ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર- ભારે વરસાદના કારણે અહિયાં ભયંકર દ્રશ્યો સર્જાયા

Share post

હાલમાં ચોમાસાંની ઋતુની શરૂઆત થયા પછી ઘણાં દિવસથી સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આવેલ તમામ નદીઓમાં તો નવાં નીરનાં આગમનની સાથે જ ઘણી નદીઓમાં ઘોડાપુર પણ આવ્યાં છે, ત્યારે હાલનાં સમયમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ભાદરવા માસની શરૂઆત થતાં જ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને તો મહેસાણા જિલ્લામાં કુલ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં આવેલ કપરાડામાં કુલ 8 ઇંચ, સુરતમાં કુલ 7 ઇંચ તેમજ નવસારીમાં આવેલ જલાલપોરમાં પણ કુલ 6 ઇંચ વરસાદ પડી ગયો હતો.

આની ઉપરાંત કચ્છમાં પણ કુલ 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. ગીરનાં જંગલ તથા તાલાલા પંથકમાં પણ કુલ 3 ઇંચ જ્યારે હાલાર પંથકમાં પણ કુલ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં પણ અતિભારે વરસાદ આવ્યો હતો.મહેસાણા શહેરમાં શુક્રવારનાં રોજ સવારમાં કુલ 3 કલાકમાં પડેલ અતિભારે કુલ 4 ઇંચ જેટલાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ ગઈ હતી.

જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. ઘણી સોસાયટી તેમજ નીચાણવાળા મુખ્ય રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.ગીરનાં જંગલમાં પણ માત્ર 3 કલાકમાં જ કુલ 3 ઇંચ વરસાદ પડતાંની સાથે જ હિરણ નદીમાં ઘોડાપૂર પણ આવ્યા હતાં.

સુરત શહેરમાં આવેલ ઉધના વિસ્તારમાં પણ માત્ર 2 જ કલાકમાં કુલ 4 ઈંચની સાથે જ કુલ 7 ઈંચ વરસાદ પડતાં શહેરમાં ફરી જળબંબાકાર સર્જાયો હતો.

નવસારીમાં આવેલ જલાલાપોર પંથકમાં કુલ 5-6 ઈંચ વરસાદને કારણે કોટનમિલ રોડ, જેલ પાસેનો સત્યસાંઈ રોડ, કાશીવાડી, સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, કબીલપોર સહિત ઘણાં વિસ્તારોમાં ઘુટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં.અબડાસા તાલુકામાં આવેલ ભીમપર-બાલાચોડ રોડની નજીક ટ્રેક્ટર તણાઈ જતાં એમાં સવાર કુલ 3 લોકોને બચાવવામાં આવ્યાં હતાં.

કપરાડામાં આવેલ નાનીપલસાણ ગામમાં વ્યક્તિનું મોત થતાં પુલનાં અભાવને કારણે મૃતદેહને ટ્યુબની મદદ લઈને દમણ ગંગા નદી તરીને સામે કાંઠે લઇ જઇને દવુળ ફળીયામાં આવેલ સ્મશાન ભૂમિમાં દફન કરવામાં આવ્યાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post