હવે ખેડૂતની ઈચ્છા હશે ત્યારે વરસાદ થશે- આ વિડીયો જોઇને તમે પણ કહેશો વાહ!!

Share post

આજના સમયમાં પાણીની એટલી બધી અછત થઈ રહી છે કે ખેતી કરવી મુશ્કેલ પડી રહી છે. સિંચાઈની નવી નવી પદ્ધતિઓ શોધવી પડી રહી છે. જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ, માટલા પદ્ધતિ જેવી ઘણી પદ્ધતિઓથી આજે સિંચાઈ થઇ રહી છે. પરંતુ હવે ખેતી માટે સિંચાઇ ની નવી યોજના આવી છે જેનું નામ છે રેઇન પાઇપ યોજના.

આ સિંચાઈ પદ્ધતિની મદદથી ખેડૂત ઇચ્છે ત્યારે તેના ખેતરમાં વરસાદ વરસાવી શકશે. આ પદ્ધતિ દ્વારા આખા ખેતરમાં પાઈપ ગોઠવવામાં આવે છે. ખેતરમાં ગોઠવેલી આ પાઈપ માંથી વરસાદ થવાથી પાકમાં થયેલી બીમારીઓ સારી થઈ જાય છે. જો એવું બની જાય કે વરસાદ તમે ધારો ત્યારે પડે તો ખેતી કરવી ખૂબ સરળ બની જાય. તમને આ રેઇન પાઇપ દ્વારા કઈ રીતે વરસાદ પડે છે તેના વિશે આજના આ લેખમાં તેમજ વીડિયોમાં જણાવીશું.

તમે પણ તમારા ખેતરમાં આ પદ્ધતિનો સારો ઉપયોગ કરી શકો છો…
સૌથી પહેલાં તો મેઇન પાઇપને ખેતરમાં બિછાવી દો. હવે રેઇન પાઇપને લગાવવા માટે ૧૫ ફૂટના અંતરે વાલ આપવામાં આવેલું છે તે મુકો. વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે મેઇન પાઈપ માં હોલ પાડીને રેઇન પાઇપને જોડવા માટેનો વાલ લગાવી દો. પછી મેઈન પાઇપના છેડાને બંધ કરી દો. જે વીડિયોમાં દર્શાવેલું છે. આ એકદમ સરળ પદ્ધતિ છે જે દરેક ખેડૂત પોતાના ખેતરમાં ગોઠવી શકે છે.

ત્યારબાદ વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે રેઈન પાઇપને વાલ સાથે જોડી દો. હવે જો તમારે રેઇન પાઇપ ની લંબાઈ વધારવી હોય તો તેના માટે એક કનેક્ટર પણ આપવામાં આવેલું છે. તેને બંને પાઇપ વચ્ચે લગાડી તમે પાઇપ ની લંબાઈ વધારી શકો છો. હવે રેઇન પાઇપ ના છેલ્લા ભાગને પણ વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે પેક(બંધ) કરી દો. હવે મેઇન પાઈપ સાથે રેઇન પાઇપ ને વીડિયોમાં બતાવ્યા પ્રમાણે જોઈન્ટ કરી દો. આપણે ધાર્યું કામ હાલ પૂરું થયું છે. અને તમારા ખેતરમાં તમે ધારો ત્યારે વરસાદ કરી શકશો.

હવે તમને જણાવીએ કે આ પ્રકારની સિંચાઈ પદ્ધતિ નો ફાયદો શું છે. તો સૌથી પહેલાં તો ફાયદો એ છે કે આજના સમયમાં પાણીની ખૂબ અછત છે. તેવામાં આ પદ્ધતિ દ્વારા પાણીનો ખૂબ બચાવ થશે. અને જરૂર પૂરતું પાણી જ તેમાં વપરાશે. આનાથી તમે ચાર ગણું પાણી બચાવી શકો છો. સામાન્ય સિંચાઈ પદ્ધતિ ના મુકાબલે તમે ખૂબ ઓછા સમયમાં સિંચાઈ કરી શકો છો. અને તેમાં પાણીનો દુરુપયોગ પણ નહીં થાય.

આ વિડીયો જોઇને તમેપણ તમારા ખેતરમાં તમારો ધર્યો વરસાદ વર્ષાવી શકશો…

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post