fbpx
Wed. Oct 16th, 2019

આધારકાર્ડ અને પાનકાર્ડના આ નવા નિયમ જાણીલો, નહીંતર થશે મોટું નુકશાન

શુક્રવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જ બજેટ રજૂ કર્યું તેમાં આધાર અને પાન કાર્ડને વિશે પણ કેટલાક નવા નિયમોના પ્રસ્તાવનું એલાન કર્યુ છે.

આધાર અને પાન કાર્ડના નિયમોમાં આ 5 મોટા પરિવર્તન થયા છે:-

1. કરદાતાઓની સરળતા અને સુવિધા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને વિનિમય બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે અને જે લોકોની પાસે પાન કાર્ડ નથી તે માત્ર આધાર નંબર આપીને પોતાનો ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકે છે. આ સિવાય જ્યાં પણ તેમને પાન કાર્ડની આવશ્યકતા છે ત્યાં આધાર નંબરનો ઉપયોગ કરી શકે છે.

2. બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રસ્તાવ રાખ્યો કે જો કોઈ કરદાતા પહેલા જ પોતાના આધારને પોતાના પાન સાથે જોડી ચૂક્યા છે તે વિકલ્પ તરીકે આયકર અધિનિયમ હેઠળ પાન કાર્ડની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ પસંદ કરી શકે છે.

3. બજેટમાં પ્રસ્તાવિત નવા નિયમ અનુસાર આયકર વિભાગ UIDAI દ્વારા વસ્તી વિષયક ડેટા પ્રાપ્ત કર્યા બાદ આધાર નંબરના આધારે જે વ્યક્તિ પાસે પાનકાર્ડ નથી તેવ્યક્તિને પાનકાર્ડ અપાશે.

4. નાણા મંત્રાલયે મોટી લેવડદેવડ પર નજર રાખવા હવે કેટલાક નિશ્ચિત અને નિર્ધારિત લેવડદેવડ પર પાન અથવા આધાર નંબર આપવુ અનિવાર્ય હશે. બજેટમાં આ નિયમ પણ સામેલ કરવામાં આવ્યા છે કે સંબંધિત દસ્તાવેજ પ્રાપ્ત કરનાર વ્યક્તિ નિર્ધારિત લેવડ-દેવડ માટે પાન અને આધારનો યોગ્ય પ્રમાણીકરણ સુનિશ્ચિત કરશે. આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સજાના નિયમોમાં સંશોધન કરવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

5. વર્તમાનમાં જે નિયમ છે, તે અંતર્ગત જો કોઈ નિર્ધારિત તારીખની અંદર પાન કાર્ડ, આધાર નંબર સાથે જોડે છે તો આયકર અધિનિયમ અંતર્ગત પાન નંબરને ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં જાણકારી સુરક્ષિત રાખવા માટે હવે નાણા મંત્રાલયે એક મોટુ પગલુ ઉઠાવ્યુ છે. બજેટમાં એ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ પોતાના આધારને પાન નંબર સાથે જોડી શકતા નથી તો આવા વ્યક્તિને ફાળવેલ પાન નંબરને નિષ્ક્રિય કરી દેવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…