નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટમાં ખેડૂતો માટે કરી મોટી જાહેરાત
ગુજરાત વિધાનાસભામાં આજથી ચોમાસા સત્રનો પ્રારંભ થયો છે. ચોમાસા સત્રના પહેલા દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીક ખેડૂતો લક્ષી જાહેરાતો કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂત લક્ષી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે મને એક નવી જાહેરાત કરવાનો આનંદ છે. પરમ દિવસે અષાઢી બીજ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે લાખો લોકો ભગવાન જગન્નાથના દર્શન કરશે.
ત્યારે અમારા ઉર્જા વિભાગે ઉર્જા મંત્રી સૌરભ પટેલે અને કૃષિ મંત્રીએ નિર્ણય કર્યો છે કે, આવતી અષાઢી બીજ સુધીમાં ગુજરાતના ખેડૂતોની સવા લાખ અરજીઓ જે અત્યારે વીજ કનેક્શન માટે ચાલી રહી છે, જેની પ્રક્રિયા આવતી અષાઢી બીજ સુધી 1,25,000 ખેડૂતોને સંપૂર્ણ રીતે નોંધાયેલાની 100% કામગીરી અમારી ભાજપની સરકાર પૂર્ણ કરશે. ખેડૂતોને ખૂબ મોટો લાભ થશે. અમારા નાણા વિભાગ પર સબસીડીનો મોટો બોજો આવશે. પણ ખેડૂતો માટે અમે એ બોજો ઉપાડી લઈશું અન્ય રીતે આવક મેળવી લઈશું. પણ ખેડૂતોને ચોક્કસ મદદરૂપ થઈશું એ પણ હું આપને વિશ્વાસ આપું છુ.
બીજી પણ અગત્યની વાત અમારા કિસાન સંઘ, અમારા ખેડૂત ધારાસભ્ય અને ખાસ કરીને નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યોની લાગણી હતી કે, નર્મદા બંધનું પાણી સરદાર સરોવરમાંથી નર્મદા મેઈન કેનાલમાંથી કમાન્ડ વિસ્તારમાં છોડવામાં આવે. આજે સવારે મેં મીડિયાને કહ્યું છે અને આજે ગૃહને જણાવતા મને આનંદ થાય છે કે, પરમ દિવસે અષાઢી બીજથી નર્મદા સરદાર સરોવરના મેઈન ગેટ ખોલીને મુખ્ય કેનાલમાં પાણી વહાવવાની પણ અમે શરૂઆત કરીશું.
એટલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મેઈન કેનાલ, સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ અને છેક કચ્છ સુધી જે ખેડૂતોએ વાવેતર કર્યું છે કે, વાવેતર કરવા પાણી જોઈએ છે. તે ખેડૂતોને વાવેતર કરવા માટેનું પ્રથમ પાણી અષાઢી બીજથી આપવાની શુભ શરૂઆત અમે કરીશું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…