પશુપાલકો માટે આવ્યા આનંદનાં સમાચાર: બજારમાં આવી ગઈ ગાય અને ભેંસની ગર્ભાવસ્થા જાણવાની કિટ -જાણો એની ખાસિયતો વિશે 

Share post

પશુપાલકોને લઈ એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા તથા સેન્ટ્રલ બફેલો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હિસારના વૈજ્ઞાનીકોએ ગાય તથા ભેંસની સ્ક્રીનિંગ માટે કીટ તૈયાર કરવામાં આવી છે. આ કીટ માત્ર 30 મિનિટમાં પ્રાણીના ગર્ભાશયની તપાસ કરશે. પ્રેગ-ડી નામની આ કીટ પ્રાણીનાં માત્ર 2 ml પેશાબની તપાસ દ્વારા ગર્ભાવસ્થા જાણી શકાશે.  એક કીટ કુલ 10 પશુની ચકાસણી કરી શકશે. બીજ દાન કરાવ્યા બાદ કુલ 18 દિવસમાં ખબર પડશે કે, પશુને ગર્ભ છે કે નહીં. પરીક્ષણમાં કુલ 90% સફળતા મળી છે. કિંમત કુલ 20 રૂપિયાથી પણ ઓછી રહેશે. ગુજરાતની સહકારી ડેરી પોતાના ગ્રાહકોને આવા સાધનો આપવા માટેની તૈયારી કરી રહી છે.

કેવી રીતે કાર્ય કરે છે?
ગર્ભાવસ્થા દરમિયાન પેશાબમાં ખાસ પ્રકારનું પ્રોટીન મેળવવામાં મોટી સફળતા મળી છે. પશુ પેશાબ તથા ઘણાં રસાયણોને ગરમ તથા ઠંડા કરશે. એમાં બીજું કેમિકલ ઉમેરવામાં આવશે. જો રંગ બદલાય છે તો પ્રાણી ગર્ભવતી માનવામાં આવશે.

ગર્ભાવસ્થાને શોધવા માટે બાયો સેન્સર બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. એ હજુ  પ્રારંભિક તબક્કે છે. કાગળની પટ્ટી તૈયાર કરવા માટે સંશોધન કરી રહી છે, જેને કારણે પ્રાણીનાં મૂત્રના ફક્ત 1 ટીપા દ્વારા ગર્ભને શોધી શકશે.

અત્યારે શું તકલીફ છે?
ગાય તથા ભેંસની ગર્ભાવસ્થાની તપાસ સહિત પશુપાલનમાં કેટલીક તકલીફ રહેલી છે. મોટાભાગના ખેડૂતો એમની ગાય અથવા તો ભેસ ગર્ભવતી છે કે નહીં તે ચોક્કસ રીતે જાણી શકતા નથી. આની માટે તેઓએ પશુ ચિકિત્સકની પાસે જઇને એની તપાસ કરાવવી પડશે. જેમાં ખુબ સમય તથા નાણાંનો ખર્ચ કરવો પડે છે. ગર્ભાશયની તપાસ કરવી એ ખુબ મોટો પડકાર છે. ગર્ભ રહ્યા બાદ કુલ 70 દિવસ રાહ જોવી પડે છે. ડોકટરો એને કુલ 65 દિવસ બાદ હાથ નાંખીને શોધે છે.

દૂધ ઉત્પાદનમાં વધારો થશે :
હાલમાં પશુપાલકોને ગર્ભધારણ વિશે દિવસો સુધી ખ્યાલ આવતો નથી. કેટલાક પ્રાણીનાં લક્ષણોને જોઈ શક્યતા લગાવે છે પરંતુ ઘણીવાર એમનો અંદાજ ખોટો સાબિત થાય છે. આમ, કુલ 70 દિવસ સુધી પશુ ગર્ભધારણ ન કરે તો કુલ 70 દિવસ મોડું દૂધ આવે છે. એક પશુ દરરોજ કુલ 14 લિટર દૂધ આપે તો એને કુલ 1,000 લિટર દૂધ ગુમાવવું પડે છે.

એને કુલ 35,000 રૂપિયાનું નુકસાન જાય છે. આવા કુલ 15% પ્રાણીઓ એકવાર વીર્ય ડોઝ આપ્યા બાદ ફલિત થતાં નથી. આ હિસાબે ગુજરાતમાં કુલ 1 કરોડ દૂધાળા પશુ છે. કુલ 10 લાખ પશુ સમયસર ગર્ભ ધારણ કરતાં નથી. જેને લીધે કુલ 3,00 કરોડ રૂપિયાનું દૂધ ગુમાવવું પડે છે. કીટથી દૂધના ઉત્પાદનમાં કુલ 3,000 કરોડ રૂપિયાનો ભારે વધારો થશે.

ફક્ત એક પશુ કુલ 1.25 લાખ રૂપિયાનું દૂધ આપે :
દૂધનો ભાવ કુલ 730 રૂપિયા કિલો ફેટના છે. માત્ર એક પશુ કુલ 1.28 લાખથી લઈને કુલ 2 લાખ રૂપિયાનું દૂધ વર્ષમાં આપે છે. જેનું અડધું ખર્ચ તેના ખોરાક તરીકે થાય છે.

અનુભવ :
પ્રાંતિજમાં આવેલ વદરાડ ગામના ખેડૂત રસિક પટેલ જણાવે છે કે, પશુ ગરમીમાં આવે ત્યારે દૂધ આપવાનું ઓછું કરે છે. યોનીમાંથી પાતળું પ્રવાહી નિકળે, કૂદાકૂદ કરે. બીજદાન પર જ ચાલે છે. બીજદાન બાદ કુલ 2 કલાક પશુને ઊભું રાખવામાં આવે છે. ત્યારપછી ગર્ભાશય સુધી શુક્રાણુ પહોંચે છે. જો, ગર્ભધારણમાં નિષ્ફળ જાય તો કુલ 21 દિવસ બાદ પશુ ફરીથી ગરમીમાં આવે છે. ફરીથી એજ લક્ષણો બતાવે છે.

ગર્ભ ધારણ કર્યા બાદ કુલ 3 મહિને ડોક્ટર ચેક કરે. હાથમાં મોજાં પહેરીને યોનીમાં હાથ નાંખીને ડોક્ટર તપાસ કરે છે ત્યારે જાણ થાય છે કે, પશુને ગર્ભ રહ્યો છે કે નહીં? ત્યાં સુધી લક્ષણો તથા અનુમાન પર ચાલે છે. બીજ દાન કરાવ્યા બાદ  ઠરી જાય છે. ત્યારપછી યોનીમાંથી ઘાટો ચીકણો પદાર્થ આવે છે. દૂધ ઓછું આપતી થાય છે. કુલ 9 મહીના ગાય તથા કુલ 10 મહિના ભેંસ બચ્ચુ આપે છે.

હવે ફક્ત પાડીને જન્માવવી હોય તો એની ટેકનોલોજી આવી ગઈ છે. આવું બીજ દાન કર્યા બાદ પાડાનો જન્મ થતો નથી. આની સાથે જ પાડી જન્મે છે. પાડો પશુ પાલક માટે બોજરૂપ ગણાય છે. આવો બીજ ડોઝ કુલ 500 રૂપિયાનો આવે છે. પાડી જન્મે તો માત્ર 3 વર્ષમાં કુલ 30,000 રૂપિયાની થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post