જાન લઈને ગયેલા જાનૈયાને લગ્ન કરવા પડ્યા ભારે- વરરાજાનું કોરોનાથી મોત અને 100 થી વધુ લોકો પોઝીટીવ

Share post

હાલ કોરોના વાયરસના કારણે ચારેતરફ હાહાકાર મચી રહ્યો છે, જેના કારણે સરકારે ઘણા નિયમોનું પાલન કરવાનું કહ્યું છે જેના કારણે લોકોને કોરોના વાયરસનું સંક્રમણ વધારે ના ફેલાય અને લોકો વધારે સુરક્ષિત બંને. હાલના સમયમાં લગ્નગાળો પણ ચાલી રહ્યો હતો. પણ આ કોરોના વાયરસના કારણે લોકોમાં કોરોના ના ફેલાય તે માટે સરકાર દ્વારા વધારે લોકોને ભેગા થવાની ના પાડી હતી અને કોઈપણ પ્રસંગમાં માત્ર 50 લોકોને જ મંજુરી આપવામાં આવી હતી.

લગ્નની એક ઘટનાએ હાહાકાર મચાવી દીધો હતો. બિહારની રાજધાની પટણા શહેરમાં એક લગ્ન પ્રસંગે કોરોનાથી સંક્રમિતથી 100 થી વધુ લોકો કોરોનાની જપેટમાં આવી ગયા હતા. પાલીગંજ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં આવેલા 100થી પણ વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. આ ઘટનામાં વરરાજાનું જ કોરોનાથી મૃત્યું થયું છે. સાથે-સાથે અન્ય મીઠાઈવાળા અને વાણંદનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, સોમવારના રોજ એક સાથે આ લગ્ન પ્રસંગ માંથી 79 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઘટના સામે આવતા ચારે તરફ ચમકાર મચી ગઈ હતી. આ પહેલા પણ 24 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા હતા.

બિહારની રાજધાની પટણાથી લગભગ 50 કિલોમીટર દૂર પાલીગંજના ડીહપાલી ગામમાં રહેતો વ્યક્તિ ગુરૂગ્રામમાં સોફ્ટવેર એન્જીયર હતો. 30 વર્ષનો વરરાજો લગ્ન કરવા માટે તારીખ 12 મે એ પટણામાં આવેલા પોતાના ગામમાં આવ્યા હતા. તે દરમિયાન એમના કેટલાક કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. પણ પરિવારજનોએ કોઈ પ્રકારનું ચેકઅપ કરવાના બદલે લગ્ન કરાવી નાંખ્યા હતા. તારીખ 15 જૂનના રોજ લગ્ન નક્કી થયા જેમાં મોટી સંખ્યામાં લોકો લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. લગ્નના બે દિવસ પછી વરરાજાની તબીયત એકાએક લથડતા પટણા એમ્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

સારવાર દરમિયાન વરરાજાનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર વાતની જાણ જ્યારે તંત્રને થઈ ત્યારે લગ્ન પ્રસંગમાં આવેલા બધા લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. સોમવારના રોજ ટેસ્ટ કરતા જાણવા મળ્યું હતું કે, ટોટલ 79 લોકો સંક્રમિત હતા. જ્યારે લગ્ન પ્રસંગમાં કુલ 379 લોકો આવ્યા હતા. આ સમારોહમાંથી 100થી વધારે લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. આરોગ્ય વિભાગના સંચાલક પ્રજિત કુમારે જણાવતા કહ્યું હતું કે, દર્દીઓને બમેતી ફુલવારીશરીફ મોકલવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના દર્દીઓને રવાના કરાયા છે. આ ઘટના સામે આવતા તંત્રએ અનેક વિસ્તાર સીલ કરી દીધા છે. અને આ ઘટના લોકો સામે આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

જોકે હાલ રાહતના સમાચાર તો એ છે કે, વરરાજાની દુલ્હન કોરોનાથી સંક્રમિત થઈ નથી. એનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઘટનાએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના છોંતરા કાઢી નાંખ્યા છે. માત્ર 50 જ લોકોને લગ્ન પ્રસંગમાં આવવા છૂટ આપવામાં આવી છે છતાં આ પ્રસંગમાં અનેક લોકો જોડાયા હતા. આ ઘટનાએ તંત્રની મુશ્કેલીમાં એકાએક વધારો કર્યો હતો. એક તરફ તંત્ર કોરોનાનું સંક્રમણ કોઈ રીતે ન ફેલાઈ એ માટે પગલાં ભરી રહ્યું છે. બીજી તરફ આ પ્રકારના પ્રસંગથી સંક્રમણનો વિસ્ફોટ થઈ રહ્યો છે. અને લોકો જયારે બેજવાબદાર બની ના કરવાના કામ કરી બેસે છે ત્યારે સમાજના બીજા લોકોને પણ આ ભોગવવું પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…