ઓસ્ટ્રેલિયા ભણવા ગયેલી યુવતીએ સાઈડમાં ચા વેચવાનું શરુ કર્યું, એટલી કમાણી થઇ કે ભણવાનું છોડી ચાનો બીઝનેસ શરુ કરી દીધો…

Share post

ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ઘણાં લોકોનો દિવસ સવારમાં 1 કપ ચા પીવાથી જ થતો હશે. જે લોકો ઘરે ચા બનાવતા નથી તેઓ હોટલમાં જઈને પણ ચા પી લેતા હોય છે. ચાનો બિઝનેસ આપને એક સફળ બિઝનેસમેન બનાવી દે એવું ખુબ ઓછા લોકોમાં જોવા મળે છે. ભારતની રહેવાસી ઉપમા વિર્દીને ચાનો ધંધો શરૂ કરી દેશ તથા દુનિયામાં જુદી છાપ ઊભી કરી છે.

ઓસ્ટ્રેલિયામાં ક્યાંય પણ સારી ભારતીય ચા મળતી તો પોતે શરુ કરી દીધી :
માત્ર 30 વર્ષની ઉપમાનો જન્મ ચંડીગઢમાં થયો છે. એને પ્રાથમિક શિક્ષણ કર્યા પછી લોનો અભ્યાસ કરવાં માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. ત્યાં એ મેલબર્ન શહેરમાં રહેવા લાગી. એ સમયે એણે એવો વિચાર કર્યો કે, મેલબોર્ન શહેરમાં સારી ચા ક્યાંય પીવા મળતી નથી.

ઓસ્ટ્રેલિયાની આ જરૂરીયાતને પુર્ણ કરવા માટે એણે બિડૂ ઉપાડ્યું હતું. ઉપમાએ પોતાના ઘરવાળાની વિરુદ્ધમાં જઈને ઓસ્ટ્રેલિયામાં ચાનાં બિઝનેસની શરૂઆત કરી. બસ ત્યારપછી તો શું હતું, આ બહેનનો ધંધો એટલો ફૂલ્યો ફાલ્યો કે, થોડા દિવસોમાં જ પ્રખ્યાત થઈ ગઈ.

ચંડીગઢની યુવતીએ અભ્યાસની સાથે જ ચા નો બીઝનેસ શરુ કર્યો :
ઓસ્ટ્રેલિયામાં યોજાતા ટી ફેસ્ટીવલ દરમિયાન ઉપમાંએ જણાવતાં કહ્યુ હતું કે, હું ઓસ્ટ્રેલિયાને બતાવવાં માંગુ છુ કે, ભારતીય ચાનો સ્વાદ બાકીના દેશો તો ક્યાંય જુદો છે. કારણ કે, અમે ભારતીય ચાને સ્વાદિષ્ટ બનાવવા માટે એમા ઈલાયચી, લવિંગ અને ઘણાં પ્રકારના મસાલા નાખીએ છીએ.

ઓસ્ટ્રેલિયામાં શ્રેષ્ઠ સન્માન મળ્યું :
ઉપમા જણાવતાં કહે છે કે, શરૂઆતમાં તો એના પિતાએ આ વાતનો વિરોધ કર્યો હતો. એમના માતા-પિતાનું માનવુ હતું કે, તુ વકીલનો અભ્યાસ કરીને ચા વેચવાનો ધંધો કરીશ પરંતુ એને પોતાના માતા-પિતાને સમજાવ્યા તેમજ ચાનો બિઝનેસ શરૂ કર્યો. હાલમાં ‘ઈંડિયન ઓસ્ટ્રેલિયન બિઝનેસ એન્ડ કમ્યુનિટી’એ ઉપમાને ‘બિઝનેસ વુમન ઓફ દ ઈયર- 2016’નો એવોર્ડ આપીને સન્માન કર્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post