કેવી રીતે આજના ખેડૂતો કાળા ચોખાની ખેતી માંથી કરી રહ્યા છે લાખોની કમાણી, જાણો સંપૂર્ણ માહિતી

Share post

દેશના ખેડૂતો વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ખેતીને લઈ પાકો તથા કોઈપણ સમસ્યાના નિવારણ અંગે કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં આવી જ એક આશ્વર્ય પમાડે એવી એક જાણકારી સામે આવી રહી છે. કોઈપણ વ્યક્તિના ઘરમાં ચોખા ન હોય એવું ભાગ્યે જ બનતું હોય છે પરંતુ હાલમાં કાળા રંગના ચોખાને લઈ એક જાણકારી સામે આવી રહી છે.

ભારતમાં અનાજની ખેતી ખુબ મોટા વિસ્તારમાં થાય છે પરંતુ ક્યારેય પણ તમે કાળા ચોખાની ખેતી કરી છે. તમારા માટે આ આશ્વર્યની વાત હશે પરંતુ આસામનાં ગોલપુર જીલ્લામાં આ એક સામાન્ય વાત છે અહિ કુલ 200 થી વધારે ખેડૂતો કાળા ચોખાની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આવું એટલા માટે છે કે, જે જગ્યાએ સામાન્ય ચોખાની કિંમત કુલ 80 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે. એની સામે કાળા ચોખાની કિંમત કુલ 500 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે.

ભારતમાં સૌપ્રથમ કાળા ચોખાની ખેતી આસામના ખેડૂત ઉપેન્દર રાબાએ વર્ષ 2011 માં શરુ કરી હતી. જેઓ આસામનાં ગોલપુર જીલ્લામાં આવેલ આમગુરીપારા નામના ગામનાં વતની છે. આ ખેડૂતને કૃષિ વિજ્ઞાન કેડરે કાળા ચોખાની ખેતી કરવા માટે પ્રેરણા આપી હતી પરંતુ આજુબાજુના ખેડૂતોને ઉપેન્દર પર વિશ્વાસ ન હતો. જયારે ઉપેન્દરનો પ્રયોગ પ્રથમ વર્ષે જ સફળ રહ્યો તો અન્ય ખેડૂતોએ પણ કાળા ચોખાની ખેતી કરવાની શરુઆત કરી. કારણ કે, એમાં ફાયદો ખુબ થાય છે.

આસામ સરકાર પણ ખેડૂતોને કાળા ચોખાની જૈવિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. કેમ કે, જ્યાં સાવ સામાન્ય કાળા ચોખાની કિંમત કુલ 250 રૂપિયા પ્રતિ કિલો છે એ ઓર્ગેનિક કાળા ચોખાની કિંમત કુલ 500 રૂપિયા પ્રતિ કિલો રહેલી છે. કાળા ચોખાની ખેતીની ભારતમાં અત્યારે શરૂઆત થઈ છે. એવી આશા દાખવી રહ્યાં છીએ કે, ધીરે-ધીરે આ ખેતી સમગ્ર ભારતમાં થવા લાગે તથા અન્ય ખેડૂતોને પણ એનો લાભ મળી શકે. જો તમે એની ખેતી કરવા માંગો છો તો એના બીજ ઓનલાઈન મળી જાય છે તથા એને તમે ઓનલાઈન વેચી પણ શકો છો. કેટલાંક વેપારીઓ એની કોન્ટ્રેક્ટ ખેતી પણ કરાવે છે.

પંજાબનાં ખેડૂતોએ શરુ કરી કાળા ચોખાની ખેતી:
પંજાબનાં ફિરોજપુર જીલ્લામાં આવેલ દિંહ વાળા ગામમાં આ વર્ષે સૌપ્રથમ વખત પંજાબના અમુક ખેડૂતોએ કાળા ચોખાની ખેતી કરી હતી. હાલમાં એમને માર્કેટમાં કુલ 500 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવ મળી રહ્યા છે. પંજાબમાં આ ચોખાની કિંમત માત્ર 1 એકરદીઠ કુલ 20 ક્વિન્ટલ નીકળવાની શક્યતા રહેલી છે. પંજાબના કુલ 3 ખેડૂતોએ મળીને કુલ 35 એકરમાં કાળા અનાજની સૌપ્રથમ વખત ખેતી કરી તો એમને ખુબ સારું પરિણામ મળી રહ્યું છે.

ખેડૂત જસવિન્દર સિંહ જણાવતાં કહે છે કે, એનું બીજ મિઝોરમથી લાવવામાં આવ્યાં છે. આ વખતે આ ચોખાની ઉંચાઈ કુલ 7 ફૂટ સુધી થઇ ગઈ છે તથા એની માટે કોઈપણ પ્રકારના ખાતર નાખવાની જરૂર રહેતી નથી. હાલમાં ચોખા તૈયાર નથી થયા તથા કેટલાંક વેપારીઓ એના બીજ બનાવવા માટે ખેડૂતોને મોં માગ્યા ભાવ આપવા માટે તૈયાર છે.

કાળા ચોખાનો ઇતિહાસ:
જુદા-જુદા પોષક તત્વોથી ભરપુર, કાળા ચોખાનો ઈતિહાસ ખુબ વિશાળ તથા જાણવા જેવો છે. એશિયા મહાદ્વીપમાં ચોખાને મુખ્ય ખોરાક તરીકે ખાવામાં આવે છે. જુના સમયમાં ચીનના એક ખુબ નાના વિસ્તારમાં ચોખાની ખેતી કરવામાં આવતી હતી તથા આ ચોખા ફક્ત રાજા માટે થતા હતા.

આમ તો હાલમાં એની પર કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખવામાં આવ્યો નથી એમ છતાં પણ સફેદ તથા બ્રાઉન ચોખાની સરખામણીમાં એની ખેતી ખુબ જ ઓછી થાય છે. કેટલાક લોકો તેના વિષે જાણે છે. જયારે આ અન્ય ચોખાની સરખામણીમાં સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.

કાળા ચોખાને ખાવાથી થતા લાભ:
આપને જણાવી દઈએ કે, કાળા ચોખાને એના પોષક ગુણોને લીધે ઓળખાવામાં આવે છે. કાળા ચોખા એન્ટી-ઓક્સીડેંટ ના ગુણોથી ભરપુર હોય છે. એન્ટી-ઓક્સીડેંટ આપણા શરીરમાં રહેલ ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં સહાય કરે છે. આમ તો કોફી તથા ચા માં પણ એન્ટી-ઓક્સીડેંટ મળી આવતાં હોય છે પરંતુ કાળા ચોખામાં એની માત્રા સૌથી વધારે હોય છે. કેન્સરના ઈલાજ માટે સૌથી વધારે લાભદાયક માનવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…