ગુજરાતમાં આ વિસ્તારોમાં હજુ 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી, દરિયામાં જોવા મળ્યો કરંટ- જાણો વિગતવાર

Share post

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ આવી રહ્યો છે. ત્યારે હજુ અગામી 3 દિવસ  ગુજરાતમાં તોફાની પવન સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની  કરવામાં આવી છે .ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા એક દિવસમાં મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. પાટણ, મહેસામા, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ વડોદરા, આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આહવામાં પણ વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસી શકે છે.

ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જાંબુઘોડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ડેડિયાપાડામાં સવા 7 ઇંચ, માંડવીમાં 6.6 ઇંચ, સોનગઢમાં 6.5 ઇંચ, પારડીમાં 6.5 ઇંચ, ગણદેવીમાં 6 ઇંચ, વ્યારામાં 5.5 ઇંચ, વાલોદમાં સવા 5 ઇંચ, અંકલેશ્વરમાં સવા 5 ઇંચ, વાંસદામાં 5 ઇંચ, ચીખલીમાં 5 ઇંચ, સિદ્ધપુરમાં પોણા 5 ઇંચ અને વઘઈમાં પણ પોણા 5 ઇંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે ખેરગામમાં 4.5 ઈંચ, હાંસોટમાં 4.5 ઈંચ, પાવી જેતપુરમાં 4.5 ઈંચ, નેત્રંગમાં 4.5 ઈંચ, વિજાપુરમાં 4 ઈંચ, બારડોલીમાં 4 ઈંચ, ઈડરમાં 4 ઈંચ, ડોલવણમાં 4 ઈંચ, નાંદોદમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ભાણવડમાં 4 ઈંચ, મહુવામાં 4 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, ધરમપુરમાં 4 ઈંચ, ઉમરગામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ આવી રહ્યો છે. ત્યારે હજુ અગામી 3 દિવસ  ગુજરાતમાં તોફાની પવન સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તેમાંય ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે પોરબંદરના દરિયામાં ભારે પવન ફૂંકાય રહ્યો છે તેમજ કરંટને કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે ભારે પવનને કારણે માછીમારી કરવા ગેયલી એક બોટ અને એક બાર્જ દરિયાકાંઠે તણાઈને આવ્યું છે. બાર્જમાં 9 ક્રુ મેમ્બર સવાર હતા અને બોટમાં 6 માછીમારો સવાર હતા. પરંતુ આ તમામનો બચાવ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

હવામાન વિભાગ દ્વારા દરિયો ખેડવાની ના પાડવામાં આવી હોવા છતાં 6 ખલાસી સાથે માછીમારી કરવા ગયેલી બોટ અને 9 ક્રુ મેમ્બર સાથેના બાર્જનું એન્કર તૂટી જતા મધદરિયે તમામ લોકો ફસાયા હતા. જો કે, ભારે પવન અને કરંટને કારણે બોટ અને બાર્જને દરિયાકાંઠે ધકલી દેતા તમામના જીવ બચ્યા હતા. બોટ પોરબંદરના દરિયાકાંઠે આવેલા ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવીને અથડાઈ હતી. બાર્જ અને બોટમાં મોટું નુકસાન પહોંચ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post