રામજન્મભૂમિ અયોધ્યા રામ મંદિરમાં ફક્ત આ લોકો જ કરી શકશે દાન- બાકી કોઈનું પણ નહિ સ્વીકારવામાં આવે, જાણો કારણ

Share post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટનાં રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આની સાથે જ મંદિર નિર્માણનું કામ પણ શરૂ થઈ જશે. જો કે, વિદેશી ભક્તો પણ  રામ મંદિરનાં નિર્માણમાં દાન આપી નહીં શકે. કારણ, કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હાલમાં વિદેશી મુદ્રામાં દાનનો સ્વીકાર નહીં કરે. ટ્રસ્ટ હાલમાં માત્ર ભારતમાં જ રહેતા રામ ભક્તો પાસેથી જ દાન સ્વરૂપે મદદનો સ્વીકાર થશે. ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત રાયના જણાવ્યા મુજબ વિદેશી મુદ્રામાં દાન લેવા માટે એક પ્રક્રિયા રાખેલ છે. આ માટેની નોંધણી કરાવવી પણ જરૂરી છે, પણ ટ્રસ્ટ તરફથી હાલમાં આ નોંધણી કરવામાં આવી નથી.

રામ મંદિરનાં પક્ષમાં નિર્ણય આવ્યા પછી 5 ઓગસ્ટથી મંદિર નિર્માણનાં કાર્યની પણ શરૂઆત થશે. જેને લીધે દેશ જ નહીં પણ વિદેશમાંથી પણ ભક્તો મંદિરનાં નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે તલપાપડ થઈ રહ્યાં છે. વિદેશમાં રહેલ રામ ભક્તો દાન આપવા માટે હાલમાં મંદિર ટ્રસ્ટનો સંપર્ક પણ કરી રહ્યા છે. પણ ટ્રસ્ટ વિદેશ ચલણમાં દાન લેવાની ના પાડી રહ્યું છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર વિદેશથી મળી રહેલ દાનને હાલમાં નહીં સ્વીકારાય. કારણ, કે વિદેશથી આવતું દાન સ્વીકારવા માટે દેશમાં પણ એક વ્યવસ્થા રાખેલ છે. આની માટે વિદેશ મુદ્રા એક્ટ અંતર્ગત નોંધણી કરાવવી પણ ફરજિયાત કરેલ છે. ત્યારપછી જ આ દાનનો સ્વીકાર કરવામાં આવશે. તેમણે જણાવતાં કહ્યું ,કે અમે પહેલા ભારતના જ ભક્તોની શક્તિને બહાર આવવા દેવા માંગીએ છીએ.

5 ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં વડાપ્રધાન મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે RSS પ્રમુખ મોહન ભાગવતની સાથે જ રામ મંદિર આંદોલન સાથે જોડાયેલ તમામ નેતાઓ પણ હાજર થશે. રામ જન્મભૂમિ પરિસરમાં ટેન્ટ લગાવવાનાં કામની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. આ ટેન્ટ્સ વૉટરપ્રૂફ જ હશે. વ્યવસ્થા માટે મંદિર પરિસરમાં જ 2 ટેન્ટ લગાવવામાં આવશે. આની ઉપરાંત 1 મંચ પણ હશે જ, જેની પર નરેન્દ્ર મોદી તથા RSS નાં પ્રમુખ મોહન ભાગવત પણ બિરાજમાન થશે. આ મંચ પરથી જ તેઓ દ્વારા સંબોધન પણ કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post