લાય પર અસર થઈ છે.

મંત્રાલયના આંકડા મુજબ, દક્ષિણ અને પશ્ચિમ પ્રદેશોમાં ડુંગળીના છૂટક ભાવમાં મોટો ઉછાળો થયો છે. ચેન્નાઈમાં ડુંગળી પ્રતિ કિલો 70-75 રૂપિયામાં વેચાઇ રહી છે. એક વર્ષ પહેલા આ ભાવ 33 રૂપિયા પ્રતિ કિલો હતો. દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને વધતા ભાવને રોકવા માટે સરકારે ગયા મહિને જ તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post