હવે ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન, મોદી સરકાર આગામી બજેટમાં લઇ શકે છે નિર્ણય

Share post

કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 અને પેન્શન પછી હવે ક્રેડિટ કાર્ડ ઉપર વ્યાજ મુક્ત લોન આપી શકે છે. જોકે આની જાહેરાત આવતી 5 જુલાઇએ રજૂ થનારા બજેટમાં થઈ શકે છે. આ ઉપરાંત મંત્રીપરિષદ એ બાર સુત્રી કાર્યક્રમોનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

આ છે તે બાર સુત્રી કાર્યક્રમ:

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક ખબર અનુસાર કેન્દ્ર સરકાર નો ટાર્ગેટ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવત બમણી કરવાનો ઇરાદો છે. હકીકતમાં આના માટે પાક ઉત્પન્ન થયા બાદ તેનો સંગ્રહ કરવો, ટ્રાન્સપોર્ટ કરવો ,માર્કેટમાં વેચવો, ગામડાઓમાં આપવો તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિંચાઈ સંસાધનોને વિકસિત કરવો તેમાં સામેલ છે. જો કે આમાંના કેટલાક કાર્યક્રમો લાંબા સમયે પૂર્ણ થશે.

કૃષિ મંત્રાલયના 100 દિવસમાં એજન્ડા સમાવિષ્ટ થશે

તમને જાણીને નવાઈ લાગશે આમાંના વધુમાં વધુ કૃષિ મંત્રાલયના ૧૦૦ દિવસના એજન્ડામાં સામેલ છે.હકીકતમાં આ માટે ખેડૂતોને આશા છે કે બીજેપી એ પોતાની સરકારના ઘોષણાપત્રમાં આપેલ વાયદો પૂરો કરશે .જેમાં ખેડૂતોને એક લાખ રૂપિયા સુધી વ્યાજ મુક્ત લોન આપવા માટે કહ્યું હતું. જાણકારી ખાતર જણાવી દઈએ કે હાલમાં ખેડૂત ક્રેડિટ કાર્ડ દ્વારા ખેતી માટે ત્રણ લાખ રૂપિયા સુધીનો કર્જો નિયત સમયે ભરવા ઉપર 4 ટકા વ્યાજ મળે છે.
કરજના આ બાબતે એન એસ એસ ઓ નો આ છે આંકડો..

દેશના દરેક ખેડૂત પર માથાદીઠ 47000 રૂપિયાનો કર્જ છે, જ્યારે દરેક ખેડૂતો પર શાહુકારો નો કર્જ એવરેજ 12130 રૂપિયા છે. હકીકતમાં NSSO ના અનુમાન મુજબ શાહુકારો થી સૌથી વધુ ૬૧૦૩૨ રૂપિયા દરેક ખેડૂત પર એવરેજ કર્જ આંધ્રપ્રદેશમાં છે.

તેમજ બીજા નંબર ઉપર ૫૬૩૬૨ રૂપિયા એવરેજ ની સાથે ના બીજા નાંબરપર તેલંગાણા છે અને ત્રીજા નંબર ઉપર ૩૦,૯૦૦ રૂપિયા સાથે રાજસ્થાન છે. જણાવી દઈએ કે સરકાર ખેડૂતોને કર્જના આ ચક્રમાંથી મુક્ત કરવા માગે છે. જેથી તેઓનું જીવન સુધરી શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post