જો કેન્દ્ર સરકારના આ કાયદાઓનું અમલ થશે, તો દેશના તમામ ખેડૂતોને ખરા અર્થમાં મળશે આઝાદી

Share post

PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જ્યારથી સરકાર રચાઈ છે ત્યારથી Reform, Perform & Transformના મંત્રની સાથે બુનિયાદી ઢાંચામાં બદલાવ લાવી નવા ભારતનાં નિર્માણ માટેનાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. ‘ગામ, ગરીબ તથા કિસાનનો વિકાસ’ એ મંત્ર હંમેશા કેન્દ્રમાં રહ્યો છે. ‘આત્મનિર્ભર ભારત’નું વિઝન પણ આ પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. બધાં જ ક્ષેત્ર આત્મનિર્ભર બને, બધાં જ વ્યક્તિ આત્મનિર્ભર બને તેની માટે આયોજનબદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે.

ખેડૂત તથા ખેતી એમ બંને આત્મનિર્ભર બને તેની માટે હાલમાં 1,50,000 કરોડનું આર્થીક પેકેજ કૃષિ માટે ફાળવવામાં આવ્યું છે. આઝાદી પછી ખેડૂતોના હિતોને રક્ષણ આપવા માટે ‘એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી (APMC)’એ  કાયદો બનાવ્યો હતો. સમય જતાં આ કાયદાથી કેટલાંક દુષણો ઉભા થઇ ગયા હતાં. સ્થાનિક વેપારીઓની મોનોપોલી તથા કાર્ટેલિંગ, ખેડૂતને જણસ વેચવાની આઝાદીનો અભાવ, વચેટિયારાજ, લાયસન્સરાજ, ઇન્સ્પેકટરરાજ તેમજ ભ્રષ્ટાચારનાં દુષણોથી ખેડૂતોનો વિકાસ અટકી ગયો છે.

સ્ટેન્ડીંગ કમિટી ઓન એગ્રીકલ્ચર દ્વારા એના વર્ષ 2018-’19નાં રીપોર્ટમાં APMC કાયદાની ખામી દર્શાવતા જણાવ્યુ છે કે, આ કાયદો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી તેમજ એમાં તાત્કાલિકપણે સુધારો કરવાની જરૂર છે. જે ભૂલો દર્શાવેલ એમાં

1.મોટાભાગની મંડીમાં ખુબ જ ઓછા વેપારીઓ રહેલાં છે. જેઓમાં કાર્ટેલીંગ પ્રવર્તે છે તેમજ હરિફાઈનો અભાવ રહેલો છે.

2.ખેડૂતોની ઉપજના નાણામાંથી બિન જરૂરી કમિશન કાપવામાં આવે છે.

3.વેપારીઓ, કમીશન એજન્ટ વગેરેમાં સમજૂતી પ્રવર્તી રહી છે. જેને લીધે હરિફાઈ થતી નથી.

4.એકથી વધારે વેચાણ લાઈન ઉભી ન થતી હોવાથી ખેડૂતની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

આની ઉપરાંત સ્વામિનાથન રિપોર્ટમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે, દેશનાં કુલ 86% નાના તથા સીમાંત ખેડૂતો APMC મંડીમાં પોતાની ખેત પેદાશ વેચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. દેશમાં કુલ 496 ચો.કી.મી.એ એક APMC મંડી છે. જ્યારે એ કુલ 80 ચો.કી.મી. હોવી જોઈએ. તત્કાલીન PM મનમોહન સિંહએ પણ ‘વન નેશન, વન માર્કેટ’ વિભાવનાની વાત કરી હતી તેમજ ખેડૂતોને પોતાની જણસ વેચવાની આઝાદી આપવા કહ્યું હતું.

શેતકરી સંગઠનના સ્થાપક તથા દેશનાં પ્રખ્યાત ખેડૂત નેતા શરદ જોષીએ પણ જણાવતાં કહ્યું હતું કે, ખેડૂત વેપારીનાં એકાધિકાર પર નિર્ભર રહેલો છે, જેનું મુખ્ય કારણ મંડીપ્રથા રહેલુ છે. ખેડૂતને આંતરરાષ્ટ્રીય હરિફાઇ કરવાનું કહીએ છીએ પણ તેઓ APMC સીસ્ટમની સાંકળથી બંધાયેલ છે. APMC કાયદો ખતમ કરીને દેશનાં ખેડૂતોને આઝાદ કરી દેવા જોઈએ.

નેશનલ કમીશન ઓફ ફામર્સ એ વર્ષ 2006માં ભલામણ કરેલ કે પ્રાઈવેટ મંડી ખોલો, મંડીટેક્ષ દુર કરો, આંતરરાષ્ટ્રીય હરિફાઇ ઉભી કરો, મંડી પ્રણાલીમાં પારદર્શકતા નથી તેને લાવો. સમસ્યાનો અંત લાવવા માટે, ખેડૂતોને પાક વેચવામાં આઝાદી આપવા માટે, પારદર્શક હરિફાઇ ઉભી કરવા માટે, ખેડૂતોને ઘર બેઠા માલ વેચી શકે તેમજ ઓનલાઈન માલ વેચી શકે એવું હવામાન આપવા માટે મોદી સરકારે ‘ધી ફાર્મસ’ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસીલીટેશન) એકટ-2020 બનાવવામાં આવી છે.

ખેડૂત હવે દેશમાં ગમે ત્યાં તેમજ ગમે એને માલનું વેચાણ કરી શકશે. માર્કેટયાર્ડના એકાધીકારનો અંત આવશે, પ્રાઈવેટ લોકો પણ કામ કરી શકશે, પારદર્શિતાથી કામ થશે તેમજ સૌથી મહત્વનું હવે જો ખેડૂત APMC મંડી બહાર માલ વેચવામાં આવશે તો અત્યારે જે કુલ 8.5% સુધી કમિશન દેવું પડે છે તે ચુકવવું પડશે નહી. આ કાયદા બાબતે કેટલાંક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે કે, MSP નો અંત આવશે.

આ કાયદાથી MSP અથવા તો હયાત APMC બંને માંથી કોઈનો અંત આવશે નહી. આ કાયદાથી દેશના તમામ ખેડૂતોને આઝાદી આપવામાં આવી છે કે, તેઓ મંડી અથવા તો મંડી બહાર દેશનાં કોઈ પણ ખૂણે એમની ઉપજને વેચી શકશે. ઈ-નામ જેવા ઓન લાઈન પ્લેટફોર્મ પર ઉપજનું વેચાણ કરી શકશે. આ તબક્કે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, સ્વામિનાથન કમિટીની ભલામણ પ્રમાણે કુલ 150%  MSP આપવાનો અમલ મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેમજ કાયમી અમલ ચાલુ રહેવાનો છે.

વર્ષ 2009-’14 દરમિયાન સરકારે કુલ 3,77,105 કરોડની ખેતપેદાશોની ખરીદી કરેલ જેની સામે મોદી સરકારે છેલ્લા 5 વર્ષમાં કુલ 8,66,000 કરોડની ખેતપેદાશોની ખરીદી કરવામાં આવેલ છે. કિસાનોને આપવામાં આવતી  સહાય, ખેતીનું બજેટ તેમજ ગ્રામિક માળખાકીય સુવિધા માટે અનેક ગણો વધારો કરેલ છે. ખેડૂતોનો વિકાસએ અંતિમ ધ્યેયની સાથે કામ થઇ રહ્યું છે.

આવા જ એક બીજા કાયદા ‘ધી ફાર્મસ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એકટ’નું ગઠન કરવામાં આવ્યું છે, જેને લીધે ખેડૂત પોતાનાં ખેત ઉત્પાદન અંગે ખરીદનારની સાથે વાવણી કર્યાં પહેલા જ ભાવ નિયત કરીને વેચાણ કરાર કરીને ઉત્પાદન કરી શકે છે. જેને લીધે કરાર પ્રમાણેનાં ભાવ મળશે. જેને લીધે ખેડૂતને ચોક્કસ આવક મળશે.

આ કાયદો પણ સંપૂર્ણપણે ખેડૂત તરફી છે. જેમ કે, કરારનાં ભાવથી માર્કેટમાં ભાવ ઉચા રહે તો એમાંથી પણ ખેડૂતને ભાગ મળશે. જો ખેડૂત વાવેતર ન કરે તો કરાર અંતર્ગત ખેડૂતને વાવેતર ખર્ચ પેટે મળેલ રકમ જ પાછી કરવાની છે પણ જો વાવેતર કરાવનાર ચૂક કરે તો પાકની કિંમત જેટલું વળતર ચુકવવું પડશે. ખેડૂતની જમીનનાં હક અંગે કોઈ કરાર થઈ શકશે નહી. તકરારનાં નિવારણ માટે SDMને સત્તા જેવી ઘણી વિશાળ જોગવાઇથી ખેડૂતોનાં હકોનું રક્ષણ કરેલ છે.

આની ઉપરાંત વર્ષો જુના એસેન્શીયલ કોમોડીટી એકટમાં સુધારો કરીને સ્ટોક લીમીટની જોગવાઈ રદ કરીને ખેડૂતને આઝાદી આપવામાં આવેલ છે કે, તેઓને ઉચિત ભાવ મળે ત્યારે જ ઉપજ વેચી શકશે. આમ, ખેડૂતને આર્થિક આઝાદી આપવા માટે કુલ 3 કાયદાનાં ગઠનથી ‘આત્મનિર્ભર ભારત’ તેમજ ‘આત્મનિર્ભર કિસાન’નાં શ્રી ગણેશ કર્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post