બનાસકાંઠાનો આ બકરો દરરોજ આપે છે ચાર-ચાર લીટર દૂધ

Share post

આજ રોજ અમે ગુજરાત રાજ્યમાં થયેલાં કુદરતનાં એક એવા ચમત્કાર અને વાત કરવા જઈએ છીએ કે, તે ચમત્કાર વિશે તમે ક્યારેય નહીં જોયો કે સાંભળ્યો પણ નહીં હોય. આ કુદરતી ચમત્કાર એક બકરામાં થયો છે. બકરી દૂધ આપે તે વાત તમને પણ સાંભળતા હોય છે, પણ એવું ક્યારેય નહિ સાંભળ્યું હોય કે, બકરો પણ દૂધ આપે છે. પરંતુ હવે આ વાતને તમારે માનવી જ પડશે. કેમ કે, ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જીલ્લાનાં એક ગામમાં એક બકરો પ્રતિ દિન 4 લીટર દૂધ આપે છે તેમજ બકરાનો માલિક આ બકરાનાં દૂધનો પીવા માટે ઉપયોગ પણ કરે છે.

મળેલ માહિતી અનુસાર બનાસકાંઠા જીલ્લાનાં અમીરગઢમાં આવેલા બાલુન્દ્ર ગામમાં રહેતાં માનાભાઈ રબારી તેમનાં ઘરે બકરીઓ રાખે છે. માનાભાઈએ પાળેલી બકરીઓમાંથી એક બકરીને 4 વર્ષ અગાઉ બકરાનો જન્મ થયો હતો. માનાભાઈ બકરીઓની સાથે દરરોજ બકરાને પણ ચરવા માટે લઇ જતા હતાં. બકરો જેમ મોટો થતો ગયો તેમ બકરાનાં આચળ બહાર પણ નીકળવા લાગ્યા હતા. બકરો 2 વર્ષનો થયો તે સમયથી બકરાનાં આચળ બકરીને જેમ જ દેખાતા હતા. બકરો જ્યારે 4 વર્ષનો થયો તે સમયે બકરાનાં આચળ પણ મોટા થઈ ગયા હતા. ગામનાં બધા જ લોકો પણ માનાભાઈનાં આ બકરાને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

એક દિવસ માનાભાઈએ આ બકરાને દોહવાનો પ્રયત્ન કર્યો તે સમયે બકરાનાં આચળમાંથી દૂધ નીકળ્યું હતું. તે જ દિવસથી પ્રતિ દિવસ સવાર તેમજ સાંજનાં સમયે માનાભાઈએ બકરાને દોહવાનું ચાલુ કર્યું.  બન્ને સમયનું મળીને બકરો કુલ 2 લીટર દૂધ આપે છે. આ રીતે બકરો રોજનું 4 લીટર દૂધ આપે છે. માનાભાઈ દ્વારા આ બકરાનાં દૂધને પીવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે તેમજ તેની સાથે જ વધારાના દુધને તે ડેરીમાં પણ આપી રહ્યા છે. બનાસકાંઠા જીલ્લાનાં એક રબારીનાં ઘરે જોવા મળ્યો આ કુદરતનો એક પ્રકારનો ચમત્કાર જ છે. આ વૈજ્ઞાનિકોને પણ માથા ખજવાળતા કરી દે તેવો ચમત્કાર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post