સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂપાણી સરકારની અનોખી પહેલ- કચરો આપી જીવનજરૂરી ચીજવસ્તુ મેળવો

Share post

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર દેશમાં પ્લાસ્ટિકનો પણ ખુબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ બાબતે સરકાર પણ જાગૃત થઈ રહી છે. હાલમાં જ સરકાર દ્વારા એક નવી યોજના ભાર પાડવામાં આવી રહી છે.

ભારત સહિત દુનિયાભરનાં દેશો પર્યાવરણને માટે ખૂબ જ ખતરનાક એવાં પ્લાસ્ટિકનાં ઉપયોગથી છુટકારો મેળવવાં માટે ખુબ જ પ્રયત્નશીલ છે. દેશનાં PM નરેન્દ્રભાઇ મોદીએ પણ દેશનાં તમામ નાગરિકોને ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ બનાવવાં માટેનું આહૃવાન પણ કર્યુ છે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો છે.

આ ઝૂંબેશને વધારે વેગવાન બનાવવાનાં લક્ષ્યથી ગુજરાતનાં શહેરી વિકાસ વિભાગનાં હસ્તક કાર્યરત ‘સ્વચ્છ ભારત મિશન અર્બન’ ગુજરાત દ્વારા એક નવી જ પહેલની શરૂઆત કરવામાં આવી છે. જેને અંતર્ગત ‘પ્લાસ્ટિક કચરો આપો તેમજ જીવન-જરૂરીયાતની ચીજ-વસ્તુઓ લઇ જાઓ’ આ પાયલોટ પ્રોજેક્ટની મોરબી નગરપાલિકા ખાતેથી શરૂઆત કરવામાં આવી છે.

આની ઉપરાંત આ પ્રોજેક્ટ આગામી સમયમાં પણ માણસા, કલોલ તેમજ ચોટીલા નગરપાલિકામાં તેની શરૂઆત કરવામાં આવશે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યની બધી જ નગરપાલિકામાં આ પ્રોજેકટનું અમલીકરણ કરવાનું પણ આયોજન થઈ રહ્યું છે એમ મિશન ડાયરેક્ટર મિલિન્દ બાપનાએ એક ખાનગી ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું.

આ અભિગમ અંતર્ગત નગરપાલિકામાં ‘પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર’ની પણ શરૂઆત કરવાનો વિચાર અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં નાગરિકો પોતાના ઘર તેમજ દુકાનનું રિસાયકલ થઇ શકે એવાં પ્રકારનું પ્લાસ્ટિક નગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ ‘પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર’ ઉપર એ કચરાને બદલે જીવન જરૂરી વસ્તુ આપવામાં આવે છે.

આ વિચારને હાલમાં પાયલોટ પ્રોજેક્ટ રૂપે રાજ્યની અલગ-અલગ નગરપાલિકામાં હાથ ધરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનાં ભાગરૂપે મોરબી નાગરપાલિકા દ્વારા ગઈ 31 જુલાઈનાં રોજ અમલ કરેલ આ પ્રોજેક્ટને ખુબ મોટો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

જેમાં નક્કી કરેલ કલેક્શન સેન્ટર પર કચરો જમા કરાવવાનો રહે છે તથા એ કચરાનાં વજનને પ્રમાણે ઘર વપરાશની વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિકની ડોલ, ટબ, ખુરશી સહિતની વસ્તુ આ કચરાનાં બદલામાં આપવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post