ખેડૂતે લાલ નહિ પણ પીળા રંગના ઉગાડ્યા તરબૂચ, જાણો તેની સફળતાની કહાની

Share post

હાલમાં કોરોના વાઈરસના કારણે દરેક લોકોના કામ-ધંધા બંધ છે. આ દરમ્યાન, મોટા ભાગના લોકો ખેતી તરફ વળી રહ્યા છે. મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં એક વિશેષ જાતનું તરબૂચ ખાવા મળશે, જે બહારથી તો લીલું છે, પરંતુ કાપવાથી અંદર પીળા રંગનું છે, તેનો સ્વાદ મીઠો અને થોડો પાઈનેપલ ફ્લેવરનો છે.

તમે અત્યાર સુધી લાલ રંગના તરબૂચ ખાધા હશે. પરંતુ મધ્યપ્રેદશના બૈતુલ જિલ્લામાં એક પ્રગતિ કરતા ખેડૂત શ્યામ પવારે એક ખાસ જાતના તરબૂચ ઉગાડ્યા છે, આ તરબૂચ બીજા તરબૂચ કરતા ઘણા અલગ છે, પહેલી જાત લાલ અને ખુબ વધારે મીઠી હોય છે, અને બીજી જાત પીળી અને પાઈનેપલના સ્વાદ જેવી મિઠાસથી ભરેલી છે. જેને ખાતાની સાથે તમે એનો સ્વાદ ક્યારે પણ નહિ ભૂલો.

મધ્યપ્રેદશના બૈતુલ જિલ્લામાં વસવાટ કરતા ખેડૂત શ્યામ પાવરે ગયા વર્ષે તરબૂચ વાવવાની શરુઆત કરી હતી. જે તરબુચની બીજી બધી જાત કરતા ઘણી અલગ છે. તેમણે તેમના 5 એકર જમીનમાં તરબુચની વાવણી કરી છે. જેને કપાતા તે અંદરથી પીળા રંગની દેખાય છે, અને તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. ધીરે ધીરે આ તરબુચની ડીમાંડ વધતી જાય છે.

હાલમાં આ પીળા રંગના તરબૂચ બજારમાં મળી રહ્યા છે. આ તરબૂચ આવવાથી લોકોને ઘણું આશ્ચર્ય થાય છે. લોકો આને વેચવા અને ખરીદવા ઘણા ઉત્સાહી જોવા બની રહ્યા છે, કારણ કે આનો સ્વાદ ઘણો અલગ છે. ખેડૂત શ્યામ પાવરે આ વર્ષે પણ તરબુચની ખેતી કરી છે. આ વર્ષે તેમણે તરબુચની ત્રણ જાતોની ખેતી કરી છે, તેમાં આરોહી, સરસ્વતી અને મેલોડીનો સમાવેશ થાય છે.

તરબૂચ ફક્ત પચવા માટે ઘણું સારું માનવામાં આવે છે. આ ડાયાબિટીસ માટે પણ ઘણું ફાયદાકારક છે. આ સિવાય તરબૂચ વજન ઘરડાવા અમે શરીરને હાઇડ્રેશન રાખવા માટે અને ડિહાઈડ્રેશનથી બચવા માટે ઘણું સારું માનવામાં આવે છે. તરબૂચને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે.

સંકરણ જાત તારીકે આ તરબૂચને બનાવામાં આવતા હોય છે, દરેક સજીવના ચોક્કસ જનીન કોડ હોય છે અને દરેક સજીવની જાતિમાં તે સમાન હોય છે, જેમકે લીમડાના બધા વ્રુક્ષોના જનીન કોડ સમાન હોય પણ એ બીજા વ્રુક્ષ કરતા અલગ હોય છે, લીમડાના જનીનમાં એક ચોક્કસ બંધારણ હોય છે. જે તેને કડવો બનાવે છે, એ જ રીતે તરબુચમાં પણ જનીન કોડ હોય છે, જે તેના આકાર રંગ, સ્વાદ વગેરેને નક્કી કરે છે. વૈજ્ઞાનિકો આ સ્વાદના જનીન કોડમાં ફેરફાર કરીને પાઈનેપલના સ્વાદના જનીન કોડ ઉમેરે છે, આ રીતે એક રીતે જોવા જઈએ તો કુદરત સાથે છેડછાડ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post