fbpx
Tue. Oct 15th, 2019

ઓલા ઉબેર જ નહીં પણ ટ્રેક્ટર પણ ભાડે મળશે- ખેડૂતો માટે ‘CHC ફાર્મ મશીનરી’ એપ

ખેડૂતો માટે એક સ્પેશ્યલ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેના ઉપર ખેડૂતોને ખેતી માટેના અત્યાધુનિક સાધન, સરંજામો અને વાહનો રેન્ટ ઉપર મળશે. ટ્રેક્ટર, થ્રેસર વગેરે જેવા મોંઘા મોંઘા વાહનો ખેડૂત ઓનલાઈન બુક કરાવીને ભાડેથી મેળવી શકશે.

1.21 લાખ ખેડૂતોએ આ એપ ડાઉનલોડ કરી

એપ્લીકેશન 12 ભાષામાં છે

ભાડે આપવા માટે 2.5 લાખ ખેતીના કામમાં વપરાતા ઉપરકરણો સરકારે વસાવ્યા

ખેડૂતો માટે કેન્દ્ર કૃષિમંત્રી તોમરે એક ‘CHC ફાર્મ મશીનરી’ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપથી ખેડૂતો ઘેર બેઠા ખેતીના સાધનો ભાડેથી મંગાવી શકશે. ઓલા ઉબેરની જેમ જ ટ્રેક્ટર અને બીજા સાધનો પણ રેન્ટ ઉપર મળશે વળી તેના ઉપર સબસીડી પણ મળી શકશે.

હવે ખેડૂતો પોતાના ખેતરમાં વાપરી શકશે અત્યાધુનિક ઓજારો

ખેતીને આધુનિક બનાવવા માટે હવે ખેડૂતો મોંઘા કૃષિ ઉપકરણ ભાડે મેળવી શકશે. મોબાઈલ એપ્લિકેશનથી ખેડૂતો ખેતીના ઓજારો મંગાવી શકશે. ‘CHC ફાર્મ મશીનરી’ મોબાઈલ એપ પરથી 50 કીમી સુધીના અંતરમાં સાધનો હશે તે મળશે.

શું છે એપ્લીકેશનમાં મહત્વની વાતો

એપ્લીકેશન 12 ભાષામાં છે. આ એપ્લિકેશનમાં હિન્દી, અંગ્રેજી, ઉર્દુ સહિતની પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ થાય છે. દેશભરમાં 35 હજાર કસ્ટમ હાયરિંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ 35 હજાર કસ્ટમ હાયરિંગ સેન્ટર ઉપરથી ભાડે આપવા માટે 2.5 લાખ ખેતીના કામમાં વપરાતા ઉપરકરણો સરકારે વસાવ્યા છે.

કેવી રીતે મેળવશો એપ

ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉન કરી શકો છો. જેમાં તમે એપ ડાઉનલોડ કરીને પોતાની ભાષા સિલેક્ટ કરીને તમારી જરૂરિયાત મુજબના સાધન ભાડેથી મંગાવી શકો છે. અત્યાર સુધીમાં 1.21 લાખ ખેડૂતોએ આ એપ ડાઉનલોડ કરી છે.

કૃષિમંત્રાલય ખેતીનું મશીનીકરણ કરવા માંગે છે

2016થી 2019 સુધીમાં દેશમાં સરકાર દ્વારા 29,54,484 મશીનોનું વિતરણ કરી ચૂકી છે. સરકાર મશીનની બેંક બનાવવા માંગે છે અને ખેડૂતોને મશીનરી ઉપર 40 ટકાની સબસીડી આપી રહી છે. સબસીડી માટે કસ્ટમ હાયરિંગ સેન્ટર ઉપર જવાનું રહેશે. અને ઓનલાઈન પણ મશીનરી સબસીડી માટે એપ્લાય કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…