વીમા કંપનીઓની ગોલમાલને લીધે કૃષિ લોનના NPAમાં અધધ ૪૩% નો વધારો- ખેડૂતનો બોઝ વધશે

Share post

ગત વર્ષ રાજ્ય માં દુષ્કાળ હેઠળ હતો રાજ્ય ના ૧૧ જિલ્લા અને ૫૧ તાલુકા ને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતાં. ગત વર્ષ રાજ્યમાં પડેલા ઓછા વરસાદ ને કારણે ખેડૂતો હાલત કફોડી જણાઈ રહી છે ખેડૂતો માં ભારી નાણાકીય તંગી જોવા મળી રહી છે જેની અસર ખેડૂતો ની લોનમાં સાફ સાફ દેખાય છે ગુરુવારે જાહેર કરાયેલી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટેની તાજેતરની સ્ટેટ લેવલ બેન્કર કમિટી ના અહેવાલ માં જણાવ્યું છે કે ગત વર્ષ કૃષિ સગમેન્ટ માં કુલ બિન કાર્યક્ષમ અસ્કયતો (NPA ) ના આંકડા માં અધધ ૪૩% થી વધુને ૫૬૯૦ કરોડ થયો છે જે પાછલા વર્ષ માં ૩૯૭૨ કરોડ હતો.

રાજ્યની બાકીની NPA કુલ ટકાવારી ગયા વર્ષ ૫% થી વધી ને ૭% થય ગય છે. અહેવાલ માં જણાવ્યું છેકે ૩૧ માર્ચ ૨૦૧૯ ના રોજ કુલ કૃષિ રૂણ ૮૩૧૫૭ કરોડ હતું જે પાછલા વર્ષ માં ૭૯૪૮૮ કરોડ હતું જે ૪.૬ % વધુ થયું .

SLBC ના અધ્યક્ષ ખીચી એ જણાવ્યું કે વર્ષ દરમિયાન કૃષિ વિકાસ ની વૃદ્ધિ રાજ્યના સમગ્ર વિકાસના નોધાયેલા ૯.૫% વૃદ્ધિ વિકાસ થી ઓછી રહી જોવા મળી છે કૃષિ ના વિકાસ માં ૪.૬૨% ની મંદી જોવા મળી છે.

આ કૃષિ મંદીના કારણે NPA માં વધારો થયો છે. ખિચી ના જણાવ્યા અનુસાર કૃષિ માં મંદી ખાલી એકલા ગુજરાત પૂરતી j નથી પણ આ હાલત ભારતભર નું એક દૃશ્ય છે.

SLBC ના અહેવાલ મુજબ રાજ્ય ના ૧૧ જિલ્લા અને ૫૧ તાલુકા માં રાહત ના પગલાં હાથ ધરવામાં આવ્યા હતા RBI ની માર્ગદર્શિકા મુજબ કામ કરવામાં આવ્યું હતું પણ આ બધું સરકારી ચોપડે જ થયું લાગે છે કારણ કે જમીનની હકીકત સાવ જુદી છે કોઈ પણ કામ પૂર્ણ રૂપે થયું નથી પણ અહેવાલ માં બધું થયું છે રાહત માં પગલાને વિસ્તૃત કરતા તેઓ જણાવે છે કે ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી માં ૪૪૮૨ ખાતા ધારકો (ખેડૂતો) ને ૪૨.૨૯ કરોડ રૂપિયા ની લોન પુનઃ નિર્ધારિત કરવામાં આવી છે જેમાંથી ખાતાની સંખ્યા ના સંદર્ભમાં ૨૪૭૧ ખાતા ધારકોને અને ૧૧.૫૪ કરોડ રૂપિયા નવા નાણાંની રકમની શરતો પણ વિસ્તૃત કરવામાં આવી છે.

વડાપ્રધાન ફસલ વીમા યોજના હેઠળ ( માર્ચ ૨૦૧૯ સુધી) આશરે ૧૭.૫ લાખ ખેડૂતોને વર્ષ ૨૦૧૮-૧૯ માં ૨૬.૦૮ લાખ હેક્ટર જમીન ના વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો વીમા કંપનીઓ ને ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ ૩૧૩૭ કરોડ નું છે જેમાં ખેડૂતો એ કુલ ૨૫૦ કરોડ રૂપિયાની ની આસપાસ પ્રીમિયમ આપ્યું છે અને બાકીનું રાજ્ય અને કેન્દ્ર સરકાર ની ફાળો છે. પરંતુ રાજ્ય ના ગત વર્ષ દુષ્કાળ જેવું સ્થિતિ હોવા છતાં અને રાજ્ય સરકાર દ્વારા ૧૧ જિલ્લા અને ૫૧ તાલુકા ને જાહેર કર્યા હોવા છતાં વીમા કંપનીઓ એ વીમો પૂરતા પ્રમાણમાં આપ્યો નથી કંપનીઓ દ્વારા ક્રોપ કટિંગ ના આંકડા માં ગોલમાલ કરી હોય તેવું જણાય રહ્યું જે જેથી ખેડૂતો ને વીમો આપવો ના પડે આવા કારણો ના લીધે આજ જગતનો તાત છેતરાય રહ્યો છે અને નાણાં ની તંગી ના કારણે લોન ( ધિરાણ) ભરી સકતો નથી અને તેના NPA માં વધારો થાય છે તેના લીધે ઘણી વાર લાચારી માં આત્મહત્યા કરવા પણ મજબૂર થાય છે.


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…