ડુંગળીના ભાવને લઈ આવ્યા વધુ એક માઠા સમાચાર – દિવાળી સુધીમાં ભાવ આસમાને પહોંચી જશે!

Share post

કૃષિ પાકોમાં ડુંગળીને આસમાની સુલતાની સવિશેષ નડતી હોય છે. ખૂબ પાર્કે અને પડતર જેટલાં ભાવ પણ ન ઉપજે તો ખેડૂતો બાપડા ડુંગળી રસ્તા પર ઠાલવી દેવા મજબૂર બને છે, અને ન પાકે ત્યારે ઊંચા બજારભાવ જોઈને આંસુ સારતા હોય છે. આ વર્ષે સ્થિતિ એ છે કે ચોમાસાં દરમિયાન સૌરાષ્ટ્રનાં અનેક ખેડૂતોએ બબ્બે વખત જયારે ઘણાંએ તો ત્રણ ત્રણ વાર વાવી છતાં ડુંગળી બગડી ગઈ. પરિણામે, ઓકટોબરમાં આવી જવો જોઈતો નવો ઉતારો હવે મોટેભાગે જાન્યુઆરીમાં આવશે. ત્યાં સુધી ડુંગળીના જૂનાં સ્ટોકથી લોકોએ ચલાવવું પડશે, અને એનાં પણ દામ ઊંચા છે.

સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લો, ગોંડલ, ઉપલેટા, ભાયાવદર, કુતિયાણા, પોરબંદર, અમરેલી અને મુખ્યત્વે મહુવા, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં ડુંગળીનું વાવેતર થાય છે. ગત વર્ષે મબલખ પાક છતાં સારા ભાવ (ગોંડલ યાર્ડમાં એક તબક્કે રૂા ૨૧૦૦ અને સરેરાશ સૌરાષ્ટ્રના ખેડૂતોને રૂા ૧૫૦૦) મળી રહ્યાં હતાં એટલે આ વખતે બિજ રૂા. બેથી અઢી હજાર પ્રતિ કિલો જેવા ઊંચા ભાવે મળ્યા છતાં ખેડૂતોએ હોબેશ વાવેતર કર્યું હતું. પણ, ચોમાસાં દરમિયાન વિવિધ તબક્કે અતિશય વરસાદ થતાં પાક બગડી ગયો. આ સ્થિતિ માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત નહીં બલ્કે દેશભરમાં થઈ હોવાથી હાલ આવકો મર્યાદિત રહી જવા પામી છે.

ખેડૂત અગ્રણી પદુભા જાડેજા કહે છે કે ‘હાલ માત્ર અમુક ખેતરોમાં જ અને એ પણ પાંખી એવી નાની ડુંગળી જોવા મળે છે, અન્યત્ર પાક જ નથી. જેમણે ત્રીજી વાર વાવી છે તેમને ત્યાં પાક આવતાં હજુ દોઢ-બે મહિના લાગી જશે.’ પ્રફુલ્લ રંગાણી નામનાં વેપારી આ અનુમાનના સમર્થનમાં કહે છે કે, ‘નોરતાં પર આવવો જોઈતો માલ હવે જાન્યુઆરીમાં આવશે, હાલ નવી ડુંગળીની આવક ઓછી છે, જેના ભાવ 700-1050 ઉપજે છે.

જેમની પાસે ઉનાળુ ડુંગળીનો સ્ટોક પડયો હતો તેની આવકથી માંગ અને પુરવઠો જળવાઈ રહે છે અને તેના ભાવ 700 થી 1240 રૂપિયા જેવા છે. ખાસ તો, ઘણાંનાં મનમાં તેજીની રમત છે અને જો ડિસેમ્બર સુધી ડુંગળી અને બટાટાના આ જ ભાવ રહે તો લાંબો સમય ઊંચા દામનો રેકોર્ડ રચાઈ જશે! ‘ સામાન્ય સંજોગમાં આ દિવસોમાં 200 થી 300રૂપિયા પ્રતિ મણના ભાવે યાર્ડોમાં ઠલવાતી ડુંગળીના ભાવ થોડા દિવસ પૂર્વે 1200 બાદ હાલ 1000 રૂપિયા આસપાસ છે.

નાફેડના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, અત્યાર સુધીમાં 43 હજાર ટન કાંદા બજારમાં આવી ગયા છે. નવેમ્બરના પહેલા અઠિવાડિયા સુધીમાં તે લગભગ 22 હજાર ટન કાંદા વધુ બજારમાં ઉતારશે. માનવામાં આવી રહ્યું છે કે, ત્યાર પછી નાફેડનો સ્ટોક લગભગ ખતમ થઇ જશે, કારણ કે 25 હજાર ટન કાંદા ભેજ લાગી જવાને કારણે ખરાબ થઇ જશે.

ડુંગળી કેમ મોંઘી થઈ રહી છે?
કેટલાક દિવસોથી દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ડુંગળીનો પાક ખેતરોમાં નાશ પામ્યો છે, જેના કારણે ડુંગળીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટકમાં પાકને નુકસાન થયું છે. સામાન્ય રીતે, આ સમયે વપરાશકાર વિસ્તારોમાં ભાવ પર દબાણ છે, પરંતુ વરસાદને કારણે પાકને નુકસાન થતાં સપ્લાય પર અસર થઈ છે.

મંત્રાલયના આંકડા મુજબ, દક્ષિણ અને પશ્ચિમ પ્રદેશોમાં ડુંગળીના છૂટક ભાવમાં મોટો ઉછાળો થયો છે. ચેન્નાઈમાં ડુંગળી પ્રતિ કિલો 70-75 રૂપિયામાં વેચાઇ રહી છે. એક વર્ષ પહેલા આ ભાવ 33 રૂપિયા પ્રતિ કિલો હતો. દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને વધતા ભાવને રોકવા માટે સરકારે ગયા મહિને જ તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post