MBA અને B.Tech કરેલા બંને જુવાનીયાઓ ખેતી માંથી મેળવી રહ્યા છે કરોડોની આવક- જાણો કેવી રીતે?

Share post

ભારત એક કૃષિપ્રધાન દેશ રહેલો છે. ભારતમાં રહેતો નાનામાં નાનો ખેડૂત પણ લાખો રૂપિયાની આવક બદલાઈ રહેલ ટેકનોલોજી તેમજ યંત્રોનો ઉપયોગ કરીને મેળવી રહ્યો છે. ઘણીવાર આર્થિક સંકડામણને કારણે ખેડૂત આત્મહત્યા કરી લેતો હોય એવાં સમાચાર સામે આવતા હોય છે તેમજ ઘણીવાર લાખો રૂપિયાની આવક માત્ર ખેડૂતો ખેતીમાંથી જ મેળવી રહ્યાં છે.

હાલમાં દેશના ખેડૂતો લાખો રૂપિયાની કમાણી માત્ર ખેતીને કારણે મેળવી રહ્યા છે. ભણેલ ગણેલ લોકો કરતાં પણ અભણ લોકો એટલે કે ઓછુ ભણેલ ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ઘણીવાર આપણે સાંભળ્યું હશે, કે એન્જિનિયર થયેલ તેમજ ડોક્ટર, શિક્ષક વગેરે પોતાનો વ્યવસાય છોડીને ખેતીમાં જોડાયેલા હોય.

હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે. આજના જમાનામાં ખેતીને એક પછાત વ્યવસાય માનવામાં આવે છે તથા ખેડૂતોને પણ ઓછી આવકને કારણે સંતોષ માનવો પડે છે. લખનઉમાં રહેતા કુલ 2 ભાઈઓએ આ વ્યાખ્યાને બદલી નાખી છે. આજે  શશાંક તેમજ અભિષેક આધુનિક ખેતી કરીને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

લખનઉમાં રહેતા શશાંક ભટ્ટ જેણે MBA છોડીને ખેતી કરવાની શરૂઆત કરી હતી અને અભિષેકે Btech નો અભ્યાસ પૂર્ણ કરીને એના ભાઈની સાથે ખેતીમાં જોડાયા હતા. ઉત્તર પ્રદેશમાં ખેતી તો થાય છે પરંતુ ઉત્તરપ્રદેશ એ ખેતીની બાબત માં ઘણું પછાત રહેલું છે. તેમણે આધુનિક ખેતીની પદ્ધતિનું પાલન કરીને નાના સ્તરે ખેતીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તો શશાંકે લીઝ પર કુલ 5 એકર જમીનમાં કેપ્સીકમની ખેતી કરી. ત્યારપછી આજે કુલ 22 એકરથી વધારે જમીનમાં ખેતી કરી રહ્યો છે.

MBAની ડીગ્રી ધરાવતો નવયુવાન ખેડૂત કહી રહ્યો છે કે, “એમબીએમાં આઠ લાખ રૂપિયા ખર્ચ કર્યા પછી, મને મહિનામાં 20-25 હજાર રૂપિયાની નોકરી મળી રહી હતી, પરંતુ હું તેનાથી સંતુષ્ટ ન હતો. તેથી મેં નોકરી નહીં કરીને ખેતી કરવાનું વિચાર્યું. આ વર્ષે 22 એકરમાં કોબીજ ખેતીમાં હું 40 લાખ રૂપિયા કમાયો છું, જે હું ક્યારેય નોકરીથી કમાઇ શક્યો ન હોત.” આ સફળ કહાની છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની જાનકીપુરમ કોલોનીના યુવાન ખેડૂત શશાંક ભટ્ટની. જેની ઉંમર માત્ર 34 વર્ષની જ છે.  હાલના યુવાનો સમજે છે ખેતી દ્વારા કોઈ કમાણી નથી અને ખેતી ફક્ત સમયની બરબાદી જ છે, તો આવા દરેક યુવાનો માટે શશાંકે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાંચ વર્ષ પહેલાં પાંચ એકરથી કેપ્સિકમની ખેતી શરૂ કરનાર શશાંક આજે ત્રીસ એકરમાં કેપ્સિકમ, કોબીજ અને ઝુચિનીની ખેતી કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post