આતંક સામે ઝઝૂમી રહ્યા સી.આર.પી.એફ.ના જવાનોને મળશે આ નવી ભેટ…

Share post

આતંકીઓના મનસૂબા પુરા ન થાય અને તેની કોઇ પણ ગોળી સુરક્ષા દળોને વાગે નહીં તેના માટે કેન્દ્ર સરકારે મોટી તૈયારી કરી છે. હવે કોઈ માને પોતાનો લાલ અને પત્નીને પોતાનો સુહાગ ગુમાવવો નહીં પડે આ લક્ષ્ય સાથે કેન્દ્ર સરકાર કાશ્મીરમાં આતંકીઓ સાથે લડી રહેલા સીઆરપીએફ કર્મચારીઓને આધુનિક બુલેટ પ્રુફ જેકેટ આપવાનો નિર્ણય કર્યો છે.

કારણ એ છે કે આતંકીઓના હાથ દુશ્મન દેશનો એવો હથિયાર છે જેના આગળ બુલેટપ્રૂફ વાહન પણ નકામા છે.આતંકી હવે ચીનમાં બનેલ આ સ્ટીલની ગોળીઓનો ઉપયોગ સુરક્ષા બળ ઉપર હુમલો કરવામાં કરે છે આ ગોળીઓ બુલેટ પ્રુફ જેકેટ ઉપર પણ ભારે પડી શકે છે.

12 જૂને અનંતનાગમાં સુરક્ષા દળોના એક નાકા પર થયેલા આતંકી હુમલામાં આ જ ગોળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ હુમલામાં પાંચ સીઆરપીએફ ગરમી અને રાજ્ય પોલીસના એક ઇન્સ્પેકટર અશરફખાન શહીદ થયા હતા. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં જૈશ નું એક આતંકી પણ મરી ગયો હતો.
સંબંધિત અધિકારીઓ જણાવ્યું કે કેપી રોડ ઉપર હુમલાની વધારે વિભાગીય તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલો કરવાવાળા જૈસના આતંકીએ ઘાતક સ્ટીલ ની ગોળી થી ફાયરિંગ કર્યું હતું. આ ગોળી મજબૂત હતું તેમ જ હાલના બુલેટ પ્રુફ જેકેટ ને ભેદવામાં છે.આ હુમલામાં સુરક્ષાકર્મીઓએ બુલેટપ્રૂફ જેકેટ પહેરેલા હતા પરંતુ સ્ટીલના બુલેટ એ તેમને છેદી નાખ્યા.

સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અત્યાધુનિક અને મજબૂત બુલેટ પ્રુફ જેકેટ નું ખરીદીનું એક પણ પૂરું થઇ ગયું છે તેનો પહેલો લોટ આગળના કેટલાક દિવસો સુધીમાં કાશ્મીર આવી જશે ત્યાં સુધી કશ્મીરમાં હાજર જવાનોને સંપૂર્ણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે.
તેઓએ જણાવ્યું કે સ્ટીલ બુલેટ નો ઉપયોગ કાશ્મીરમાં પહેલી વખત વર્ષ 2017 દરમિયાન કરવામાં આવ્યો હતો. લિતપોરા માં આવેલા સીઆરપીએફ કેમ્પ ઉપર હુમલો કરવા વાળા જૈષ્ ના આતંકીએ આજ સ્ટીલ બુલેટ નો ઉપયોગ કર્યો હતો. આતંકીઓ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓ એક આસિસ્ટન્ટ કમાન્ડો ની bulletproof જીપ્સીને ભેદીને નીકળી ગઈ હતી અને એક સીઆરપીએફ જવાન શહીદ થયા હતા.

રાજ્ય પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આતંકીઓ પાસે સ્ટીલની ગોળીઓની હાજરીથી આપણે પુરા આતંકવાદ વિરોધી અભિયાનનો અને વીઆઈપી સુરક્ષા ડ્રિલ માં ઘણો બદલાવ કરવો પડશે. આ ઉપરાંત આપણે બુલેટપ્રુફ જેકેટ ગાડીઓ અને જીપ્સી ઓ માં પણ સુધારો કરવો પડશે. સ્ટીલ બુલેટ ને તમે કોઈપણ એસલ્ટ રાયફલ દ્વારા ચલાવી શકો છો.

રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ સ્ટીલ બુલેટ સહિત અન્ય ઘાતક હથિયારોનો શ્યામ નું કરવામાં સમર્થ અત્યાધુનિક બુલેટ પ્રુફ જેકેટ ના નિર્માણ તેમજ પૂર્તિ માટે ભારતીય કંપની એસ એમ પી થી 639 કરોડ રૂપિયાના જેકેટ બનાવવામાં આવશે.કંપનીએ પહેલો લોટ થોડા સમય પહેલાં જ રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા પ્રશાસનને સોંપ્યો છે.

આઈ જી સી આર પી એફ રવિ દીપ ચાહીએ કહ્યું છે કે આતંકીઓ સાથે લડાઈ કરવા માટે અને જવાનોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેટલાક નવા પગલાઓ લેવામાં આવશે. પ્રોટેક્શન ગિયર પણ આધુનિક બનાવવામાં આવી રહ્યું છે.અલબત્ત નવી આપવામાં આવેલી બુલેટ પ્રુફ જેકેટ વિશે તેમણે કઈ પણ કહેવાની ના પાડી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post