fbpx
Mon. May 27th, 2019

નસકોરી ફૂટે તો તરત કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ મળશે રાહત

ઉનાળામાં ઘણા મિત્રોને નાકમાંથી લોહી નીકળવા લાગે છે. જેને આપણે નસકોરી ફૂટવી એમ કહે છે. આમ તો આ કોઈ ગંભીર બીમારી છે. ગરમીને લીધે નાકની અંદરની બ્લડ વેસલ ઝડપી બ્લડ સર્ક્યુલેશનને લાધે ફાટી જાય છે અને લોહી વહેવા લાગે છે. આ સિવાય પણ નાકમાંથી લોહી નીકળવાના ઘણાં કારણો હોય છે. જેના ઘરગથ્થુ ઉપાય અહીં આપવામાં આવ્યાં છે.

1. સરસિયાનું તેલ

નાકમાંથી લોહી નીકળે અને સરળતાથી બંધ ના થાય તો દર્દીને પથારીમાં સુવડાવી દો. સરસિયાના તેલને સહેજ ગરમ કરીને રૂથી નાકમાં નાખો. લોહી બહુ જ આવતું હોય તો લોહીને નાકના છીદ્રમાં મુકી દો.

2. ઠંડુ પાણી

નસકોરીની સમસ્યા હોય તો ઠંડા પાણીને દર્દીના માથા પર રેડો. તેમ છતાં લોહી નીકળવાનું બંધ ના થાય તો કપડામાં બરફ લપેટીને નાક પર મુકવાથી લોહી નીકળતું અટકી જશે.

3. ડુંગળીનો રસ

આ નસકોરીનો અક્સીર ઇલાજ છે. નસકોરી ફૂટે ત્યારે ડુંગળીના રસને નસકોરીમાં નાંખવાથી લોહી બંધ થઇ જાય છે. આ ઉપરાંત જેના નાકમાંથી લોહી નીકળતું હોય તેને સમારેલી ડુંગળી સુંઘાડવાથી પણ લોહી બંધ થાય છે.

4. બિલિપત્રનો રસ

બિલિના પાંદડાનો રસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પણ નાકનું લોહી ઝડપથી બંધ થાય છે. આ સિવાય બેલના પાંદડાઓને પાણીમાં પકવીને એમાં સાકર મિક્સ કરીને પીવાથી પણ આ તકલીફ મટે છે.

5. મોં થી શ્વાસ લેવો

નસકોરી ફૂટે ત્યારે માથુ આગળની તરફ નમાવીને રાખવું. એ પછી નાકથી શ્વાસ લેવાને બદલે મોંથી શ્વાસ લેવો જોઈએ.

નસકોરી ફૂટવાના કારણો

– આકરા તાપના લીધે

– નાકમાં ઇજા થાય ત્યારે

– દવાઓના લીધે લોહી પાતળુ થાય ત્યારે

– નશો કરવાથી

– સતત છીંક આવવાથી

– નાકમાં ટ્યુમર થાય ત્યારે

– નેઝલ સ્પ્રેનો ઉપયોગ કરવાથી

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…