ગુજરાતના ખેડૂતોને જંતુનાશકના નામે પધરાવવામાં આવી રહ્યો છે નકલી માલ- આ રીતે બહાર આવ્યું કૌભાંડ

Share post

ગુજરાત રાજ્યનો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ હારી ગયું છે. ગુજરાત રાજ્યનાં કૃષિ મંત્રી આરસી ફળદુ સૌથી નબળાં કૃષિમંત્રી તરીકે સાબિત થયાં છે. કૃષિમાં તેમણે હાલ સુધી કોઇ ઇનિસિયેટીવ લીધા નથી જેથી ગુજરાત રાજ્યનાં ખેડૂતોની સમસ્યા વધી છે. હાલ તો સરકારે કૃષિ મેળા પણ ઓછા કર્યા છે. જેથી ખેડૂતોને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન નથી મળતું.

ચોંકાવનારી એવી બાબતો બહાર સામે આવી છે કે, ગુજરાત રાજ્યનાં ખેડૂતોને બિયારણ તો ઠીક પરંતુ જંતુનાશક દવાઓ પણ ભેળસેળવાળી મળે છે. ખેડૂતો તેનાં પાકને જંતુઓથી બચાવવા માટે જે દવાનો ઉપયોગ કરે છે તે અસલી નથી તેવું સરકારી આંકડા પરથી પુરવાર થાય છે. તપાસ કરવામાં આવી ત્યારે માલૂમ થયું છે કે,  ઘણી જંતુનાશક દવાઓમાં મિલાવટનાં લીધે પરિણામ મળતું ન હોવાનાં લીધે ખેડૂતો સેન્દ્રીય દવાઓ બાજુ વળ્યા છે.

કહેવામાં આવે છે કે, હાલ તો ઝેર પણ મોંઘુ થઇ ગયું છે તેમજ તેમાં પણ ભેળસેળ થઇ રહી છે. ખેડૂતો તેનાં ખેતરમાં જંતુઓને મારવા માટે જે દવાઓનો છંટકાવ કરવામાં આવે છે તે દવાઓ બનાવટી તેમજ નકલી જોવા મળે છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્પાદકો તેમજ વેપારીઓ સ્ટાન્ડર્ડ દવાઓનાં લેબલમાં નકલી દવાઓ આપી દે છે. ગુજરાત રાજ્યનાં કૃષિ ખાતાનાં અધિકારીઓએ અલગ અલગ જિલ્લાઓમાં જંતુનાશક દવાઓનાં નમૂના લેવામાં આવ્યા છે જેમાં ઘણી દવાઓ નકલી તેમજ બિન અસરકારક સાબિત થઇ છે.

ગુજરાત રાજ્યમાં ખેડૂતો જંતુઓથી પાકને બચાવવા જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. મોંઘા ભાવે ખરીદવામાં આવેલ બ્રાન્ડેડ દવાઓમાં પણ નકલી તેમજ બનાવટી દવાઓ મળે છે. ખેડૂતોને દવાઓ વેચતી કંપનીઓ તેમજ વેપારીઓ ભેળસેળવાળી દવાઓ આપે છે તેની અસર જંતુઓ ઉપર ઓછી પણ ખેડૂતો પર વધુ થાય છે.

છેલ્લા 2 વર્ષમાં જંતુનાશક દવાઓનાં લેવામાં આવેલા સેમ્પલ માંથી 259 સેમ્પલો ફેઇલ થયા છે. એટલે કે, આ દવાઓ નકલી તેમજ બનાવટી સાબિત થયા છે તેમ છતાં પણ ખેડૂતોને ઉંચા ભાવે આપવામાં આવે છે. આ દવાની પાક પર કોઇ પણ જાતની અસર થતી નથી.

ગુજરાત રાજ્યમાં સૌથી વધારે જંતુનાશક દવાઓનાં નમૂના ફેઇલ થયા છે તે રાજકોટમાં થયા છે. રાજકોટ જિલ્લામાં 23 દવાઓનાં નમૂના ફેઇલ થયા છે. બીજા નંબરે 18 જેટલા નમૂનાની સાથે ગીર સોમનાથ જિલ્લો આવે છે. અરવલ્લી તેમજ પંચમહાલમાં એકસરખા 16 જેટલા નમૂનાઓ ફેઇલ થયા છે. ગાંધીનગર શહેરમાં 15સાબરકાંઠા જિલ્લામાં 13નવસારીમાં 12કચ્છ તેમજ મહેસાણામાં 11 જેટલા નમૂનાઓ ફેઇલ થયા છે.

એ સિવાય અમદાવાદ તેમજ નર્મદામાં એકસરખા 10 તેમજ વડોદરા તેમજ ભાવનગર શહેરમાં 9 અને પોરબંદર તેમજ બોટાદમાં 8-8 જેટલા નમૂનાઓ ફેઇલ થયા છે. ગુજરાત રાજ્યનાં કુલ 33 જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં જંતુનાશક દવાઓનાં નમૂનાઓ ફેઇલ થયા છે. ગુજરાત રાજ્યમાં કુલ 259 જેટલી દવાઓ ખેતરમાં છાંટવા યોગ્ય નથી તેમ છતાં ખેડૂતોની પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા છે.


Share post