ગોમુત્ર અને છાસનો આ જુગાડ, રોજડાને તમારા ખેતરથી રાખશે મિલો દુર – જાણો જલ્દી…

ગુજરાત રાજ્યમાં 1.25 લાખ નીલ ગાય જંગલની બહાર છે. જે ગાયો ખેતરમાં જઈને ચારો ચરે છે. તેનાંથી ખેડૂતોને દર વર્ષે રૂ.5000 કરોડની આજુબાજુનું પાકને નુકશાન થાય છે. તેમ છતાં આ સમસ્યાનો કોઈ પણ ઉપાય નથી. માત્ર ખેતરમાં જ નહીં પરંતુ ગાંધીનગરમાં પ્રધાનોની વસાહત આજુબાજુ 700 નીલ ગાયો છે. સચિવાલયમાં પણ આ નીલ ગાયો ઘુસી જાય છે. જે આજુબાજુનાં ખેતરોમાં ચારો ચરવા માટે જાય છે ત્યારે નાહુ મોટું નુકસાન કરે છે. જે જગ્યાએ ખેતી વિભાગનાં 1200 કર્મચારીઓ રહેતા હોય તે જગ્યાએ આવી હાલત હોય તો ગુજરાત રાજ્યનાં 18000 ગામોમાં નીલ ગાયનું આક્રમણ કેવું હશે ? ગુજરાત રાજ્યને એક નીલ ગાય રૂપિયા 4 લાખમાં 1 વર્ષ માટે પડે છે. 1 નીલ ગાય દર વર્ષે રૂપિયા 4 લાખનું નુકસાન કરે છે. નીલ ગાય દરરોજ ખેડૂતોને રૂપિયા 1100નું નુકસાન કરે છે.
5 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં સીધું નુકસાન
એક હેક્ટર જેટલી જમીન હોય ત્યારે 5 પાલતુ પશુને ખોરાક પુરો પડે છે. એક હેક્ટર જમીનમાં 25000 KG ઘાસ એક ઋતુમાં થઈ શકે છે. એક પાલતુ પશુ 20 KG તેમજ નીલ ગાયને 30 KG લીલો ચારો ખાવા માટે જોઈએ છે. એક પશુને પીવા માટે 30 લીટર જેટલું પાણી જોઈએ. એ હિસાબે 1.25 લાખ નીલ ગાયોને પ્રતિ દિન 37-40 લાખ KG ખેતી પાક ખાઈ જાય છે. 137-140 કરોડ KG ઘાસ નીલ ગાય 1 વર્ષમાં ખાય છે. 55 હજાર હેક્ટરમાં આખો ખેતી પાક ખાઈ શકે છે. નીલ ગાય એક ખેતરથી બીજા ખેતર જઈને પાક ખાય છે, તેમજ ખાવા કરતાં પણ પાક 10 ગણો બગાડે છે. આ રીતે 5 થી 6 લાખ હેક્ટર જેટલી જમીનમાં નીલ ગાય પાકને નુકસાન કરે છે. ગુજરાત રાજ્યમાં 45 લાખ ખેડૂતો તેમજ 10 લાખ ખેતીનાં ભાગીયા છે તે લોકોને નીલ ગાય બહુ પરેશાન કરે છે.
એક હેક્ટરમાં કુલ ઉત્પાદન
એરંડી 1800 KG, બધા કઠોળ 1015 KG, મકાઈ 2500 KG, ભાલિયા ઘઉં 756 KG, જુવાર 1000 KG, ઘઉં 2800 KG, કપાસ 525 KG, મગફળી 3715 KG જેટલાનું ઉત્પાદન થાય છે. કપાસનું 17 લાખ હેક્ટર તેમજ મગફળી 25 લાખ હેક્ટર જેટલી જમીનમાં વાવેતર થાય છે. હાલ 5 થી 6 લાખ હેક્ટર જેટલી જમીનમાં નીલ ગાય જો 10 % નુકસાન કરે તો એક હેક્ટર દીઠ 1000 KGનું ખેડૂતોનાં ઉત્પાદન પાકને નુકસાન થાય છે. એક KGનાં સરેરાશ રૂપિયા 100 ગણવામાં આવે તો રૂપિયા 5000 કરોડનું નુકસાન નીલ ગાય કરે છે.
મારવા માટે મંજૂરી
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નીલ ગાયને મારી નાંખવા માટે મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોને બંદૂકનાં પરવાનાં નીલ ગાયને મારવા માટે વર્ષ 2000થી આપ્યા છે. પરંતુ ખેડૂતો નીલ ગાયને મારતાં નથી. ઘણા માંસનાં વેપારીઓ નીલ ગાયનો શિકાર કરીને શહેરોમાં ગાયનાં માંસ તરીકે વેચે છે. નીલ ગાય એ એક જંગલી પ્રાણી છે પરંતુ તે હાલ મહેસુલી વિસ્તારો તેમજ ખેતરો ઉપર નભે છે. રોડ ઉપર પણ આવી જાય છે. જેનાં લીધે વાહન અકસ્માતમાં દર વર્ષે 700 લોકોનાં મૃત્યુ થાય છે.
એક નીલ ગાયનું પ્રતિ દિનનું નુકશાન
દરરોજનું રૂપિયા 1100નું નુકસાન કરતી નીલ ગાયોને ખેતરથી દૂર રાખવા માટે સાયલાનાં ખેડૂત વાલજી ચતુર સભાણી દ્વારા એક અદભૂત રીત શોધવામાં આવી છે. અમદાવાદ શહેરની સૃષ્ટિ સંસ્થા દ્વારા તેની રીતનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમનાં કિમિયાથી પાક રક્ષણ માટેની નવી રીતને માન્યતા આપવામાં આવી છે.
છાસ તેમજ ગૌમૂત્રનો ઉપયોગ
20 દિવસ જૂની છાસ પરની આસ એટલે કે નીતારેલું પાતળું પાણી તેમજ ગૌમૂત્રને સરખા ભાગે મેળવી ખેતરની આજુબાજુ પાળા પર છાંટવાથી નીલગાય દૂર ભાગે છે, બીજાના ખેતરમાં જઈને પાક ખાય લે છે. આવો છંટકાવ કર્યા પછી માત્ર 6-7 દિવસ નીલગાય ખેતરમાં આવતી જ નથી. હવે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં એમનો આ પ્રયોગ ખેડૂતોને કામ આવી ગયો છે. ઉત્પન્ન થતી ગંધને લીધે નીલ ગાય ખેતરના પાકને ખાવા માટે આવતી નથી એવું ખેડૂતોનું જણાવવું છે.
છાણ તથા છાશ :
નીલ ગાયના છાણને ખેતરની આસપાસ નાંખવાથી નીલ ગાય દૂર રહે છે. નીલ ગાયનું છાણ અથવા તો ગાયનું છાણ કુલ 3 કિલો લઈ એમાં કુલ 1 લિટર છાશ તથા કુલ 10 લીટર પાણીમાં પલાળીને સાંજે ખેતરમાં ફરતે છાંટી દેવાથી નીલ ગાય દૂર રહે છે.
રંગીન સાડી :
આની ઉપરાંત ખેતરની આસપાસ નકામી રંગીન સાડીને ખેતરની ચારેય તરફ બાંધી દેવાથી નીલ ગાય પાસે આવતી નથી.
તારની વાડ :
ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવીને પણ રોકી શકાય છે. તેની માટે સરકાર સબસીડી આપી રહી છે.
દીવા દાંડી :
ભેંસાણમાં આવેલ ખંભાળીયા ગામના ખેડૂત હરિભાઈએ માત્ર 500 રૂપિયામાં દીવાદાંડી બનાવી છે. તેલના ખાલી ડબ્બાની 2 બાજુ કાપીને એમાં ટોર્ચ મૂકી દઈને નીચે બેરીંગ રાખી ઉપર પવન પાંખ રાખી દેવાથી તે ગોળ ફરે છે. પવનની સાથે તે રાતભર ફરતો રહે છે જેથી નીલગાય અથવા તો વન્ય પ્રાણી દૂર રહે છે. એમાં થાળીને ગોઠવીને તે વાગે એવી સુવિધા ખેડૂતો જાતે કરી શકે છે. જેને કારણે ડબ્બો ફરે તથા થાળીમાં અથડાય છે, જેમાં થાળીનો અવાજ આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…