ઇતિહાસમાં પહેલીવાર બટાકાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોચ્યા, બનાસકાંઠાનાં ખેડૂતોમાં જોવા મળ્યો આનંદનો માહોલ

Share post

અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ખુબ જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આની સાથે જ કોરોનાને કારણે શાકભાજીના ભાવોમાં પણ સતત વધારો થઈ રહ્યોછે ત્યારે આવા સમયની વચ્ચે ખેડૂતો માટે આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં આવેલ બનાસકાંઠામાં બટાકાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતાં ખેડૂતો તથા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં બટાકાનો ભાવ ક્યારેય પણ કુલ 800 રૂપિયા સુધી પહોંચ્યો નથી પણ આ વર્ષે કુલ 800 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળતા કુલ 5 વર્ષની મંદીનો માર સરભર થયો છે.

બનાસકાંઠામાં કોરોના વચ્ચે બટાટાના વેપારીઓ તથા ખેડૂતોને ઘી-કેળા જેવી પરિસ્થિતિ બની ગઈ છે. ડીસા શહેરને’ બટાકા નગરી’ તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે લાખો ટન બટાકાનું ઉત્પાદન ડીસા તેમજ એની આસપાસના વિસ્તારમાં કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારના ખેડૂતો તથા વેપારીઓ મંદીનો માર ઝીલી રહ્યા હતા. ઘણીવાર સરકારની પાસે સહાયની અપેક્ષા પણ કરી રહ્યા હતા પણ આ વર્ષે અન્ય ધંધામાં મંદી હોવાંથી બટાકા પકવતા ખેડૂતો તથા  વેપારીઓને મંદી નથી.

વેપારીઓનું માનવામાં આવે તો માર્કેટમાં બટાટા-ડુંગળીની કૃતિમ અછત ઉભી થઈ છે તથા એને લીધે ભાવમાં ખુબ વધારો થયો છે. બાકી કોલ્ડ સ્ટોરેજોમાં બટાટા જથ્થાબંધ પડ્યા છે. ગરીબોના ઘરમાં પણ સરળતાથી સુલભ એવા ડુંગળી તેમજ બટાટા હવે ગરીબોના ઘરમાં દેખ્યા જડતા નથી. આવા સમયે સરકારે કાળાબજારી કરનાર લોકોને અટકાવવાની ખુબ જરૂરીયાત રહેલી છે નહીં તો ગરીબો તો ઠીક પરંતુ મધ્યમ વર્ગીય લોકોને પણ બટાટા ખાવા ખુબ મોંઘા પડી જશે.

અત્યાર સુધીમાં ઐતિહાસિક કહી શકાય એવા કુલ 800 રૂપિયા પ્રતિ મણ બટાકાના ભાવ થતાં ખેડૂતો તથા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  વેપારીઓ તથા ખેડૂતોનું જણાવવું છે કે, માત્ર 5 વર્ષમાં જે નુકસાન એમણે ભોગવ્યું છે એ આ વર્ષે તેજીને લીધે સરભર થઈ જશે. કોરોનાને લીધે બટાકાના ભાવ ઊંચકાયા હોવાનું વેપારીઓ માની રહ્યાં છે. આ વર્ષે બટાકાનું વાવેતર પણ ખુબ ઓછું થયું હતું. આની સાથે જ  ઉત્પાદન પણ ખુબ ઓછું થયું છે. જેને લીધે કોલ્ડ સ્ટોરેજમાં જે સંગ્રહ થતો હતો તે ઘટી ગયો હતો. આની ઉપરાંત કોરોનાને લીધે નોન-વેજિટેરિયન લોકો વેજિટેરિયન ખોરાક બાજુ વળ્યા છે. એને લીધે માર્કેટમાં બટાકાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તમામ બાબતોને લીધે બટાકાના ભાવ ઐતિહાસીક સપાટીએ પહોંચી ગયાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post