આ એક રાજ્યમાં લાગૂ નહીં થાય નવા ખેડૂત કાયદાઓ, કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ કર્યું એવું દબાણ કે…

Share post

મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ખેડૂતોનાં કાયદાનો સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. આ કાયદાનો અમલ કરવામાં આવે તો ખેડૂતોને ખુબ વધારે પડતું નુકસાન થશે એવું જણાવી રહ્યાં છે. હાલમાં કાયદાને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં ખેડૂતનાં કાયદાઓ અમલ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા.

જો કે, અહેવાલોને ધ્યાનમાં રાખવામાં આવે તો કોંગ્રેસના દબાણમાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે એ તે જ જૂનો નિર્ણય ફેરવી તોળ્યો છે.   મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે કે, વિવાદિત ખેડૂત કાયદાઓનો અમલ કરવામાં આવશે નહીં. લાંબા સમય સુધીની અવઢવ બાદ ઉદ્ધવ ઠાકરની સરકારે પોતાનો જૂનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. હકીકતમાં તો, ઉદ્ધવ ઠાકરેની સરકારે ઓગસ્ટ મહિનામાં જ ખેડૂત કાયદાઓનો અમલ કરવા માટેનો આદેશો આપ્યા હતા.

જૂનો નિર્ણય ઉદ્ધવ ઠાકરેએ ફેરવી તોળ્યો :
મળેલ જાણકારી પ્રમાણે કોંગ્રેસના દબાણમાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ લીધેલ જૂનો નિર્ણય ફરી પાછો ખેંચી લીધો છે. અહી નોંધનીય છે ,કે આ બિલ ગત સપ્તાહમાં જ સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું તથા એમને રાષ્ટ્રપતિની પણ પરવાનગી મળી ગઈ છે. આ ખેડૂત કાયદાઓને લઈ સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. મહારાષ્ટ્રની સરકારે એના પસાર થયા અગાઉ એનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ત્રણેય વટહુકમોનો અમલ કરવા માટેનો આદેશ :
10 ઓગસ્ટે જાહેર કરવામાં આવેલ એક જાહેરનામામાં, બધી જ કૃષિ પેદાશો તથા પશુધન બજાર મંડળીઓ એટલે કે APMC તથા જિલ્લા કૃષિ સહકારી મંડળને રાજ્યમાં સૂચિત કાયદા વિશે કુલ 3 વટહુકમોનો કડક રીતે અમલ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ખેડૂત પેદાશો વેપાર તથા વાણિજ્ય (પ્રમોશન તથા સુવિધા) બિલ 2020, ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) કૃષિ સેવાઓ તથા આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) બિલ 2020 પરના ભાવ ખાતરી તેમજ કરાર બિલ 2020 હતાં.

શિવસેનાનું સ્ટેન્ડ ક્લીયર ન હતું :
અહી ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિકાસ આઘાડી ગઠબંધનનાં બંને પક્ષોના કોંગ્રેસ તથા NCP સતત જણાવતાં હતાં કે, રાજ્યમાં એનો અમલ થવા નહી દેવાય પણ શિવસેનાનું વલણ એને લઈને સ્પષ્ટ ન હતું. જો કે, તે હવે આ ખેડૂત કાયદાઓ વિશે કેન્દ્ર સરકારની ટીકા કરી રહી છે.

રાજ્યમાં કૃષિ કાયદાનો અમલ કરવામાં આવશે નહી : નાયબ મુખ્યપ્રધાન
મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે હાલમાં જણાવતાં કહ્યું હતું કે, રાજ્યમાં ખેડૂત કાયદાઓ અમલ કરવામાં આવશે નહીં. રાજ્યનાં મહેસૂલ પ્રધાન તથા મહારાષ્ટ્ર કોંગ્રેસનાં વડા બાલાસાહેબ થોરાટે જણાવતાં કહ્યું હતું કે, બધાં જ શાસક પક્ષો આ નવા કાયદાની વિરુદ્ધમાં રહેલાં છે. રાજ્યમાં એમનો અમલ નહીં કરવાનો નિર્ણય ચર્ચા-વિચારણા પછી સામૂહિક રીતે લેવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post